/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/PM-Modi-Foreign-Tours-cost.jpg)
પીએમ નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસો અને ખર્ચ (ફોટો ક્રેડિટ - નરેન્દ્ર મોદી ટ્વીટર)
કુલદીપ સિંહ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાત લીધા બાદ ભારત પરત ફર્યા છે. પીએમ મોદીએ તેમના કાર્યકાળના છેલ્લા 9 વર્ષમાં અત્યાર સુધીમાં 72 વિદેશ પ્રવાસ કર્યા છે. પીએમ મોદીના વિદેશ પ્રવાસને લઈને વિપક્ષ શરૂઆતથી જ આક્રમક રહ્યો છે. વિપક્ષ પીએમ મોદી પર દેશમાં ઓછા અને વિદેશમાં વધુ રહેવાનો આરોપ લગાવી રહ્યો છે. વિપક્ષનો આરોપ છે કે, વડા પ્રધાનના વિદેશ પ્રવાસો પર ખર્ચવામાં આવેલી જંગી રકમ ગરીબ નાગરિકો દ્વારા ચૂકવવામાં આવેલા ટેક્સના પૈસા છે. આખરે પીએમ મોદીએ પોતાના કાર્યકાળમાં કયા દેશોની યાત્રા કરી અને આ અધિકારીક યાત્રાઓ પર કેટલો ખર્ચ થયો છે, આ રિપોર્ટમાં જોઈએ.
પીએમ તરીકે, નરેન્દ્ર મોદી ભાજપ તરફથી સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન છે. સરકારી આંકડાઓ અનુસાર પીએમ મોદીએ પોતાના 9 વર્ષના કાર્યકાળમાં અત્યાર સુધીમાં 132 દેશોની મુલાકાત લીધી છે. જેમાં સૌથી વધુ 9 વખત અમેરિકાની મુલાકાતનો સમાવેશ થાય છે. જ્યારે પીએમ મોદી 7 વખત UAE, 7 વખત જાપાન, 6 વાર જર્મની-ફ્રાન્સ અને 5 વખત રશિયા-ચીન-નેપાળની મુલાકાત લઈ ચૂક્યા છે.
2014માં વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીની પહેલી મુલાકાત પડોશી દેશ ભૂટાનની હતી. PMની ભૂટાનની મુલાકાત પર લગભગ 2.5 કરોડ સરકારી રૂપિયા ખર્ચાયા હતા. પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 2014 માં પીએમ મોદીએ 7 વિદેશ યાત્રાઓ કરી હતી. આ દરમિયાન તેમણે 9 દેશોની મુલાકાત લીધી હતી.ભૂતાન બાદ પીએમ મોદીએ બ્રાઝિલ, નેપાળ, જાપાન, અમેરિકા, મ્યાનમાર, ઓસ્ટ્રેલિયા, ફિજી અને નેપાળની મુલાકાત લીધી હતી. 2014માં પીએમ મોદીના વિદેશ પ્રવાસ પર લગભગ 77 કરોડ 91 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તમને જણાવી દઈએ કે, પીએમના વિદેશ પ્રવાસ દરમિયાન ફ્લાઈટ, એરક્રાફ્ટના મેઈન્ટેનન્સ અને હોટલાઈન સુવિધાઓ પાછળ રૂપિયા ખર્ચવામાં આવે છે.
2015માં 28 દેશોનો પ્રવાસ કર્યો
પીએમ મોદીએ 2015માં સૌથી વધુ વિદેશ યાત્રાઓ કરી હતી. પીએમ મોદીએ 2015 માં 12 સત્તાવાર વિદેશ યાત્રાઓ કરી હતી. આ 12 પ્રવાસોમાં PM એ 28 દેશોની મુલાકાત લીધી. પીએમ મોદીએ શ્રીલંકા, મોરેશિયસ અને સેશેલ્સની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં લગભગ 15 કરોડ 85 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ પછી પીએમ મોદીએ સિંગાપોર, ફ્રાન્સ, જર્મની, કેનેડા, ચીન, મેંગો લિયા, દક્ષિણ કોરિયા, બાંગ્લાદેશ, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, રશિયા, તુર્કમેનિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન, યુએઈ, આયર્લેન્ડ, અમેરિકા, ઈંગ્લેન્ડ, તુર્કી, મલેશિયા, સિંગાપોર, ફ્રાંસ, રશિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની મુલાકાત લીધી. 2015માં પીએમના વિદેશ પ્રવાસ પર લગભગ 1 અબજ 33 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
2016માં 18 દેશોની મુલાકાત લીધી
પીએમ મોદીએ 2016માં 8 સત્તાવાર વિદેશ યાત્રાઓ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ 18 દેશોની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ પોતાના પ્રવાસની શરૂઆત બેલ્જિયમ, અમેરિકા અને સાઉદી અરેબિયાથી કરી હતી. તેમની મુલાકાત પાછળ 15 કરોડ 85 લાખનો ખર્ચ થયો હતો. આ પછી પીએમ મોદીએ ઈરાન, અફઘાનિસ્તાન, કતાર, સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, મેક્સિકો, ઉઝબેકિસ્તાન, મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા, તાન્ઝાનિયા, કેન્યા, વિયેતનામ, ચીન, લાઓસ અને જાપાનની મુલાકાત લીધી.
2017 માં જર્મની, રશિયા અને ફ્રાન્સની મુલાકાત લીધી
2017માં પીએમ મોદીએ 7 વિદેશની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કુલ 14 દેશોનો પ્રવાસ કર્યો, તેની શરૂઆત શ્રીલંકાથી કરી. આ પછી પીએમ મોદીએ જર્મની, સ્પેન, રશિયા, ફ્રાન્સ, કઝાકિસ્તાન, પોર્ટુગલ, અમેરિકા, નેધરલેન્ડ, ઈઝરાયેલ, જર્મની, ચીન, મ્યાનમાર અને ફિલિપાઈન્સની પણ મુલાકાત લીધી હતી.
2018 માં 23 દેશોની મુલાકાત લીધી
પીએમ મોદીએ 2018 માં 14 વિદેશી મુલાકાતો કરી. કુલ 23 દેશોની મુલાકાત લેવામાં આવી હતી. વર્ષની શરૂઆત સ્વિટ્ઝર્લેન્ડના પ્રવાસથી થઈ હતી. આ પછી પીએમ મોદીએ જોર્ડન, પેલેસ્ટાઈન, યુએઈ, ઓમાન, સ્વીડન, યુકે, જર્મની, ચીન, નેપાળ, રશિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપોર, ચીન, રવાન્ડા, યુગાન્ડા, દક્ષિણ આફ્રિકા, નેપાળ, જાપાન, સિંગાપોર, માલદીવ અને આર્જેન્ટીનાની મુલાકાત લીધી. સરકાર દ્વારા સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જૂન 2014 થી ડિસેમ્બર 2018 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાતો દરમિયાન ચાર્ટર્ડ ફ્લાઇટ્સ, એરક્રાફ્ટ મેઇન્ટેનન્સ અને હોટલાઇન સુવિધાઓ પર રૂ. 2,021 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
2019 માં આ પાડોશી દેશોની મુલાકાત લીધી
પીએમ મોદીએ 2019ની લોકસભા ચૂંટણી પહેલા દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી હતી. આ સફર પાછળ 9 કરોડ 48 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ પછી પીએમ મોદીએ હિંદ મહાસાગરમાં ભારતની પકડ મજબૂત કરવાના ઈરાદા સાથે શ્રીલંકા અને માલદીવની લોકસભા ચૂંટણીમાં જીત બાદ પ્રથમ વિદેશ પ્રવાસ કર્યો હતો. આ પછી પીએમ મોદીએ કિર્ગિસ્તાન, જાપાન, ભૂટાન, ફ્રાન્સ, યુએઈ, બહેરીન, રશિયા, યુએસએ, સાઉદી અરેબિયા, થાઈલેન્ડ અને બ્રાઝિલની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો - રોજગાર મેળામાં પ્રમોશન મેળવનારને પણ સરકાર લેટર વહેંચી રહી, વાયદો પૂરો કરવા ચાર મહિનામાં પાંચ લાખ નોકરી આપવી પડશે
2020 માં વિદેશ પ્રવાસ નથી કર્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2020 માં કોરોના મહામારીના કારણે કોઈ દેશની મુલાકાત લીધી ન હતી. તમને જણાવી દઈએ કે, વર્ષની શરૂઆતમાં જ કોરોના મહામારીના કારણે તમામ દેશોએ પોતાની સરહદો બંધ કરી દીધી હતી. ભારતમાં પણ, 2020 માં મોટાભાગના સમય માટે લોકડાઉન સમાન રહ્યું હતું.
2021માં 4 દેશોની મુલાકાત લીધી
2021માં પણ કોરોના મહામારીનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. કોરોનાનું નવું સ્વરૂપ ઘણા લોકોને મારી રહ્યું હતું. સ્વદેશી કોરોના રસી ભારતમાં બનાવવામાં આવી હતી. આ વર્ષે વડાપ્રધાને ત્રણ વિદેશ પ્રવાસ કર્,યા જેમાં તેમણે 4 દેશોની મુલાકાત લીધી. પીએમ મોદી પહેલા બાંગ્લાદેશ ગયા, પછી અમેરિકા, ઈટાલી અને યુકે ગયા.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us