/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/PM-Narendra-modi-2.jpg)
પીએમ નરેન્દ્ર મોદી - Photo - ANI
પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ થકી કોલકાતામાં થઈ રહેલી જી20 એન્ટી કરપ્સન વર્કિંગ ગ્રૂપની ત્રીજી અને અંતિમ બેઠકને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે ભારત કરપ્શન વિરુદ્ધમાં છે આ અંગે જીરો ટોલરેન્સની કડક નીતિ અપનાવી છે. પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચારની અસર ગરીબો અને હાંસિયામાં રહેનારા લોકો ઉપર સૌથી વધારે પડે છે. ભ્રષ્ટાચારથી લડવું અમારું લોકો પ્રત્યે પવિત્ર કર્તવ્ય છે.
શું બોલ્યા પીએમ મોદી?
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે વ્યવસાયો માટે અનેક રસ્તાઓ ખોલ્યા છે. આની પ્રોસેસની ખૂબ જ આસાન બનાવી છે. પીએમ મોદીએ કહ્યું કે મને ખુશી છે કે કાયદા પ્રવર્તન એજન્સીઓ વચ્ચે અનૌપચારિક સહયોગ પર સહમિતી બની ગઈ છે. કારણ કે આનાથી અપરાધીક કાયદાઓની ખામીઓનો ફાયદો ઉઠાવવાથી રોકી શકાય છે.
VIDEO | "To expedite the recovery of foreign assets, G20 countries can set an example by using non-conviction based confiscation. This will ensure swift return and extradition of criminals after the due judicial process," says PM Modi as he virtually addresses G20 anti-corruption… pic.twitter.com/9vP9RnEQZl
— Press Trust of India (@PTI_News) August 12, 2023
ગુનેગારોની કડક મોટી વસૂલી
પીએમ મોદીએ કહ્યું કે અમારું સરકારી ઈ માર્કેટપ્લેસ અથવા જીઈએમ પોર્ટલ સરકારી ખરીદીમાં વધારે ટ્રાન્સપરન્સી લાવ્યું છે. અમે 2018માં આર્થિક અપરાધી અધિનિયમ બનાવ્યો. ત્યારે અમે આર્થિક અપરાધિઓ અને ભાગેડુંઓથી આશરે 1.8 બિલિયન ડોલરથી વધારે સંપત્તિ જપ્ત કરી છે. ધન શોધન નિવારણ અધિનિયમ અંતર્ગત અમારી સરકાર 2014થી અત્યાર સુધી અપરાધીઓ સાથે 12 બિલિયન ડોલરથી વધારે સંપ્તિ જપ્ત કરી છે.
રવિન્દ્રનાથ ટાગોરનો કર્યો ઉલ્લેખ
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે રવિન્દ્રનાથ ટાગોરે આપણને લાલચ પ્રત્યે ચેતવ્યા હતા. કારણ કે આપણે આને સચ્ચાઈનો અહેસાસ કરવાથી રોકે છે. પીએમ મોદીએ કહ્યું કે જી-20માં આપણા સામૂહિક પ્રયાસ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર સંસાધનોના આવંટનને પ્રભાવિત કરે છે. બજારોને તોડી નાંખી છે એટલા માટે ભારતે આ તરફ કડક પગલાં ઉઠાવ્યા છે.
જી-20 ભ્રષ્ટાચાર નિરોધી મંત્રીસ્તરીય અધ્યક્ષતા કેન્દ્રીય કાર્કિ, લોક ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કરી હતી. બેઠકમાં જી -20 સભ્યો, 10 આમંત્રિત દેશો અને વિભિન્ન આંતરરાષ્ટ્રીય સંગઠનોના 154થી વધારે પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us