PM Modi Speech After Election Results: 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ આ 4 જાતિના લોકોને યાદ કર્યા

PM Modi Speech After Election Results: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં રાજયોની વિધાનસભા ચૂંટણીમાં જીતને ઐતિહાસિક ગણાવી છે. તેમણે આને ભારતના વિકાસની જીત સાથે જોડી દીધી છે.

Written by Ajay Saroya
Updated : December 03, 2023 21:39 IST
PM Modi Speech After Election Results: 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ આ 4 જાતિના લોકોને યાદ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (Photo - @BJP4India)

PM Narendra Modi Speech After Assembly Election Results: રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર બની રહી છે. તો કોંગ્રેસ માત્ર એક રાજ્ય તેલંગાણામાં ચૂંટણી જીત હાંસલ કરી શકી છે. ત્રણ રાજ્યોની ચૂંટણીમાં જંગી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી પાર્ટી કાર્યાલય પહોંચ્યા હતા જ્યાં તેમણે પક્ષના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આ જીતને ઐતિહાસિક ગણાવી છે. તેમણે આ જીતને ભારતના વિકાસની જીત સાથે જોડી દીધું છે.

આ સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે વિકસિત ભારતની હાકલની જીત થઈ છે. આજની આ જીત દરેક રીતે ઐતિહાસિક છે. આજે ભારતના વિકાસ અને રાજ્યોના વિકાસ માટે આ વિચારની જીત થઈ છે. આજે ઈમાનદારી અને પારદર્શિતાની જીત થઈ છે. મારા માટે માત્ર ચાર જ જાતિઓ મહત્વની છે – મહિલા શક્તિ, યુવા શક્તિ, ખેડૂત શક્તિ અને ગરીબ પરિવાર.

પીએમ મોદીએ કહ્યું – નારીશક્તિનો વિકાસ, ભાજપના વિકાસ મોડલનો મુખ્ય આધાર છે

પીએમ મોદીએ કહ્યું કે નારીશક્તિનો વિકાસ, ભાજપના વિકાસ મોડલનો મુખ્ય આધાર છે. તેથી આ ચૂંટણીમાં મહિલાઓએ, બહેનો, દિકરીઓએ ભાજપને ઘણા આશીર્વાદ આપ્યા છે. હું આજે પુરી વિનમ્રતાથી દેશની દરેક બહેન-દીકરીને એ કહીશ કે તમને જે ભાજપે વાયદા કર્યા છે તે સો ટકા પુરા કરવામાં આવશે આ મોદીની ગેરન્ટી છે.

આ જીતમાં દરેક મહિલા પોતાની જીત જોઇ રહી છે – પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – આજે દરેક ફર્સ્ટ વોટર ગર્વથી કહી રહ્યો છે કે તે પોતે જીત્યો છે. આ જીતમાં દરેક મહિલા પોતાની જીત જોઇ રહી છે. શાનદાર ભવિષ્યના સપના જોનાર દરેક યુવા પોતાની જીત જોઇ રહ્યા છે. દરેક તે નાગરિક તેને પોતાની સફળતા સમજી રહ્યા છે જે 2047માં ભારતને એક વિકસિત રાષ્ટ્ર જોવા માંગે છે.

આ પણ વાંચો | રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ હાર, જાણો હવે કયા રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બચી છે

ભાજપની ક્યા ક્યા રાજ્યમાં સરકાર છે

 ભાજપે કોંગ્રેસ પાસેથી રાજસ્થાન અને છત્તીસગઢ છીનવી લીધા છે. હાલમાં ભાજપ ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, ગોવા, આસામ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશમાં સત્તામાં છે. આજના વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ભાજપ સત્તામાં આવી રહી છે. એટલે કે 12 રાજ્યોમાં ભાજપની એકલા હાથે સરકાર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ