પ્રાણ પ્રતિષ્ઠા પછી, કુબેર ટીલામાં પૂજા… આ છે PM મોદીની અયોધ્યા મુલાકાતનું સંપૂર્ણ શેડ્યૂલ

PM Narendra Modi Ayodhya Schedule : અયધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થશે,આ માટે તૈયારીઓને આખરી ઓપ, ત્યારે જોઈએ પીએમ નરેન્દ્ર મોદીનો પૂરો કાર્યક્રમ

Written by Kiran Mehta
Updated : January 20, 2024 17:17 IST
પ્રાણ પ્રતિષ્ઠા પછી, કુબેર ટીલામાં પૂજા… આ છે PM મોદીની અયોધ્યા મુલાકાતનું સંપૂર્ણ શેડ્યૂલ
પીએમ મોદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા શિડ્યુલ

PM Modi Ayodhya Schedule : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેના મુખ્ય અતિથિ છે. PM મોદીનું 22 જાન્યુઆરીનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. PM મોદી 22 જાન્યુઆરીએ સવારે 10.25 વાગ્યે અયોધ્યા એરપોર્ટ પહોંચશે અને સવારે 10.55 વાગ્યે શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચશે. પીએમ મોદી 12:05 મિનિટે રામલલાનો અભિષેક કરશે અને પૂજા કરશે.

પીએમ મોદી કુબેર ટીલા પર શિવ મંદિર જશે

પ્રાણ પ્રતિષ્ઠા પછી પીએમ મોદીનો કાર્યક્રમ ખતમ નહીં થાય. પીએમ મોદી બપોરે 1 વાગ્યે અયોધ્યામાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારબાદ 2:15 વાગ્યે કુબેર ટીલાના શિવ મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે.

રામ મંદિરના અભિષેક પહેલા અયોધ્યાને ભવ્ય રીતે સજાવવામાં આવી રહી છે. આ સિવાય દેશભરમાં મંદિરોને સજાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કારણે દેશભરમાં ફૂલોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. અયોધ્યામાં મંદિરને સુશોભિત કરવા માટે, દેશના સૌથી મોટા ફૂલ બજાર, ગાઝીપુર, દિલ્હીથી છેલ્લા 3-4 દિવસથી દરરોજ ફૂલો અયોધ્યા મોકલવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, દિલ્હીના મોટા મંદિરોને સજાવવા માટે ગાઝીપુર મંડીમાં ફૂલના વેપારીઓ સાથે મંદિર પ્રશાસન દ્વારા ફૂલોનું એડવાન્સ બુકિંગ કરવામાં આવી રહ્યું છે. ફૂલોના ભાવમાં પણ વધારો થયો છે.

ગાઝીપુર મંડીના સચિવ મનોજ કુમારે જણાવ્યું હતું કે, છેલ્લા 3-4 દિવસથી દરરોજ ગાઝીપુર મંડીથી અયોધ્યા માટે ફૂલો મોકલવામાં આવી રહ્યા છે અને માંગ મુજબ દરરોજ ઓછામાં ઓછા 2-4 કન્ટેનર ફૂલો મોકલવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો – Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિર ઉપરાંત આ સ્થળે પૂજા – દર્શન કરવા ભક્તોનું ધસારો, જાણો કેમ અને તેનું મહત્વ

ભાજપ શાસિત રાજ્યોમાં 22 જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે તમામ કેન્દ્રીય કર્મચારીઓ માટે અડધા દિવસની રજા જાહેર કરી છે. દિલ્હી સરકારે પણ અડધા દિવસની રજા જાહેર કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ