PM Modi | વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ આટલા બધા લોકપ્રિય નેતા છે? આ રિપોર્ટમાં જાણો મહત્વના કારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર પર 89.5 મિલિયન ફોલોઅર્સ છે. પીએમ મોદી સોશિયલ મીડિયા પર હાલમાં સૌથી લોકપ્રિય નેતાઓ પૈકીના એક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર પર 89.5 મિલિયન ફોલોઅર્સ છે. પીએમ મોદી સોશિયલ મીડિયા પર હાલમાં સૌથી લોકપ્રિય નેતાઓ પૈકીના એક છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
PM Modi, Indian Prime Minister, Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફાઇલ તસવીર

દેશ વિદેશમાં લોકપ્રિય એવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 89.5 મિલિયન લોકો ટ્વિટર પર ફોલો કરે છે. તે સોશિયલ મીડિયા પર હાલના લોકપ્રિય નેતાઓ પૈકીના એક છે. પીએમ મોદીની લોકપ્રિયતા પાછળના કારણ શું છે? આવો જાણીએ. ધ ન્યૂયોર્ક ટાઇમ્સ (એનવાઈટી) એક અહેવાલમાં મુજીબ મશાલ જણાવે છે કે પીએમ મોદીની લોકપ્રિયતા રેડિયો શો મન કી બાત સાથે જોડાયેલી છે. આ ઉપરાંત લોકપ્રિયતા પાછળના અનેક કારણ છે.

Advertisment

મન કી બાત શોનો પ્રભાવ

પીએમ મોદીના રેડિયો શો મન કી બાત કાર્યક્રમનું ઘણું યોગદાન છે. મન કી બાત ક્રાયક્રમથી તેઓ લોકો સાથે અસરકારક રીતે જોડાયા છે. પીએમ મોદીની લોકપ્રિયતા માટે મન કી બાત એક મહત્વનું કારણ પણ છે. મન કી બાત શોનું પ્રસારણ દેશ, દેશ પ્રેમ અને આમ લોકો સાથે જોડાયેલી વાતો સાથેનું હોય છે. જેનો પ્રયાસ આમ લોકોના મુદ્દાઓને જોડવા અને એની સાથે પીએમનો સંવાદ સ્થાપિત કરવાનો છે. પીએમ મોદી આ શોમાં સ્થાનિક મુદ્દાઓથી લઇને નાની મોટી દરેક બાબતોને સાંકળે છે.

Read More : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વધુ સમાચાર જાણવા ક્લિક કરો

પીએમ મોદીની લોકપ્રિયતા આ વાત પર આધારિત નથી કે તે ભારત દેશના વડાપ્રધાન છે કે જે સૌથી મોટો લોકશાહીનો દેશ છે કે પછી વિવિધ દેશોમાં એમના દ્વારા કરાયેલ વિદેશના પ્રવાસ. પરંતુ એમની લોકપ્રિયતા નાના લોકો સાથે જોડાયેલા સંવાદથી છે કે જે એમને એમના તરફ આકર્ષિત કરે છે. જે એમના દરેક મુદ્દાઓને સાંકળે છે.

પીએમ મોદી - સારા વક્તા

પીએમ મોદી સફળ નેતાની સાથે એક સારા વક્તા છે જે એમની લોકપ્રિયતાને ચાર ચાંદ લગાવે છે. એએનઆઇ અનુસાર મુજીબ મશાલ પોતાના અહેવાલમાં આ અંગે લખે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમીન સાથે જોડાયેલા છે અને એમને નાનામાં નાના માણસની જરૂરિયાતની સારી સમજ છે.

Advertisment

પીએમ મોદી મન કી બાત સંવાદમાં સતત યુવાઓ સાથે જોડાયેલા મુદ્દાઓને સામેલ કરે છે. જેમ કે યુવા વર્ગને પરીક્ષાના ટેન્શન અંગે તેઓ કહે છે કે, હું તમને વધુ ગુણ લાવવાના અંગે કોઇ ખાસ વાત કરી શકુ એમ નથી કારણ કે હું મારી જાતને એક સામાન્ય વિદ્યાર્થી જ માનું છું. હું ક્યારેય ઉંચા ગુણ લાવી શક્યો નથી પરંતુ એટલું જરૂર કહું છું કે વધુ ગુણને લઇને ક્યારેય પરેશાન થવાની જરૂર નથી. દોસ્તો, દરેક મુશ્કેલમાં હું તમારી સાથે જ છું. પીએમ મોદીની આવી વાતો અને આશ્વાસન યુવાઓને એમની તરફ વધુ આકર્ષિત કરનારી છે.

ગુજરાતી ન્યૂઝ નરેન્દ્ર મોદી દેશ PM Narendra Modi