PM-E Bus Yojna : મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, 100 શહેરોમાં 10,000થી વધુ ઈલેક્ટ્રિક બસો દોડશે. આ માટે કેન્દ્ર સરકાર 57,613 કરોડ રૂપિયા આપશે. આ યોજનાને PM-e બસ નામ આપવામાં આવ્યું છે.
વિશ્વકર્મા યોજનાને કેન્દ્રીય કેબિનેટની પણ મંજૂરી મળી ગઈ છે. તમને જણાવી દઈએ કે, આ યોજનાનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કર્યો હતો. આ યોજના દ્વારા દેશના નાના કામદારોને આર્થિક મદદ કરવામાં આવશે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, નાના કામદારોને લોન અને તાલીમ, એડવાન્સ ટેક્નોલોજીની માહિતી, કૌશલ્ય સંબંધિત તાલીમ આપવામાં આવશે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા. તેમણે કહ્યું કે, 13,000 કરોડ રૂપિયાની વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ કારીગરોને 5% વ્યાજ પર એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને 30 લાખ કારીગર પરિવારોને તેનો લાભ મળશે.
આ પણ વાંચો – Independence Day : સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન દ્વારા, લાલ કિલ્લા પરથી જ શા માટે ભાષણ આપવામાં આવે છે? જાણો ઇતિહાસ
મોદી સરકાર ડિજિટલ ઈન્ડિયાને પણ પ્રોત્સાહન આપી રહી છે. આ અંગે માહિતી આપતાં કેબિનેટે જણાવ્યું કે, 14,903 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને પણ મંજૂરી આપવામાં આવી છે.