/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/new-parliament-building.jpg)
પીએમ મોદીના જન્મદિવસે નવી સંસદમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. (ફોટો સોર્સઃ એએનઆઈ)
new parliament building national flag : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ (19 સપ્ટેમ્બર)છે. આ દિવસે વિશ્વકર્મા જયંતિ પણ છે. પીએમ મોદીના જન્મદિવસે નવી સંસદમાં તિરંગો લહેરાયો હતો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી સંસદમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેઓ સમારોહમાં હાજર રહ્યા ન હતા. ખડગેનો આરોપ છે કે તેમને આમંત્રણ ખૂબ જ મોડેથી મળ્યું હતું. તેમણે રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને પત્ર લખીને નારાજગી પણ વ્યક્ત કરી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ કાર્યક્રમમાં લેટ આમંત્રણ આપવા પર નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે વડાપ્રધાન મોદીના જન્મદિવસના અવસર પર 17 સપ્ટેમ્બરે આ કાર્યક્રમ છે જ્યારે ખડગેને 15 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. સરકારને ખબર હતી કે 16-17 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની પૂર્વ નિર્ધારિત બેઠક યોજાવાની છે.
આ પત્રમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે હું આ પત્ર ખૂબ જ નિરાશા સાથે લખી રહ્યો છું. 15 સપ્ટેમ્બરની સાંજે નવા સંસદ ભવનમાં ધ્વજવંદન સમારંભ માટે મને આપનું આમંત્રણ મળ્યું હતું, જે ઘણું મોડું થઈ ગયું છે. હું સીડબ્લ્યુસીની બેઠક માટે હૈદરાબાદમાં રહીશ. આ કાર્યક્રમ પહેલાથી જ નક્કી છે. હું 17મી સપ્ટેમ્બરે મોડી રાત્રે દિલ્હી પરત ફરીશ એટલે આવતીકાલે સવારે ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપવી શક્ય બનશે નહીં.
આ પણ વાંચો - PM ની બાળપણની આ આદતોમાં હતા મહાન નેતા બનવાના તમામ ગુણ!
VIDEO | Vice President Jagdeep Dhankhar hoists national flag at Gaj Dwar in new Parliament building in Delhi. pic.twitter.com/2Z6cqP2x1u
— Press Trust of India (@PTI_News) September 17, 2023
લોકસભા સચિવાલયના જણાવ્યા મુજબ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ નવા સંસદ ભવનના ગજદ્વારની ઉપર ધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને વી મુરલીધરન ઉપરાંત રાજ્યસભા અને લોકસભામાં વિવિધ પક્ષોના નેતાઓ પણ હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના જન્મદિવસે દ્વારકામાં યશોભૂમિ નામનું ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (આઇઆઇસીસી) દેશને અર્પણ કર્યું છે. પ્રથમ તબક્કાના ઉદ્ઘાટનની સાથે સાથે તેઓ દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનને દ્વારકા સેક્ટર-21થી દ્વારકા સેક્ટર-25 સુધી લંબાવવાનું પણ ઉદ્ઘાટન કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેશમાં સભાઓ, પરિષદો અને પ્રદર્શનોનું આયોજન કરવા માટે વિશ્વ સ્તરીય માળખાગત સુવિધાઓ ઉભી કરવી એ પીએમ મોદીનું એક મહત્વપૂર્ણ વિઝન છે. તેમણે કહ્યું કે દ્વારકામાં યશોભૂમિ તેને વેગ આપશે. 8.9 લાખ ચોરસ મીટરથી વધુના પ્રોજેક્ટ એરિયા અને 1.8 લાખ ચોરસ મીટરથી વધુના બિલ્ટ એરિયામાં ફેલાયેલું આ પ્રોજેક્ટ વિશ્વની સૌથી મોટી એમઆઇસીઇ સુવિધાઓમાંનું એક હશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us