PM Narendra Modi In Nagpur: નાગપુરમાં વંદે ભારત ટ્રેન, મેટ્રો અને AIIMSનું પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન

PM Narendra Modi In Nagpur : પીએમ નરેન્દ્ર મોદીએ મુંબઈ-નાગપુર હિન્દુ હ્યદયસમ્રાટ બાલાસાહેબ ઠાકરે સમૃદ્ધિ એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાનું પણ ઉદ્ઘાટન કર્યું

Written by Ashish Goyal
Updated : December 11, 2022 14:15 IST
PM Narendra Modi In Nagpur: નાગપુરમાં વંદે ભારત ટ્રેન, મેટ્રો અને AIIMSનું પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન
પીએમ નરેન્દ્ર મોદીએ નાગપુરમાં મેટ્રો ફેઝ-1નું ઉદ્ઘાટન કર્યું (તસવીર સોર્સ - @narendramodi)

PM Narendra Modi In Nagpur: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાગપુરના પ્રવાસે છે અને તેમણે શહેરને મોટી ભેટ આપી છે. સૌથી પહેલા પીએમ મોદીએ નાગપુરથી બિલાસપુર વચ્ચે ચાલનાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને (Vande Bharat Express Train)લીલી ઝંડી દેખાડી છે. નાગપુર અને બિલાસપુરને જોડનારી આ ભારતની છઠ્ઠી ટ્રેન છે. આ પછી પીએમ મોદીએ નાગપુરમાં મેટ્રો ફેઝ-1નું ઉદ્ઘાટન કર્યું હતું.

પીએમ મોદીએ મુંબઈ-નાગપુર હિન્દુ હ્યદયસમ્રાટ બાલાસાહેબ ઠાકરે સમૃદ્ધિ એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાનું પણ ઉદ્ઘાટન કર્યું. આ નાગપુર અને અહમદનગરમાં શિરડીને જોડનાર 520 કિલોમીટર લાંબો માર્ગ બનશે. છ લેનનો એક્સપ્રેસવે મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પછી રાજ્યનું બીજુ ગ્રીનફીલ્ડ એક્સપ્રેસવે છે. મુંબઈથી નાગપુરને જોડનાર 701 કિલોમીટરની પરિયોજના જુલાઇ 2023 સુધી પુરી થવાની આશા છે.

આ પણ વાંચો – કેન્દ્રમાં અડધા ડઝનથી વધુ કેબિનેટ મંત્રીઓ અને લગભગ 100 સાંસદોને બે કરતાં વધુ બાળકો છે

પીએમ મોદીએ મેટ્રો કોરિડોરનું કર્યું ઉદ્ઘાટન

પીએમ મોદીએ ફ્રીડમ પાર્ક મેટ્રો સ્ટેશન પર મેટ્રો કોરિડોરના બે તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. નાગપુર મેટ્રો ટ્રેનમાં પીએમ મોદીએ સફર પણ કરી હતી. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ ક્ષેત્રના લોકો અને અન્ય ક્ષેત્રોના નાગરિકો સાથે વાતચીત કરી હતી.

આ પછી પીએમ મોદીએ નાગપુરમાં એઈમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ અને ડિપ્ટી સીએમે પીએમ મોદીને સન્માનિત કર્યા હતા. પીએમ મોદીએ નાગપુરમાં ઝીરો પોઇન્ટથી 10 કિમીની યાત્રા કરીને હિન્દુ હ્યદયસમ્રાટ બાલાસાહેબ ઠાકરે સમૃદ્ધિ એક્સપ્રેસનેના પહેલા ટોલ પ્લાઝા સુધી યાત્રા કરી હતી. ટોલ પ્લાઝા પહોંચીને તેમણે એક્સપ્રેસવેનું નિરીક્ષણ કર્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ