/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/PM-Narendra-Modi-OnParliament-Security-Breach.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની સુરક્ષા ચૂક અંગે પહેલીવાર નિવેદન આપ્યું છે. (Exprexx Photo/PMO)
PM Narendra Modi Calls Parliament Security: સંસદની સુરક્ષામાં ચૂકને લઈને રાજકીય નિવેદનબાજી ધીમી પડવાના કોઈ સંકેતો દેખાતા નથી. વિપક્ષની માંગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં આવીને આ ઘટના અંગે નિવેદન આપે. આ દરમિયાન, વડાપ્રધાને સંસદની સુરક્ષામાં ચૂક અંગે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'સંસદ સંકુલમાં જે ઘટના બની તે ચિંતાજનક છે. આના ઊંડાણમાં જવું જરૂરી છે. તેથી, તપાસ એજન્સીઓ આ ઘટનાની કડક તપાસ કરી રહી છે. આ સાથે વડાપ્રધાને કહ્યું કે દરેક વ્યક્તિએ આવા વિષયો પર વાદ-વિવાદ કે વિરોધ ટાળવો જોઈએ.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Parliament-security-breach-case.jpg)
પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, 'સંસદમાં બનેલી ઘટનાની ગંભીરતાને જરા પણ ઓછી ન આંકવી જોઈએ. તેથી સ્પીકર સંપૂર્ણ ગંભીરતા સાથે જરૂરી પગલાં લઈ રહ્યા છે. તપાસ એજન્સીઓ કડકાઈથી તપાસ કરી રહી છે. આની પાછળ કયા તત્વો છે અને તેમનો ઈરાદો શું છે? તેના ઊંડાણમાં જવું પણ એટલું જ જરૂરી છે. તેમણે કહ્યું કે ઉકેલ પણ એક મનથી શોધવો જોઈએ. દરેક વ્યક્તિએ આવા વિષયો પર વાદ-વિવાદ કે ટાળવા જોઈએ.
તમને જણાવી દઈએ કે, આ ઘટના 13 ડિસેમ્બરે બની હતી, જ્યારે દેશની સંસદ પર આતંકવાદી હુમલાની 22મી વરસી હતો. તેમજ દિવસે સંસદમાં બે લોકો ધૂસ્યા હતા. મનોરંજન ડી અને સાગર શર્મા નામના બે યુવક પાસે વિઝિટર પાસ હતા, જેની મારફતે તેઓ સંસદની કાર્યવાહી જોવા માટે ગૃહમાં પ્રવેશ્યા હતા. જોકે, બપોરે 1 વાગ્યે બંને આરોપીઓ વિઝિટર ગેલેરીમાંથી કૂદીને સીધા ગૃહમાં પ્રવેશ્યા હતા. આ પછી, તેમણે તેમના જૂતામાં છુપાયેલા સ્મોક બોમ્બનો ઉપયોગ કર્યો. જે બાદ ઘરમાં પીળો ધુમાડો ફેલાઈ ગયો. થોડીક જ વારમાં સંસદ ગૃહમાં હંગામો મચી ગયો.
#WATCH | An unidentified man jumps from the visitor's gallery of Lok Sabha after which there was a slight commotion and the House was adjourned. pic.twitter.com/Fas1LQyaO4
— ANI (@ANI) December 13, 2023
આ બે યુવકોની ઓળખ લખનૌના રહેવાસી સાગર શર્મા અને મૈસૂરના રહેવાસી મનોરંજન ડી તરીકે થઈ હતી. આ બંને યુવાનોએ ભાજપના સાંસદ પ્રતાપ સિન્હાની ભલામણ પર સંસદનો વિઝિટર પાસ મેળવ્યો હતો અને કાર્યવાહી જોવા માટે સંસદમાં પ્રવેશ કર્યો હતો.
તે દિવસે સંસદની અંદરની સાથે સાથે સંસદની બહાર પણ હંગામો થઇ રહ્યો હતો. સંસદની અંદર ધૂસીને હંગામો મચાવનારના અન્ય બે સાથીઓ પણ સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. નીલમ અને અમોલ શિંદે નામના બે લોકોએ સ્મોક ગેસ છોડ્યો અને સંસદના ગેટની બહાર સૂત્રોચ્ચાર કર્યા. પોલીસે તરત જ બંનેની ધરપકડ કરી હતી
આ પણ વાંચો | સંસદમાં આરોપીઓ મોટી ઘટનાને અંજામ આપવાના હતા પણ.. માસ્ટરમાઇન્ડ લલિતનો પોલીસ સમક્ષ મોટો ખુલાસો
સંસદની સુરક્ષા ચૂકમાં પોલીસે અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તમામ આરોપીઓ સામે UAPA હેઠળ કેસ નોંધ્યો છે. તપાસ માટે કમિટી બનાવવામાં આવી હતી. આ ઘટના બાદ આઠ સુરક્ષા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us