પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું : જમ્મુમાં હવે AIIMS અને IIT- IIM પણ છે, પરિવારવાદ પર કર્યો પ્રહાર

PM Narendra Modi : પીએમ મોદીએ કહ્યું કે એક દિવસ એવો હતો જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી માત્ર નિરાશાજનક સમાચાર જ આવતા હતા. પરંતુ આજે જમ્મુ-કાશ્મીર વિકસિત હોવાના દૃઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે.

Written by Ashish Goyal
Updated : February 21, 2024 17:43 IST
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું : જમ્મુમાં હવે AIIMS અને IIT- IIM પણ છે, પરિવારવાદ પર કર્યો પ્રહાર
પીએમ નરેન્દ્ર મોદી (તસવીર - બીજેપી ટ્વિટર)

PM Narendra Modi in Jammu Kashmir : જમ્મુમાં જનસભાને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમનો લક્ષ્યાંક જમ્મુ અને કાશ્મીરને એક વિકસિત રાજ્ય બનાવવાનો છે અને તેમની સરકાર આ સંકલ્પ સાથે કામ કરી રહી છે. આ દરમિયાન પીએમ મોદીએ પરિવારવાદની રાજનીતિ ઉપર પણ પ્રહાર કર્યો હતો અને કહ્યું કે આનું નુકસાન આપણા યુવા પુત્ર-પુત્રીઓ ભોગવી રહ્યા છે. પીએમની આ સભા જમ્મુના મૌલાના આઝાદ મેદાનમાં યોજાઈ હતી.

પ્રધાનમંત્રીનો આ પ્રવાસ વિકસિત ભારત વિકસિત જમ્મુ વડાપ્રધાન મોદીની કાર્યક્રમ અંતર્ગત થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા પીએમની આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જાણો પીએમ મોદીના ભાષણના મહત્વની વાતો.

પીએમ નરેન્દ્ર મોદીના ભાષણના મહત્વની વાતો

  • જમ્મુના મૌલાના આઝાદ મેદાનમાં પીએમ મોદીએ કહ્યું કે નવું ભારત પોતાની વર્તમાન પેઢીને આધુનિક શિક્ષા આપવા માટે વધારેમાં વધારે ખર્ચ કરી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં રેકોર્ડ સંખ્યામાં સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીનું નિર્માણ થયું છે.

  • પીએમ નરેન્દ્ર મોદીએ પરિવારવાદ પર પ્રહાર કરતા કહ્યું કે જે સરકારો માત્ર એક પરિવારને આગળ વધારવામાં લાગેલી છે, તે સરકાર પોતાના રાજ્યના બીજા યુવાઓનું ભવિષ્ય દાવ પર લગાવે છે. આવી પરિવારવાદી સરકારો યુવાનો માટે યોજનાઓ બનાવવામાં પણ પ્રાથમિકતા આપતા નથી. ફક્ત તેમના પરિવાર વિશે જ વિચારનારા લોકો ક્યારેય તમારા પરિવારની ચિંતા કરશે નહીં. મને ખુશી છે કે જમ્મુ અને કાશ્મીરને આ પરિવારની રાજનીતિમાંથી મુક્તિ મળી રહી છે.

આ પણ વાંચો – NRC પર મમતા બેનર્જીએ, કહ્યું – લોહી આપી દઇશું પણ એનઆરસી લાગુ નહીં કરીએ

  • પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકો જે ઉત્સાહ અને સ્પષ્ટતા સાથે મારી સાથે વાત કરી રહ્યા હતા અને તેમના અનુભવો વર્ણવી રહ્યા હતા, તે તેમની ખુશી અને સંતોષ દર્શાવે છે. દેશમાં જે પણ વ્યક્તિ આ વાતચીત સાંભળશે, તેમનું મનોબળ વધશે. તેમનો વિશ્વાસ મજબુત થયો હશે. તેમને ‘મોદીની ગેરંટી’નો સાચો મતલબ સમજમાં આવી રહ્યો હશે.

  • પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક દિવસ એવો હતો જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી માત્ર નિરાશાજનક સમાચાર જ આવતા હતા. બોમ્બ, બંદૂક, અપહરણ, અલગાવવાદ. આવી વાતો જમ્મુ-કાશ્મીરની દુર્ભાગ્ય બનાવી દીધી હતી. પરંતુ આજે જમ્મુ-કાશ્મીર વિકસિત હોવાના દૃઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે.

  • વિકાસ યોજનાઓનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે હવે અમે વિકસિત જમ્મુ કાશ્મીર માટે સંકલ્પ લીધો છે. મને પોતાના પર વિશ્વાસ છે કે અમે વિકસિત જમ્મુ કાશ્મીર બનાવીને રહીશું. તમારા સપના છેલ્લા 70-70 વર્ષથી અધૂરા રહ્યા, આવનારા થોડા વર્ષોમાં મોદી તેને પૂર્ણ કરશે.

  • પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું લખપતિ દીદીની વાત કરું છું તો દિલ્હીના એસી રૂમમાં બેસીને દુનિયાભરની ગંધ ઉછાળી રહ્યા છે, તેમના ગળામાં ઉતરતું જ નથી કે ગામમાં કોઈ લખપતિ દીદી બની શકે છે. સાયના જી તમે આ કરીને બતાવ્યું છે. હવે તેમને સમજ આવશે કે આ થઇ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ