PM નરેન્દ્ર મોદીએ કહ્યું- નમો ભારત ટ્રેન ભવિષ્યના ભારતની ઝલક છે, જાણો ભાષણની ખાસ વાતો

Namo Bharat Train : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને પણ આ આધુનિક ટ્રેનમાં મુસાફરી કરવાનો અનુભવ મળ્યો છે. મેં મારું બાળપણ રેલવે પ્લેટફોર્મ પર વિતાવ્યું છે અને આજે રેલવેનું આ નવું સ્વરૂપ મને સૌથી વધુ ખુશ કરે છે

Namo Bharat Train : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને પણ આ આધુનિક ટ્રેનમાં મુસાફરી કરવાનો અનુભવ મળ્યો છે. મેં મારું બાળપણ રેલવે પ્લેટફોર્મ પર વિતાવ્યું છે અને આજે રેલવેનું આ નવું સ્વરૂપ મને સૌથી વધુ ખુશ કરે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PM narendra modi | RRTS train Namo Bharat | Namo Bharat train

પીએમ નરેન્દ્ર મોદી (તસવીર- બીજેપી ટ્વિટર)

Namo Bharat Train Rapid Metro : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશને મોટી ભેટ આપી છે. તેમણે દિલ્હીને અડીને આવેલા યુપીના ગાઝિયાબાદ શહેરમાં રેપિડએક્સ ટ્રેન નેટવર્કનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં, રેપિડએક્સ ટ્રેન ગાઝિયાબાદ જિલ્લામાં 5 રેલવે સ્ટેશનો વચ્ચે દોડશે, પરંતુ તે લગભગ દોઢ વર્ષમાં દિલ્હી અને મેરઠ વચ્ચે દોડવાની અપેક્ષા છે. શુક્રવારે નમો ભારત ટ્રેનના ઉદ્ઘાટન બાદ ગાઝિયાબાદના લોકોને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચાર વર્ષ પહેલા મેં દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ પ્રાદેશિક કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આજે સાહિબાબાદથી દુહાઈ ડેપો સુધીના તે રુટ પર નમો ભારત કામગીરી શરૂ થઈ ગઈ છે. પીએમે કહ્યું કે મેં પહેલા પણ કહ્યું છે અને આજે પણ કહું છું અમે જેનો શિલાન્યાસ કરીએ છીએ તેનું ઉદ્ઘાટન કરીએ છીએ.

Advertisment

પીએમ નરેન્દ્ર મોદીના ભાષણના મહત્વના મુદ્દાઓ

  1. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને પણ આ આધુનિક ટ્રેનમાં મુસાફરી કરવાનો અનુભવ મળ્યો છે. મેં મારું બાળપણ રેલવે પ્લેટફોર્મ પર વિતાવ્યું છે અને આજે રેલવેનું આ નવું સ્વરૂપ મને સૌથી વધુ ખુશ કરે છે. આપણે ત્યાં નવરાત્રીમાં શુભ કાર્યોની પરંપરા છે. દેશની પ્રથમ નમો ભારત ટ્રેનને પણ મા કાત્યાયનીના આશીર્વાદ મળ્યા છે. આ નવી ટ્રેનમાં ડ્રાઈવરથી લઈને તમામ કર્મચારીઓ મહિલાઓ છે. આ ભારતની મહિલા શક્તિના વધતા કદમનું પ્રતિક છે.
  2. પીએમએ કહ્યું કે ભારતની પ્રથમ રેપેડ રેલ સેવા 'નમો ભારત' ટ્રેનને લીલી ઝંડી બતાવવીને રવાના કરવી એ એક ઐતિહાસિક ક્ષણ છે. તેમણે કહ્યું કે આરઆરટીએસનો પ્રથમ તબક્કો ફ્લેગ ઓફ કરવામાં આવ્યો છે. જ્યારે અમે આગામી 18 મહિનામાં સંપૂર્ણ દિલ્હી-મેરઠ સેવા શરૂ કરીશું ત્યારે હું તમારી સાથે હોઈશ.
  3. વડાપ્રધાને પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે આજે જે ફાસ્ટ સ્પીડ નમો ભારત શરૂ થઇ છે તે પણ મેડ ઈન ઈન્ડિયા છે, તે ભારતની પોતાની ટ્રેન છે. હવે પ્લેટફોર્મ પર સ્ક્રીન ડોર સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે, તે પણ મેડ ઈન ઈન્ડિયા છે. નમો ભારત એ ભાવિ ભારતની ઝલક છે.
  4. તેમણે કહ્યું કે ભારત ત્યારે જ પ્રગતિ કરી શકશે જ્યારે રાજ્યોનો વિકાસ થશે. RRTSના પ્રથમ તબક્કામાં 'નમો ભારત' ટ્રેન દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાનના ઘણા ભાગોને જોડશે.
  5. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ દાયકાના અંત સુધીમાં 'વંદે ભારત' અને 'નમો ભારત' ટ્રેનોનું સંયોજન રેલવેની આધુનિક વ્યવસ્થામાં પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરશે.

RRTS ની ખાસ વિશેષતાઓ

  1. હાલ દિલ્હી-મેરઠ RRTS કોરિડોરનો 17 કિલોમીટર લાંબો સેક્શન શરૂ થયો છે. આજથી આ સેક્શન પર 'નમો ભારત' ટ્રેન શરૂ થઈ છે. PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાહિબાબાદ અને દુહાઈ ડેપો સ્ટેશનને જોડતી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.
  2. નમો ભારત ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. એકવાર દિલ્હી અને મેરઠ વચ્ચેનો ટ્રેન વિભાગ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી આ બંને શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટીને એક કલાકથી ઓછો થઈ જશે.
  3. RRTS સેવાઓ સવારે 6 વાગ્યે શરૂ થશે અને 11 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. હાલમાં રેપિડ ટ્રેન સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ડેપો વચ્ચે દોડશે. સમગ્ર 82.15 કિમી લાંબા દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS જૂન 2025 સુધીમાં કાર્યરત થવાનું લક્ષ્ય છે.
દિલ્હી નરેન્દ્ર મોદી દેશ PM Narendra Modi