Khalistani Pannun : ખાલિસ્તાની પન્નુની હત્યાના ષડયંત્રવાળા અમેરિકાના દાવા પર પીએમ નરેન્દ્ર મોદીનું સામે આવ્યું પ્રથમ રિએક્શન

PM Narendra Modi : ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની કથિત હત્યાના કાવતરામાં ભારતીય અધિકારી અને ભારતીય નાગરિકની સંડોવણી હોવાના અમેરિકાના આરોપો પર પીએમ નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત પ્રતિક્રિયા આપી

Written by Ashish Goyal
Updated : December 20, 2023 17:14 IST
Khalistani Pannun : ખાલિસ્તાની પન્નુની હત્યાના ષડયંત્રવાળા અમેરિકાના દાવા પર પીએમ નરેન્દ્ર મોદીનું સામે આવ્યું પ્રથમ રિએક્શન
પીએમ નરેન્દ્ર મોદી (File Photo)

PM Narendra Modi : ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની કથિત હત્યાના કાવતરામાં ભારતીય અધિકારી અને ભારતીય નાગરિકની સંડોવણી હોવાના અમેરિકાના આરોપો પર પીએમ નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જો ભારતના કોઈપણ નાગરિકે કંઈ સારું કે ખરાબ કર્યું છે તો સરકાર તેની તપાસ કરવા તૈયાર છે.

યુકે સ્થિત અખબાર ધ ફાઈનાન્સિયલ ટાઈમ્સ સાથે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે આ બાબતથી ભારત અને અમેરિકાના સંબંધો પર કોઈ અસર નહીં થાય. તેમણે કહ્યું કે તેઓ કેટલીક ઘટનાઓને રાજદ્વારી સંબંધો સાથે જોડવાનું યોગ્ય માનતા નથી. જોકે આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારત ઘણા દેશોમાં ફેલાયેલા કેટલાક ઉગ્રવાદી જૂથોની ગતિવિધિઓથી ચિંતિત છે. તેમણે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં આ તત્વો ડરાવવા અને હિંસા ભડકાવવામાં લાગેલા છે.

આ પણ વાંચો – શું મલ્લિકાર્જુન ખડગે હશે ઇન્ડિયા ગઠબંધનના પીએમ ઉમેદવાર? જાણો વિપક્ષની બેઠકમાં શું થયું

ઈન્ટરવ્યુમાં PM નરેન્દ્ર મોદીએ શું કહ્યું? જાણો ખાસ મુદ્દા

  1. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો કોઈ અમને માહિતી આપશે તો અમે ચોક્કસપણે તેની તપાસ કરીશું. જો આપણા નાગરિકોમાંથી કોઈએ સારું કે ખરાબ કર્યું હોય તો અમે તે જોઇશું. કાયદાના શાસન પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા છે.
  2. અમેરિકા-ભારત સંબંધો પર તેમણે કહ્યું કે આ સંબંધને વધુ મજબૂત કરવા માટે અમારી પાસે બંને તરફથી સમર્થન છે. આ પરિપક્વ અને સ્થિર ભાગીદારીનું સ્પષ્ટ સૂચક છે. સુરક્ષા અને આતંકવાદ વિરોધી સહયોગ અમારી ભાગીદારીનો મુખ્ય ઘટક રહ્યો છે. પીએમએ કહ્યું કે તેમને નથી લાગતું કે કેટલીક ઘટનાઓને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સાથે જોડવી યોગ્ય છે.
  3. પીએમ મોદીએ કહ્યું કે આપણે એ હકીકત સ્વીકારવી પડશે કે આપણે બહુપક્ષીયતાના યુગમાં જીવી રહ્યા છીએ. વિશ્વ એકબીજા સાથે જોડાયેલું છે અને એકબીજા પર નિર્ભર પણ છે. આ વાસ્તવિકતા આપણને એ ઓળખવા માટે મજબૂર કરે છે કે તમામ બાબતો પર સંપૂર્ણ કરાર સહકાર માટે પૂર્વશરત હોઈ શકે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ