Pamban Bridge: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પમ્બન બ્રિજનું ઉદ્ઘાટન, ભારતના પ્રથમ વર્ટિકલ સમુદ્રી પુલની ખાસિયત જાણો

India First Vertical Lift Sea Pamban Bridge: પમ્બન બ્રિજ દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ બ્રિજ છે. પંબન બ્રિજ 6790 ફૂટ લાંબો અને દરિયામાં 2.08 કિલોમીટર (2,078 મીટર) સુધી ફેલાયેલો છે. દરમિયામાં બનેલો પમ્બન બ્રિજ 100 વર્ષ સુધી સુરક્ષિત રહેશે

Written by Ajay Saroya
Updated : April 06, 2025 13:40 IST
Pamban Bridge: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પમ્બન બ્રિજનું ઉદ્ઘાટન, ભારતના પ્રથમ વર્ટિકલ સમુદ્રી પુલની ખાસિયત જાણો
Pamban Bridge Distance India First Vertical Lift Sea Bridge : પમ્બન બ્રિજ 2.08 કિલોમીટર લાંબો છે. (Ministry of Railways)

India First Vertical Lift Sea Pamban Bridge: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે પ્રાચીન તમિલ સંસ્કૃતિ, સભ્યતા અને તમિલ ઇતિહાસને દર્શાવતો પમ્બન બ્રિજ દેશને સમર્પિત કર્યું છે. આ દેશનો પહેલો વર્ટિકલ લિફ્ટ બ્રિજ હશે જે દરિયાના પાણીમાં બનાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના રામેશ્વરમમાં આ ટ્રેનનું ઉદ્ઘાટન કરશે.

Pamban Bridge Distance : પમ્બન બ્રિજની લંબાઇ

આ દેશનો પહેલો વર્ટિકલ લિફ્ટ બ્રિજ હશે. નવો પંબન બ્રિજ 6,790 ફૂટ લાંબો છે અને દરિયામાં 2.08 કિલોમીટર (2,078 મીટર) સુધી ફેલાયેલો છે. પીએમ મોદી રવિવારે બપોરે 12 વાગ્યે પમ્બન બ્રિજનું ઉદ્ઘાટન કરશે.

પમ્બન બ્રિજનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદી એ બપોરે 12.20 વાગ્યે રામેશ્વરમ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં પૂજા-અર્ચના કર્યા બાદ તેઓ બપોરે 1.15 વાગ્યે મંદિરથી નીકળ્યા હતા. તેઓ બપોરે 1.30 વાગ્યે રામેશ્વરમમાં વિવિધ પરિયોજનાઓનો શુભારંભ કર્યું હતું. તેઓ તમિલનાડુમાં રૂ. 8,300 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલવે અને રોડ પ્રોજેક્ટ માટે શિલારોપણ પણ કર્યું તથા રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.

આ દરમિયાન પીએમ મોદી ત્યાં હાજર જનતાને પણ સંબોધિત કર્યું હતું. પમ્બન બ્રિજનું નિર્માણ મેક ઇન ઇન્ડિયા હેઠળ કરવામાં આવ્યું છે, જે આગામી 100 વર્ષ સુધી સુરક્ષિત રહેશે.

ભારતીય રેલવેના પ્રવક્તા દિલીપ કુમારે ટીવીચેનલ સાથે વાત કરતા કહ્યું કે, દેશનો શ્રેષ્ઠ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર પમ્બન બ્રિજ તૈયાર થઈ ગયો છે. તેનું નિર્માણ મેક ઇન ઇન્ડિયા હેઠળ કરવામાં આવ્યું છે અને તે આગામી 100 વર્ષ સુધી સુરક્ષિત રહેશે. તેમણે જણાવ્યું હતું કે, જૂના પુલને ખોલવામાં સામાન્ય રીતે લગભગ 45 મિનિટનો સમય લાગે છે, જ્યારે નવો પુલ માત્ર પાંચ મિનિટમાં ખોલી શકાય છે અને ત્રણ મિનિટમાં તેને બંધ કરી શકાય છે.

તેમણે કહ્યું કે પમ્બન બ્રિજ નજીક દરિયાઇ પવન ખૂબ જ ઝડપથી ફૂંકાય છે. ક્યારેક 100 કિમીની ઝડપે પવન ફૂંકાય છે. આવી સ્થિતિમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિગ્નલને પવનની ગતિ સાથે જોડી દેવામાં આવ્યું છે. જેમ કે 50 કિમીથી વધુની ઝડપે પવન ફુંકાશે કે તરત જ ટ્રેનનું સંચાલન અટકી જશે. વ્યૂહાત્મક મહત્વની દ્રષ્ટિએ આ પુલની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સ્થિતિમાં બ્રિજની આસપાસ હાઈ-રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યો છે. પુલ પરની દરેક પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવશે.

Pamban Bridge Speciality : પમ્બન બ્રિજની ખાસિયત

  • પમ્બન બ્રિજ ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ બ્રિજ હોવાનું ગૌરવ ધરાવે છે.
  • નવો પમ્બન બ્રિજ દરિયામાં 6,790 ફૂટ લાંબો છે.
  • સમુદ્ર પાર તેની 100 કમાનો બનેલી છે.
  • 99 કમાનો ૧૮.૩ મીટર ઉંચી છે અને સેન્ટ્રલ વર્ટિકલ કમાન 72.5 મીટર ઉચી છે.
  • તે નજીકના સૌથી જૂના રેલ્વે પુલ કરતા 3 મીટર ઉંચો છે.
  • તેમાં ભવિષ્યના ડબલ ટ્રેક બાંધકામ માટેનો પાયો અને માળખું છે.
  • તેને રેલવે રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (આરટીએસઓ) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ