પીએમ નરેન્દ્ર મોદીને શ્રીકૃષ્ણનું પેઇન્ટિંગ ભેટમાં આપનાર મુસ્લિમ મહિલા કોણ છે? પોતાને ગણાવે છે કૃષ્ણની પરમ ભક્ત

Jasna Salim Gift Shri Khrishna Painting To PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુરુવાયુર મંદિરમાં એક મુસ્લિમ મહિલાએ ભગવાન શ્રી કૃષ્ણનું પેઈન્ટિંગ ભેટમાં આપ્યું છે. જમાતના વિરોધ વચ્ચે પણ આ મહિલા સતત કૃષ્ણના પેઇન્ટિંગ દોરી રહી છે.

Jasna Salim Gift Shri Khrishna Painting To PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુરુવાયુર મંદિરમાં એક મુસ્લિમ મહિલાએ ભગવાન શ્રી કૃષ્ણનું પેઈન્ટિંગ ભેટમાં આપ્યું છે. જમાતના વિરોધ વચ્ચે પણ આ મહિલા સતત કૃષ્ણના પેઇન્ટિંગ દોરી રહી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi Jasna Salim Shri Khrishna Painting | PM Narendra Modi with Jasna Salim | Jasna Salim gift PM Narendra Modi | PM Narendra Modi | Jasna Salim | Jasna Salim Shri Khrishna Painting | Jasna Salim Painting

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુરુવાયુર મંદિરમાં જસના સલીમે ભગવાન શ્રી કૃષ્ણનું પેઈન્ટિંગ ભેટમાં આપ્યું છે. (Photo - @narendramodi)

Jasna Salim Gift Shri Khrishna Painting To PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુરુવાયુર મંદિરમાં એક મુસ્લિમ મહિલાએ ભગવાન શ્રી કૃષ્ણનું પેઈન્ટિંગ ભેટમાં આપ્યું છે. તે મહિલાનું નામ જસના સલીમ છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકીને આ જાણકારી આપી છે. પીએમ મોદીએ લખ્યું છે કે ગુરુવાયુરમાં મને જસના સલીમ પાસેથી ભગવાન શ્રી કૃષ્ણની પેઇન્ટિંગ મળી છે. તે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે. આ તેની પરિવર્તનશીલ શક્તિનો પુરાવો છે. તે ઘણા વર્ષોથી મુખ્ય તહેવારો પર ગુરુવાયુર મંદિરમાં શ્રી કૃષ્ણના ચિત્રો અર્પણ કરી રહી છે. લોકોને તેમની પાસેથી પ્રેરણા મળે છે.

Advertisment

જસીના સલીમના ઇન્સ્ટાગ્રામ પર 87.9 હજાર ફોલોઅર્સ છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર અસંખ્ય પેઇન્ટિંગ પોસ્ટ કર્યા છે. આ તમામ ચિત્રો ખૂબ જ આકર્ષક છે. લોકોએ તેમના પેઇન્ટિંગની ખૂબ પ્રશંસા કરી છે. કુલ મળી એમ કહી શકાય કે લોકો તેની પેઈન્ટિંગના દિવાના છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક કલાકાર તરીકે પોતાની ઓળખ જાહેર કરી છે. તેમણે પોતાને ભગવાન શ્રી કૃષ્ણના ચિત્રકાર તરીકે દર્શાવ્યા છે.

કેરળના કોઝિકોડની રહેવાસી છે જસના સલીમ

જસના સલીમ કેરળના કોઝિકોડની રહેવાસી છે. તે મુસ્લિમ મહિલા છે. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત છે. જસના છેલ્લા 8-9 વર્ષથી ભગવાન શ્રી કૃષ્ણના ચિત્રો દોરે છે. તેમણે હવે સેંકડો ચિત્રો દોર્યા છે. દેશભરના લોકો તેમને ભગવાન શ્રી કૃષ્ણની પેઇન્ટિંગ માટે ઓર્ડર આપે છે. કેરળ ઉપરાંત તેમને કર્ણાટક અને તમિલનાડુમાંથી પણ ઓર્ડર મળે છે.

Advertisment

જસના કેરળ જિલ્લાના કોઇલેન્ડીમાં એક રૂઢિચુસ્ત પરિવારમાંથી આવે છે. શરૂઆતમાં તેમને ઘણા સંબંધીઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જો કે, તેણે પેઇન્ટિંગ કરવાનું છોડ્યં નહીં. તેઓ પરિણીત છે અને તેમને બાળકો છે.

જસનાના જણાવ્યા મુજબ, તેમણે એક પણ સંબંધીની વાત સાંભળી નહી અને પોતાનું પેઇન્ટિંગ ચાલુ રાખ્યુ હતુ. તેઓ કેનવાસ અને ગ્લાસ પર પણ પેઇન્ટ કરે છે. તેમના ચિત્રોમાં ભગવાન શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપમાં માખણ ખાતા નજરે પડે છે.

જસનાએ મીડિયાને કહ્યું હતું કે, “હું વર્ષોથી પેઇન્ટિંગ કરું છું. "મેં અગાઉ સ્કેચ પણ દોર્યા ન હતા પરંતુ એવું લાગતુ હતુ કે ભગવાન શ્રી કૃષ્ણની છબી વર્ષોથી મારા મનમાં અંકિત છે." જસના ઉલાયનાડ શ્રી કૃષ્ણ મંદિરમાં પહેલીવાર પોતાની પેઇન્ટિંગના લોન્ચિંગમાં ગઇ હતી. આ પહેલીવાર થયુ છે જ્યારે તેમણે મંદિરની અંદરની મૂર્તિ જોઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેમના પેઇન્ટિંગનો પ્રવાસ ચાલુ છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ નરેન્દ્ર મોદી PM Narendra Modi