પૂર્વોત્તરમાં પ્રચંડ જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ભાજપના મુખ્યાલયથી દેશભરના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે હાજર રહેલા બધા લોકો પોતાનો મોબાઇલ કાઢીને ફ્લેશ લાઇટ કરો. છેલ્લા ઘણા વર્ષોમાં ભાજપા મુખ્યાલય અનેક અવસરોનું સાક્ષી બન્યું છે. હું ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની જનતાનું માથું ઝુકાવીને અભિનંદન કરું છું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે નોર્થ ઇસ્ટ હવે ના દિલથી દૂર છે અને ના દિલ્હીથી દૂર છે. બીજેપીએ રાજનીતિની દિશા બદલી દીધી છે. આપણા વિજય અભિયાનનું રહસ્ય ત્રિવેણીમાં છુપાયેલું છે અને ત્રીજી શક્તિ આપણા ભાજપના કાર્યકર્તા છે. હું તેમને નમન કરું છું. તેમનો સેવા ભાવ અતુલ્ય છે. અમે દેશને રાજનીતિની નવી સંસ્કૃતિ આપી છે. અમારા કામની રીતમાં કોઇ ભેદભાવ હોતો નથી. અમે બધાની સાથે કામ કરીએ છીએ. ભાજપાનું વિકાસ મોડલ દેશહિતને પ્રથમ રાખે છે.
પીએમ મોદીએ કહ્યું કે આપણી પાર્ટીએ મોટીથી મોટી મુશ્કેલીઓ જોઈ છે. પહેલા મુશ્કેલ લક્ષ્યોને હાથ લગાવવામાં આવતો ન હતો. આજે ભારતની વિકાસની ઝડપની દુનિયામાં ચર્ચા થઇ રહી છે. આજે નાગાલેન્ડમાં પ્રથમ વખત કોઇ મહિલા ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચી છે.
આ પણ વાંચો – ત્રિપુરા ચૂંટણી પરિણામ 2023 : ભાજપને સાધારણ બહુમતી મળતાં ટીપ્રા મોથાની કિંગમેકર બનવાની આશા ધૂંધળી
પીએમ મોદીના નેતૃત્વમાં નોર્થ ઇસ્ટને વિકાસની મુખ્યધારામાં લઇને આવ્યા – જેપી નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે પ્રધાનમંત્રીએ નોર્થ ઇસ્ટને આગળ વધાર્યું છે. બધા કાર્યકર્તાઓ તરફથી પીએમનું અભિનંદન કરીએ છીએ. આપણે પીએમ મોદીના નેતૃત્વમાં નોર્થ ઇસ્ટને વિકાસની મુખ્યધારામાં લઇને આવ્યા. પીએમના નેતૃત્વમાં નાગાલેન્ડ અને મેઘાલયમાં આગળ વધી રહ્યા છીએ. પીએમ મોદી 50થી વધારે વખત નોર્થ ઇસ્ટ ગયા છે. અમે દૂરનો વિચાર અને સંકલ્પ લઇને આગળ વધ્યા છીએ. લુક ઇસ્ટ દ્વારા પૂર્વોત્તરને આગળ વધાર્યા.
જેપી નડ્ડાએ કહ્યું કે પીએમ મોદીએ નોર્થ ઇસ્ટની તસવીર અને તકદીર બદલી દીધી છે. આજે નોર્થ ઇસ્ટ શાંતિ માટે ઓળખાય છે. કોંગ્રેસે નોર્થ ઇસ્ટને એટીએમ સમજી રાખ્યું હતું. જનતા દરેક સ્થાને કમળ જ કમળ ઉગાડી રહી છે.