/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-PM-Modi-Birthday.jpg)
નરેન્દ્ર મોદી ફાઇલ તસવીર (ફોટો સ્ત્રોત: ANI)
PM Modi Birthday: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. વિશ્વકર્મા જયંતિ પણ આ દિવસે છે. PM મોદીના જન્મદિવસ પર આજે નવી સંસદમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર નવી સંસદમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે. કાર્યક્રમમાં હાજરી આપવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુનને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે, પરંતુ તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. ખડગેનો આરોપ છે કે તેમને આ આમંત્રણ મોડું મળ્યું હતું. તેમણે રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને પત્ર લખીને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યક્રમ માટે વિલંબિત આમંત્રણ મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે આ કાર્યક્રમ 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે છે, જ્યારે ખડગેને 15 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સરકારને પહેલાથી જ ખબર હતી કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની પહેલાથી જ નિર્ધારિત બેઠક હૈદરાબાદમાં 16-17 સપ્ટેમ્બરે યોજાવાની છે.
પત્રમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'હું આ પત્ર ખૂબ નિરાશા સાથે લખી રહ્યો છું. મને 15મી સપ્ટેમ્બરની સાંજે નવા સંસદ ભવન ખાતે ધ્વજવંદન સમારોહ માટે તમારું આમંત્રણ મળ્યું, જે ઘણું મોડું થયું છે. હું CWCની બેઠકો માટે હૈદરાબાદમાં રહીશ. આ કાર્યક્રમ પહેલેથી જ નક્કી છે. હું 17મી સપ્ટેમ્બરે મોડી દિલ્હી પરત આવીશ, તેથી આવતીકાલે સવારે ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપી શકીશ નહીં.
લોકસભા સચિવાલયના જણાવ્યા અનુસાર, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર નવા સંસદ ભવનનાં પ્રાંગણ પર ધ્વજ ફરકાવશે. આ અવસર પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, કેન્દ્રીય સંસદીય બાબતોના રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને વી મુરલીધરન અને રાજ્યસભા અને લોકસભામાં વિવિધ પક્ષોના નેતાઓ પણ હાજર રહેશે. .


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us