/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Drones.jpg)
ડ્રોન ટેકનોલોજીનો ખેતી, સંરક્ષણ સહિત ઘણી કામગીરીમાં ઉપયોગ થાય છે. (Photo - Freepik)
Modi Cabinet To Provide 15000 Drones To Women SHGs: કેન્દ્રીય મંત્રીમંડળે બે વર્ષ માટે 15,000 મહિલા સ્વ-સહાય જૂથો (SHGs) ને ડ્રોન આપવાની કેન્દ્રીય યોજનાને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટમાં રૂ. 1,261 કરોડનો ખર્ચ થશે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે (29 નવેમ્બર 2023) જણાવ્યું હતું કે મંગળવારે (28 નવેમ્બર, 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, 'યોજનાનો ઉદ્દેશ્ય 2024-25 થી 2025-2026 દરમિયાન ખેડૂતોને કૃષિ હેતુ માટે ભાડે સેવાઓ પ્રદાન કરવા માટે પસંદ કરાયેલ 15,000 મહિલા SHGsને ડ્રોન પ્રદાન કરવાનો છે.'
ડ્રોન ટકાઉ વ્યવસાય પ્રદાન કરશે અને આજીવિકા વધારશે
અખબારી યાદીમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ યોજના યોજના હેઠળ મંજૂર થયેલા પ્રથમ 15,000 સ્વ સહાય જૂથોને વ્યવસાય અને આજીવિકા સહાય પૂરી પાડશે. આ સાથે તેઓ દર વર્ષે ઓછામાં ઓછી 1,00,000 રૂપિયાની વધારાની આવક મેળવી શકશે. આ ડ્રોનનો ઉપયોગ ખેતીમાં મદદ કરવા માટે કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટના રોજ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં ડ્રોન ટેક્નોલોજી વડે સ્વ સહાય જૂથોને સશક્ત કરવાની લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી. લાલ કિલ્લા પરથી 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર આપેલા ભાષણમાં પીએમએ કહ્યું હતું કે સરકાર મહિલા સ્વસહાય જૂથો સાથે મળીને કામ કરી રહી છે અને તેનો ઉદ્દેશ્ય ગામડાઓમાં 2 કરોડ 'લખપતિ દીદીઓ' બનાવવાનો છે.
આ પણ વાંચો |શું 2024માં PMGKAY યોજના PM મોદીનું ‘બ્રહ્માસ્ત્ર’ હશે? કેન્દ્ર સરકારે 5 વર્ષ માટે લંબાવી યોજના
પીએમ મોદીએ માહિતી આપી હતી કે હાલમાં દેશભરમાં 10 કરોડ મહિલાઓ સ્વ સહાય જૂથો સાથે સંકળાયેલી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, 'આજે ગામડાઓમાં તમે બેંકમાં, આંગણવાડીમાં અને દવાઓ આપતી દીદીને સરળતાથી જોઈ શકો છો.'


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us