કોરોના મહામારી દરમિયાન શરૂ કરાયેલા પ્રધાનમંત્રી સિટીઝન આસિસ્ટન્ટ એન્ડ રિલિફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ (PM CARES Fund) ને છેલ્લા ત્રણ મહિનામાં લગભગ 535 કરોડ રૂપિયાથી વધારે વિદેશી ડોનેશન મળ્યું છે. તેમાંથી સૌથી વધારે ડોનેશન 2020 થી 2021 દરમિયાન મળ્યું ચે. સત્તાવાર આંકડાઓ અનુસાર, પીએમ કેર ફંડ યોજના શરૂ થયા બાદથી અત્યાર સુધી ત્રણ વર્ષમાં દાન સ્વરૂપે કુલ 535.44 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે.
PM CARES Fundમાં ક્યા વર્ષમાં કેટલું વિદેશી દાન આવ્યું?
પીએમ કેર્સ ફંડ્સની રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ્સે જણાવ્યું કે, 2019- 2020 દરમિયાન, 40 લાખ રૂપિયાનું વિદેશમાંથી ડોનેશન પ્રાપ્ત થયું છે. તો વર્ષ 2020-2021 દરમિયાન 494.92 કરોડ રૂપિયા અને વર્ષ 2021-2022 દરમિયાન 40.12 લાખ કરોડ રૂપિયા વિદેશમાંથી દાન સ્વરૂપે પીએમ કેર ફંડમાં આવ્યા છે. તો ત્રણ વર્ષોમાં 24.84 કરોડ રૂપિયા વ્યાજ સ્વરૂપે મળ્યા છે.

તેનાથી જાણવા મળે છે કે, પીએમ કેર ફંડ્સમાં વિદેશી યોગદાન 2020-21 દરમિયાન સૌથી વધારે હતુ અને નાણાં વર્ષ 2021-2022, જે વર્ષે કોરોના મહામારીનો પ્રકોપ દેશભરમાં પીક પર હતો, તે વર્ષે તેમાં ઘટાડો જોવા મળ્યો છે. આવી જ રીતે સ્વૈચ્છિક દાન પણ વર્ષ 2021-22 દરમિયાન ઘટીને 1896.76 કરોડ રૂપિયા થયુ છે, જે વર્ષ 2020-21માં 7183.77 કરોડ રૂપિયા હતું. વર્ષ 2020-21 દરમિયાન આ આંકડો 3075.85 કરોડ રૂપિયા હતો.
પીએમ કેર ફંડમાં ત્રણ વર્ષમાં કુલ કેટલું દાન આવ્યું
આમ કુલ મળીને વર્ષ 2019થી 2022 દરમિયાનના ત્રણ વર્ષમાં પીએમ કેર્સ ફંડમાં 12,691.82 કરોડ રૂપિયા જમા થયા છે, જેમાં સ્વૈચ્છિક દાન 12,156.39 કરોડ રૂપિયા અને વિદેશી દાન 535.44 કરોડ રૂપિયા છે.
પીએમ કેર્સ ફંડનું ધાર્મિક ટ્રસ્ટ હેઠળ રજિસ્ટ્રેશન
પીએમ કેર્સ ફંડનું રજિસ્ટ્રેશન અધિનિયમ – 1908 હેઠળ 27 માર્ચ 2020ના રોજ નવી દિલ્હીમાં એક સાર્વજનિક ધાર્મિક ટ્રસ્ટ તરીકે કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના મહામારીને લઇને લાગુ કરાયેલા લોકડાઉનના ત્રણ દિવસ બાદ 27 માર્ચ, 2020માં તેની શરૂઆત કરવામાં આવી હતી.
દેશના વડાપ્રધાન આ પીએમ કેર્સ ફંડના અધ્યક્ષ છે, તો રક્ષા મંત્રી, ગૃહ મંત્રી અને નાણાં મંત્રી તેના ટ્રસ્ટી છે. વડાપ્રધાને આ ટ્રસ્ટના બોર્ડમાં ત્રણ ટ્રસ્ટીઓ – ન્યાયાધીશી કેટી થોમસ (નિવૃત્ત), કરિયા મુંડા અને રતન ટાટાની પણ નિમણુંક કરી છે.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો