Passport: નકલી પાસપોર્ટ પકડાશે તો થશે 7 વર્ષ જેલ અને 10 લાખનો દંડ, સરકાર લાવશે નવો કાયદો

India Immigration Bill 2025: કેન્દ્ર સરકારે નવો ઈન્ડિયન ઇમિગ્રેશન બિલ 2025 રજૂ કર્યો છે. જે મુજબ નકલી પાસપોર્ટ ધરાવતી વ્યક્તિને 7 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.

Written by Ajay Saroya
March 17, 2025 13:50 IST
Passport: નકલી પાસપોર્ટ પકડાશે તો થશે 7 વર્ષ જેલ અને 10 લાખનો દંડ, સરકાર લાવશે નવો કાયદો
Passport Rules : પાસપોર્ટ માટે ભારત સરકાર નવો કાયદો લાવશે.

New India Immigration Bill 2025 on Forged Passport: પાસપોર્ટ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ખાસ કરીને વિદેશમાં જવા માટે વ્યક્તિને પાસપોર્ટની જરૂરી પડે છે. ઘણી વખત નકલી પાસપોર્ટના સમાચાર આવતા રહે છે. નકલી પાસપોર્ટનો ઉપયોગ કરનાર હવે સાવધાન થઇ જશો. ભારત સરકાર નકલી પાસપોર્ટ માટે કડક કાયદો લાવી રહી છે. નવા ઇમિગ્રેશન બિલ અનુસાર નકલી પાસપોર્ટ પકડાશે તો 7 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.

ઈન્ડિયા ઇમિગ્રેશન બિલ 2025

બજેટ સત્ર દરમિયાન દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવું ઈન્ડિયા ઇમિગ્રેશન બિલ 2025 રજૂ કર્યું હતું. જો સંસદમાં આ ખરડો પસાર થશે તો ગેરકાયદેસર શરણાર્થી થી લઇ પાસપોર્ટ સુધી કડક કાયદો લાગુ થશે. આ ખરડા મુજબ ભારતમાં વિદેશી લોકોનો પ્રવેશ, હોટલમાં રોકાવું, યુનિવર્સિટીમાં પ્રવેશ અને હોસ્પિટલમાં સારવાર સુધીની તમામ જાણકારી ભારત સરકારને ફરજિયાત આપવી પડશે.

ઈન્ડિયા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ 2025

નવું ઈન્ડિયા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ 2025 હેઠળ વિમાન કે દરિયાઇ માર્ગે ભારતમાં આવનાર તમામ લોકોએ જરૂરિયાત દસ્તાવેજો રજૂ કરવા પડશે. આ નિયમ વિમાન પ્રવાસીઓની સાથે સાથે ફ્લાઇટના ક્રૂ મેમ્બરને પણ લાગુ થશે. ઉપરાંત નકલી પાસપોર્ટ બનાવી ભારતમાં ધુષણખોરી કરનાર વિદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નકલી પાસપોર્ટના કેસમાં સજા અને દંડ

નવા ઇમિગ્રેશન બિલ 2025 મુજબ નકલી પાસપોર્ટ અને બોગસ દસ્તાવજે બનાવનારને 2 થી 7 વર્ષ જેલની સજા કે 1 થી 10 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થવાની જોગવાઇ છે. ઉરાંત કોઇ વિદેશી નાગરિક માન્ય પાસપોર્ટ વગર ભારતમાં પ્રવેશ કરે છે, તો તેને 5 વર્ષ સુધીની જેલ કે 5 લાખ રૂપિયાનો દંડ અથવા બંને સજા થઇ શકે છે.

જુના કાયદા રદ થશે

નવો કાયદો લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે પાસપોર્ટ (એન્ટ્રી ઇન ટુ ઈન્ડિયા) અધિનિયમ 1920, રજિસ્ટ્રેશન ઓફ ફોરેનર્સ અધિનિયમ 1939, ફોરેનર્સ અધિનિયમ 1946 અને ઇમિગ્રેશન (કેરિયર્સ લાયબિલિટી) અધિનિયમ 2000માં સેશોધન કરવું પડશે. આ તમામ કાયદા રદ પણ કરવામાં આવી શકે છે.

વીઝા ઓન અરાઇવલ

તમને જણાવી દઇયે કે, ભારત 3 દેશોને વીઝા ઓન અરાઇવલ સુવિધા આપે છે. આ યાદીમાં જાપાન, દક્ષિણ કોરિયા અને યુએઇ સામેલ છે. આ દેશોના નાગરિકોને ભારતમાં પ્રવેશ કર્યા બાદ પણ વીઝા મળી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ