PM Narendra Modi Birthday : પીએમ નરેન્દ્ર મોદી કઇ કંપનીની કાર વાપરે છે, તેની કિંમત અને કેટલી સુરક્ષિત છે?

PM Narendra Modi Car Name Price and Safety Features : પીએમ નરેન્દ્ર મોદીના કાફલામાં આ દમદાર કારને 2021માં સામેલ કરવામાં આવી છે અને રિપોર્ટ્સ અનુસાર તેની કિંમત 12 કરોડ રૂપિયાથી વધુ છે.

PM Narendra Modi Car Name Price and Safety Features : પીએમ નરેન્દ્ર મોદીના કાફલામાં આ દમદાર કારને 2021માં સામેલ કરવામાં આવી છે અને રિપોર્ટ્સ અનુસાર તેની કિંમત 12 કરોડ રૂપિયાથી વધુ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi Birthday | PM Narendra Modi Special Car Name | PM Narendra Modi Car Safety | PM Narendra Modi Car Name and Price | PM Narendra Modi Car Complete Details | PM Modi Mercedes-Maybach S650 Guard | Mercedes-Maybach S650 Guard Safety Features

પીએમ નરેન્દ્ર મોદી સ્પેશિયલ કારની એક ખાસિયત એ છે કે તે પંચર થયા પછી પણ કોઈ સમસ્યા વિના દોડતી રહે છે.

PM Narendra Modi Car Mercedes-Maybach S650 Guard Safety Features : પીએમ નરેન્દ્ર મોદીની વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં ગણતરી થાય છે જેમના માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મોટી સંખ્યામાં ચાહકો છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને આ અવસર પર લોકો તેમના વિશે વિવિધ બાબતો વિશે જાણકારી મેળવી રહ્યા છે, જેમા તેમની સંપત્તિથી લઈને તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનોની વિગતો શામેલ છે. આજે અમે તમને પીએમ મોદીના કાફલામાં સામેલ કારની વિગતો જણાવીશું, જે હરતા-ફરતા એક બંકરથી ઓછી નથી.

Advertisment

પીએમ નરેન્દ્ર મોદીની કાર મર્સિડીઝ મેબેક એસ650 ગાર્ડ (PM Narendra Modi Car Mercedes-Maybach S650 Guard )

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે જે કાર છે, તેનું નામ મર્સિડીઝ-મેબેક એસ650 ગાર્ડ છે, જેની એક્સ-શોરૂમ કિંમત 12 કરોડ રૂપિયાથી વધુ છે. તે રેન્જ રોવર વોગ અને ટોયોટા લેન્ડ ક્રુઝરનું અપગ્રેડ છે જેનો તેઓ તાજેતરમાં ઉપયોગ કરી રહ્યા છે. પીએમ મોદી ડિસેમ્બર 2021માં પહેલીવાર આ કારમાં જોવા મળ્યા હતા જ્યારે તેઓ હૈદરાબાદ હાઉસમાં ભારતની મુલાકાતે આવેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા.

Mercedes-Maybach S650 Guard એક લક્ઝરી બુલેટ-પ્રૂફ સલૂન કાર છે જે PM મોદીના કાફલામાં ઉમેરવામાં આવી છે. Mercedes-Maybach S650 Guardની નવી એડિશન છે, જેને 2019માં વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવી હતી. આ સેડાન ભારતમાં સત્તાવાર રીતે લૉન્ચ કરવામાં આવી ન હતી, મર્સિડીઝ-બેન્ઝે 2016માં દેશમાં Maybach S600 Guard લૉન્ચ કરી હતી જેની કિંમત રૂ. 10.50 કરોડ, એક્સ-શોરૂમ હતી. પીએમ મોદીની નવી Mercedes-મેબેક S650 ગાર્ડની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી અને તે તેમાં ઇન્સ્ટોલ કરેલા વિકલ્પોના આધારે બદલાય છે. જો કે, તેની કિંમત આશરે રૂ. 12 કરોડ થી 15 કરોડ (લગભગ ટેક્સ વગર) હોવાની ધારણા છે.

Advertisment

પીએમ મોદીની કાર બોમ્બ, બુલેટ અને ગેસ હુમલા સામે સુરક્ષિત

PM મોદીના મર્સિડિઝ મેબેક એસ650 ગાર્ડની મુખ્ય વિશેષતાઓ વિશે વાત કરીએ તો, તેને VR10-લેવલની રક્ષણ મળે છે, જે એક પ્રોડક્શન કાર પર ઉપલબ્ધ બખ્તરબંદ સુરક્ષાનું ઉચ્ચત્તમ સ્તર છે. એક લક્ઝરી સૈલૂન કઠોર સ્ટીલ બંદુકની બુલેટનો સામનો કરી શકે છે અને તેને એક્સપ્લોઝિવ રેઝિસ્ટન્ટ વ્હીકલ (ERV) 2010 રેટિંગ પણ મળ્યું છે. આનો અર્થ એ છે કે તે માત્ર બે મીટરના અંતરથી 15 કિલો TNT બ્લાસ્ટથી મુસાફરીને સુરક્ષિત કરી શકે છે. કારનો નીચેનો ભાગ તેની અંદર બેઠેલા લોકોને સીધા વિસ્ફોટોથી બચાવવા માટે ભારે બખ્તરબંધથી સજ્જ કરાયું છે. ઉપરાંત ગેસ એટેકની સ્થિતિમાં તેના કેબીનને અલગથી એર સપ્લાય મળે છે.

પીએમ નરેન્દ્ર મોદીની કારમાં પાવરફુલ એન્જિન

વડાપ્રધાન મોદીના કાફલામાં સમાવિષ્ટ મર્સિડિઝ-મેબેક S650 ગાર્ડને પાવર આપવા માટે, તેમાં 6.0-લિટર ટ્વીન-ટર્બો V12 એન્જિન લગાવવામાં આવ્યું છે જે 523 HPની મહત્તમ શક્તિ અને 830 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનના આધારે આ કાર 190 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ હાંસલ કરી શકે છે.

આ પણ વાંચો | વડાપ્રધાન મોદીનો આજે 73 મો જન્મ દિવસ, PM ની બાળપણની આ આદતોમાં હતા મહાન નેતા બનવાના તમામ ગુણ!

પીએમ મોદીની કાર પંચર થયા બાદ પણ દોડવામાં સક્ષમ

મર્સિડિઝ મેબેક S650 ગાર્ડ સેડાનમાં સ્પેશિયલ રન-ફ્લેટ ટાયર પણ મળે છે જે કોઈપણ નુકસાન અથવા પંચરના કિસ્સામાં 30 કિમી સુધી ચાલી શકે છે. ભારતના વડા પ્રધાનની સુરક્ષા માટે આ હાઇ ટેક એડવાન્સ સિક્યુરિટી ફિચર્સ ઉપરાંત, મેબેક S650 ગાર્ડને અન્ય તમામ સુવિધાઓ મળવાનું ચાલુ છે જે પ્રમાણભૂત મર્સિડીઝ-મેબેક S650 પર આપવામાં આવે છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ india Auto news નરેન્દ્ર મોદી PM Narendra Modi