/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/bryan-johnson-2023-09-17T200300.463.jpg)
પીએ નરેન્દ્ર મોદીની કુંડળી (Photo: @ModiIndianFans)
PM Narendra Modi Birthday and kundli Astrology : પીએમ મોદી જન્મદિવસ નરેન્દ્ર મોદી જન્માક્ષર: પીએમ નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબર 2001ના રોજ પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને બે વખત ભારતના વડાપ્રધાન બન્યા છે. હવે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી છે. જેને લઇને તમામ વિરોધી રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે અને તમામ વિપક્ષી પાર્ટીઓ ભાજપ સામે એક થઈને ગઠબંધન બનાવ્યુ છે. જેનું નામ રાખ્યુ છે - ઇન્ડિયા. આવી સ્થિતિમાં વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને ભાજપની ચિંતા થોડીક વધી ગઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 73મો જન્મદિવસ ઉજવ્યો
આજે વડાપ્રધન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શું જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પીએમ મોદી વર્ષ 2024માં ભારતના વડાપ્રધાન બની શકશે કે નહીં. ચાલો જાણીએ શું કહે છે પીએમ મોદીની કુંડળી…
A tribute to Bhagwan Vishwakarma.
May His blessings inspire us all to innovate and shape the world with dedication and dexterity. pic.twitter.com/V41zFlXut1— Narendra Modi (@narendramodi) September 17, 2023
પીએમ નરેન્દ્ર મોદીની કુંડળી
ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં બપોરે 12:09 વાગ્યે અભિજીત મુહૂર્તમાં થયો હતો. લગ્ન કુંડળી અનુસાર નરેન્દ્ર મોદીની કુંડળી વૃશ્ચિક રાશિની છે અને તેમની કુંડળીનો સ્વામી મંગળ છે. નરેન્દ્ર મોદીના લગ્ન અને જન્મની રાશિ વૃશ્ચિક છે. જે એક સરસ સંયોગ છે. તેમજ જન્મકુંડળીમાં લગ્નેશ મંગળ નવમેશ ચંદ્રમાની સાથે બિરાજમાન છે. તેથી પીએમ મોદીની કુંડળીમાં ચંદ્રની દશા શરૂ થઇ. ત્યારબાદ જ રાજકારણમાં તેમનો સિતારો ચમક્યો છે. આ સાથે જ પાર્ટીમાં તેમનું વર્ચસ્વ વધવા લાગ્યું.
શુક્રની દશામાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા
પીએમ મોદીની કુંડળીમાં શુક્ર રાજ્ય પ્રાપ્તિના દસમા (કર્મ) ઘરમાં સ્થિત છે. ઉપરાંત, શુક્રની દશામાં, તેઓ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના 14મા મુખ્યમંત્રી બન્યા. તે સમયે બુધની અંતર્દશા પણ હતી. બુધ અગિયારમા ભાવમાં તેની ઉચ્ચ રાશિમાં દસમા સ્વામી સૂર્ય સાથે બેઠો છે. આ બુધની જ અંતર્દશા દરમિયાન તેઓ ફરી વર્ષ 2002માં મુખ્યમંત્રી બન્યા હતા.
પીએમ નરેન્દ્ર મોદીની કુંડળીના શુભ યોગ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પીએમ મોદીની કુંડળીમાં મંગળ અને ચંદ્ર લગ્ન ભવમાં બિરાજમાન છે, જ્યાં મંગળ દેવ રોચક નામનો પંચ મહાપુરુષ યોગ બનાવીને બિરાજમાન છે. આ સાથે જ ચંદ્ર સાથે નીચ ભંગ રાજયોગ પણ બને છે. પીએમ મોદીની કુંડળીમાં અગિયારમાં સ્થાનમાં સૂર્ય અને બુધનો સંયોગ છે. જેના કારણે બુદ્ધાદિત્ય રાજયોગ રચાયો છે. તેથી પીએમ મોદી હંમેશા લોકપ્રિય નેતા રહેશે. આ ઉપરાંત, તે હંમેશા માન-સન્માન મેળવશે. કુંડળીમાં મંગળ છઠ્ઠા અને પ્રથમ ઘરનો સ્વામી છે અને તે લગ્ન ભવમાં બેઠો છે, તેથી શત્રુઓ તેના પર ક્યારેય જીત મેળવી શકશે નહીં.
શું નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે?
જો પીએમ મોદીના ભવિષ્યની વાત કરીએ તો ખાસ કરીને વર્ષ 2024ની, તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પીએમ મોદી પર મંગળ ગ્રહની અંતર્દશા મે 2023 થી 21 એપ્રિલ 2024 સુધી ચાલશે. મંગળની આ મહાદશા 29 નવેમ્બર 2021 થી 29 નવેમ્બર 2028 સુધી ચાલશે. આવી સ્થિતિમાં મંગળ અને ગુરુ વચ્ચે મિત્રતાનો અહેસાસ થાય છે. એટલા માટે મોદી ચૂંટણીમાં પ્રચંડ જીત હાંસલ કરી શકે છે. ઉપરાંત, તેઓ ફરી એકવાર ભારતના વડાપ્રધાન બનશે. પરંતુ નરેન્દ્ર મોદી ભાગ્યે જ 2014 અને 2019 જેવો જાદુ દેખાડી શકશે. મતલબ કે ભાજપ 2014 અને 2019ની જેમ ભાગ્યે જ મોટી જીત મેળવી શકે. તેમજ એપ્રિલ 2024 થી જૂન 2025 સુધી મોદી દેશના હિતમાં મોટા નિર્ણયો લઈ શકે છે. જૂન 2025 થી 2026 સુધી પીએમ મોદીને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us