PM Narendra Modi Interview : બ્રિટિશ અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું - ભારતમાં મુસ્લિમો ખુશ અને સમૃદ્ધ છે

PM Narendra Modi Interview : બ્રિટિશ અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું કે અન્ય ઘણા દેશોમાં અત્યાચારનો સામનો કરવા છતાં મુસ્લિમોને ભારતમાં સુરક્ષિત આશ્રય મળ્યો છે. તેઓ સુખી અને સમૃદ્ધપણે જીવે છે

PM Narendra Modi Interview : બ્રિટિશ અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું કે અન્ય ઘણા દેશોમાં અત્યાચારનો સામનો કરવા છતાં મુસ્લિમોને ભારતમાં સુરક્ષિત આશ્રય મળ્યો છે. તેઓ સુખી અને સમૃદ્ધપણે જીવે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi | pm modi

પીએમ નરેન્દ્ર મોદી (BJP Twitter)

PM Narendra Modi Interview : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન મોટું નિવેદન આપ્યું છે. બ્રિટિશ અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું કે અન્ય ઘણા દેશોમાં અત્યાચારનો સામનો કરવા છતાં મુસ્લિમોને ભારતમાં સુરક્ષિત આશ્રય મળ્યો છે. તેઓ સુખી અને સમૃદ્ધપણે જીવે છે. આ દર્શાવે છે કે ભારતીય સમાજમાં કોઈપણ ધાર્મિક લઘુમતી પ્રત્યે કોઈ ભેદભાવની લાગણી નથી.

Advertisment

ઇન્ટરવ્યૂ દરમિયાન પીએમ મોદીને ભારતમાં મુસ્લિમ લઘુમતીઓના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં તેમણે પારસીઓની આર્થિક સફળતા તરફ ઈશારો કર્યો હતો. વર્ષ 2023 માટેના સરકારી આંકડા મુજબ, ભારતમાં લગભગ 20 કરોડ મુસ્લિમો રહે છે, જે સમગ્ર વસ્તીના 14.28% છે.

પીએમ મોદીએ આ વર્ષની શરૂઆતમાં જૂનમાં અમેરિકાની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારતમાં મુસ્લિમો સાથે કોઈપણ પ્રકારના ભેદભાવનો ઈન્કાર કર્યો હતો. 23 જૂને એક પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીને પૂછવામાં આવ્યું કે તેઓ તેમના દેશમાં મુસ્લિમો અને અન્ય લઘુમતીઓના અધિકારોને સુધારવા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવવા માટે શું પગલાં લઈ રહ્યા છે. જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આમાં સુધારાની જરૂર નથી.

આ પણ વાંચો - ખાલિસ્તાની પન્નુની હત્યાના ષડયંત્રવાળા અમેરિકાના દાવા પર પીએમ નરેન્દ્ર મોદીનું સામે આવ્યું પ્રથમ રિએક્શન

Advertisment

જ્યારે પીએમ મોદીને તેમની સરકારના ટીકાકારો પર કથિત કાર્યવાહી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે એક પુરી ઇકોસિસ્ટમ છે જે અમારા દેશમાં ઉપલબ્ધ સ્વતંત્રતાનો ઉપયોગ સંપાદકીય, ટીવી ચેનલો, સોશિયલ મીડિયા, વીડિયો, ટ્વીટ્સ વગેરેના માધ્યમથી અમારા પર આ આરોપોને ઉછાળવા માટે કરી રહ્યા છે. તેમને આમ કરવાનો અધિકાર છે. પરંતુ અન્યને પણ તથ્યો સાથે જવાબ આપવાનો સમાન અધિકાર છે.

પીએમ મોદીએ ભારતમાં આવેલા બહારના લોકોના લાંબા ઇતિહાસ તરફ ઇશારો કર્યો જે ભારત આવ્યા અને તેમની તાકાતને ઓછી આંકી હતી. પીએમ મોદીએ કહ્યું કે 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે વિદાય લેતા અંગ્રેજોએ ભારતના ભવિષ્ય વિશે ખૂબ જ ભયાનક ભવિષ્યવાણીઓ કરી હતી. પરંતુ અમે જોયું છે કે તે તમામ ભવિષ્યવાણીઓ ખોટી સાબિત થઈ છે. જેઓ આજે અમારી સરકાર પર આ પ્રકારનો સંદેહ કરી રહ્યા છે તે પણ ખોટા સાબિત થશે.

નરેન્દ્ર મોદી દેશ PM Narendra Modi