PM Modi flags off Vande Bharat : વડા પ્રધાન મોદીએ હાવડા અને ન્યૂ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી. માતા હીરાબેનના નિધન બાદ પશ્ચિમ બંગાળનો પ્રવાસ મુલતવી રાખતા પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં જોડાયા હતા.
કોલકાતા મેટ્રો ફ્લેગ ઓફ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી અને તેને રાષ્ટ્રને સમર્પિત કરી. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કોલકાતામાં મેટ્રો પ્રોજેક્ટનું પણ લીલી ઝંડી બતાવીને ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે વડાપ્રધાને કોલકાતામાં રિમોટનું બટન દબાવીને અનેક રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.
અંગત કારણોસર બંગાળ ન આવી શક્યાઃ પીએમ મોદી
કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “મારે પશ્ચિમ બંગાળ આવવું હતું પરંતુ અંગત કારણોસર હું ત્યાં આવી શક્યો નહીં. હું બંગાળની જનતાની માફી માંગુ છું.”
રેલવે પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, “કેન્દ્ર સરકાર ભારતીય રેલવેના આધુનિકીકરણ માટે રેકોર્ડ રોકાણ કરી રહી છે. હવે ભારતમાં વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ જેવી આધુનિક ટ્રેનો બનાવવામાં આવી રહી છે. આગામી 8 વર્ષમાં આપણે રેલવેને આધુનિકીકરણની નવી સફર પર જોશું.
પીએમ મોદીએ કહ્યું, “આજે મને બંગાળની પવિત્ર ભૂમિને નમન કરવાનો મોકો મળ્યો છે. બંગાળના દરેક કણમાં આઝાદીનો ઈતિહાસ જડાયેલો છે. જે ભૂમિ પરથી ‘વંદે માતરમ’નો નારો લગાવવામાં આવ્યો હતો, ત્યાંથી ‘વંદે ભારત’ને શરૂ કરવામાં આવ્યું હતું.” પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, “આજે 30 ડિસેમ્બરની તારીખનું ઈતિહાસમાં ઘણું મહત્વ છે. 30 ડિસેમ્બર, 1943ના રોજ નેતાજી સુભાષ ચંદ્ર બોઝે આંદામાનમાં ત્રિરંગો લહેરાવીને ભારતની આઝાદીનું બ્યુગલ ફૂંક્યું હતું. વર્ષ 2018 માં, આ ઘટનાની 75મી વર્ષગાંઠ પર, હું આંદામાન ગયો હતો અને એક ટાપુનું નામ પણ નેતાજીના નામ પર રાખ્યું હતું.
સીએમ મમતા બેનર્જી ગુસ્સે થઈ ગયા
તો, વડા પ્રધાન દ્વારા વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ દરમિયાન, હાવડા સ્ટેશન પર ‘જય શ્રી રામ’ ના નારા સાંભળીને સીએમ મમતા બેનર્જી ગુસ્સે થઈ ગયા. તેમણે મંચ પર ચઢવાની ના પાડી અને બહારથી જ કાર્યક્રમને સંબોધિત કર્યો. મુખ્યમંત્રીએ કહ્યું, “વડાપ્રધાન, તમારા માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. હું તમને વિનંતી કરીશ કે, આ કાર્યક્રમ ટૂંકો રાખો કારણ કે તમે હમણાં જ તમારી માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો.”
આ પણ વાંચો – PM Narendra Modi Family: હીરાબા લીલી વાડી જેવો પરિવાર પાછળ છોડી ગયા, આવો છે પીએમ મોદીનો પરિવાર
કોલકાતાના બીજેપી સાંસદ લોકેટ ચેટર્જીએ કહ્યું, “વડાપ્રધાનની માતાનું નિધન દુઃખની વાત છે. તેઓ આજે નથી આવી રહ્યા પરંતુ તેઓ હજુ પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં ભાગ લેશે અને દેશ પ્રત્યેની પોતાની જવાબદારીઓ નિભાવશે. તેમણે જ કહ્યું હતું કે, તેમની માતાએ તેમને આ બાબતો શીખવી હતી.