Global South Summit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi)વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના સમાપન સત્ર દરમિયાન શુક્રવારે કહ્યું કે જી-20ની અધ્યક્ષતા દ્વારા ભારત ગ્લોબલ સાઉથને અવાજ આપશે અને એ સુનિશ્ચિત કરશે કે દુનિયા વૈશ્વીકરણ માટે માનવ કેન્દ્રીત દ્રષ્ટિકોણ અપનાવે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કહ્યું કે અમે વૈશ્વીકરણના સિદ્ધાંતની પ્રશંસા કરીએ છીએ. ભારતે હંમેશા દુનિયાને એક પરિવારના રુપમાં જોઇ છે. નવા વર્ષની શરૂઆત નવી આશાનો સમય છે. આપણે બધા ગ્લોબલાઇઝેશનનું સમર્થન કરીએ છીએ.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને બ્રેટન વુડ્સ સંસ્થાઓ સહિત પ્રમુખ આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં તત્કાલ એક મૌલિક સુધારની જરૂરિયાત છે.
માનવતાની ભલાઇ અમારો ઉદ્દેશ્ય – પીએમ નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે છેલ્લા બે દિવસોમાં ગ્લોબલ સાઉથની આ મોટી વર્ચુઅલ સમિટમાં 120થી વધારે વિકાસશીલ દેશો હાજર રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે વિકાસશીલ દેશ વૈશ્વીકરણ ઇચ્છે છે. અમે ઇચ્છીએ છીએ કે જલવાયુ સંકટ સામે ઉકેલ એક સાથે તેની સાથે લડીને જ સંભવ છે. આપણે વૈશ્વીકરણ ઇચ્છીએ છીએ જે સમગ્ર રુપથી માનવતા માટે સમૃદ્ધિ અને કલ્યાણ લાવે. છેલ્લા 3 વર્ષો વિકાસશીલ દેશો માટે ઘણા મુશ્કેલ રહ્યા છે.
આ પણ વાંચો – વસુંધરા રાજે કે કોઇ અન્ય, રાજસ્થાન ચૂંટણીમાં કોણ કરશે બીજેપીનું નેતૃત્વ?
આરોગ્ય મૈત્રી પરિયોજનાની જાહેરાત
પીએમ મોદીએ આ દરમિયાન આરોગ્ય મૈત્રી પરિયોજનના નિર્માણની જાહેરાત કરી. પીએમે કહ્યું કે મને એક નવા પ્રોજેક્ટ આરોગ્ય મૈત્રી વિશે જણાવતા ખુશી થઇ રહી છે. આ પરિયોજના અંતર્ગત ભારત પ્રાકૃતિક આપદા કે માનવીય સંકટથી પ્રભાવિત કોઇપણ વિકાસશીલ દેશને જરૂરી મેડિકલ સહાયતા ઉપલબ્ધ કરાવશે. અંતરિક્ષ પ્રોદ્યોગિક અને પરમાણુ ઉર્જામાં ભારતની પ્રગતિનો હવાલો આપતા કહ્યું કે ભારત અન્ય વિકાસશીલ દેશો સાથે પોતાની વિશેષજ્ઞતા શેર કરવા માટે તેની શરૂઆત કરી રહ્યું છે.