scorecardresearch

પીએમ નરેન્દ્ર મોદી અચાનક નવા સંસદ ભવન પહોંચ્યા, વિભિન્ન કાર્યોનું નિરીક્ષણ કર્યું

PM Narendra Modi : પીએમ નરેન્દ્ર મોદીએ સંસદ ભવનના કામમાં લાગેલા શ્રમિકો સાથે વાતચીત પણ કરી, પીએમ સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા

PM Narendra Modi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવા સંસદ ભવનની અચાનક મુલાકાત લીધી હતી (PMO)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવા સંસદ ભવનની અચાનક મુલાકાત લીધી હતી. સૂત્રોના મતે તેમણે એક કલાકથી વધારે સમય નવી બિલ્ડિંગમાં પસાર કરીને સંસદના બન્ને સદનોને મળનારી સુવિધાઓનું અવલોકન કર્યું હતું. પીએમ મોદીએ વિભિન્ન કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું.

પીએમ મોદીએ સંસદ ભવનના કામમાં લાગેલા શ્રમિકો સાથે વાતચીત પણ કરી હતી. નવા સંસદ ભવનના નિરીક્ષણ માટે પીએમ સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ ઉપસ્થિત હતા.

ભારતીય સભ્યતાના 5000 વર્ષોને દર્શાવશે

દિલ્હીમાં બની રહેલી સંસદ ભવનની નવી ઇમારત ભારતીય સભ્યતાના 5000 વર્ષોને દર્શાવશે. સનાતન પરંપરા અને વાસ્તુકલાના લગભગ 5000 આર્ટ વર્કને આ માટે તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પેઇન્ટિંગ, ડેકોરેટિવ પીસ, પત્થરની મૂર્તિયો અને ધાતુઓની વસ્તુઓને નવા સંસદ ભવનની ઇમારતમાં લગાવવામાં આવશે.

પીએમ મોદીએ સંસદ ભવનના કામમાં લાગેલા શ્રમિકો સાથે વાતચીત પણ કરી હતી (PMO)

આ પણ વાંચો – IE100: દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ, 11થી 20 નંબરમાં કોણ-કોણ છે સામેલ, જુઓ

ધ ઇન્ડિયન એક્સપ્રેસના મતે નવી ઇમારતના 6 પ્રવેશ દ્વારો પર શુભ પ્રાણીઓની મૂર્તિઓ લગાવવામાં આવશે. ઉત્તરના પ્રવેશ દ્વાર પર હાથીની મૂર્તિ લગાવવામાં આવશે, જે જ્ઞાન, બુદ્ધિ અને સ્મૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. પૂર્વ પ્રવેશ દ્વાર પર ગરુડ છે જે લોકોની આકાંક્ષાઓનું પ્રતીક છે. ઉત્તર-પૂર્વી પ્રવેશ દ્વારમાં હંસ છે, જે વિવેક અને જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે. નવી ઇમારતમાં સ્વતંત્રતા સંગ્રામ અને સંવિધાન નિર્માણમાં સામેલ વ્યક્તિત્વોને સમર્પિત 6 ગ્રેનાઇટ પ્રતિમા પણ હશે.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત થઇ રહ્યું છે નિર્માણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદ ભવનની આધારશિલા રાખી હતી. આ કાર્યક્રમમાં વિભિન્ન રાજનીતિક દળોના નેતાઓ, કેબિનેટ મંત્રીઓ અને વિભિન્ન દેશોના રાજદૂતોએ ભાગ લીધો હતો. નવી સંસદ બિલ્ડિંગનું ક્ષેત્રફળ 64,500 વર્ગ મીટર છે. નવા ભવનમાં લોકસભા કક્ષમાં 888 અને રાજ્યસભા કક્ષમાં 384 સીટો હશે. વર્તમાન સંસદ ભવનની વિપરિત તેમાં કેન્દ્રીય કક્ષ નહીં હોય. સંયુક્ત સત્રમાં લોકસભા કક્ષ 1272 સદસ્યોનો સમાવેશ કરવા માટે સક્ષમ રહેશે. બાકી ભવનમાં મંત્રીઓના કાર્યાલય અને સમિતિ કક્ષો સાથે 4 માળ હશે.

કેન્દ્ર સરકારે 2019માં સેન્ટ્રલ લિસ્ટા પુર્નવિકાસ પરિયોજના શરૂ કરી હતી. જેમાં અન્ય પરિયોજનાઓ સાથે-સાથે નવા સંસદ ભવનનું નિર્માણ પણ સામેલ છે. આ ભવનનો આકાર ત્રિકોણીય છે.

Web Title: Pm narendra modi makes surprise visit to new parliament building

Best of Express