વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો 100મો એપિસોડ રવિવાર (30 એપ્રિલ, 2023)ના રોજ પ્રસારિત થયો છે. આ મન કી બાતના આ 100માં એપિસોડની દેશભરમાં ચર્ચા થઇ રહી છે. આવી સ્થિતિમાં, સરકારે તેને ઐતિહાસિક બનાવવા માટે ઘણા પ્રયાસો કર્યા છે. આ એપિસોડ સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં પણ સાંભળવામાં આવ્યો હતો. આ પ્રસંગે માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે પીએમને શુભેચ્છા પાઠવી હતી. દેશભરમાં ઘણા પ્લેટફોર્મ પર કાર્યક્રમનું લાઈવ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ચાલો જાણીએ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઇ-કઇ ખાસ વાતો જણાવી-
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારતના સામાજિક માળખાને મજબૂત કરવા માટે, મન કી બાત એ માળાના દોરાની જેમ છે, જે દરેક મણકાને એક સાથે રાખે છે. આ કાર્યક્રમમાં દરેક વ્યક્તિ એકબીજા માટે પ્રેરણારૂપ બને છે. તે હંમેશા સદ્ભાવના, સેવા અને ફરજની ભાવના સાથે આગળ વધતો રહ્યો છે. આ સકારાત્મકતા અમૃતકાળમાં દેશને આગળ લઈ જશે.
પર્યટન વિશે વાત કરતા પીએમએ કહ્યું, “આજે દેશમાં પ્રવાસન વધી રહ્યું છે. પ્રવાસનમાં સ્વચ્છતાની સાથે અમે અકલ્પનીય ક્ષણની પણ ચર્ચા કરી. આના દ્વારા લોકોને એવી ઘણી જગ્યાઓ વિશે જાણવા મળ્યું જે નજીકમાં છે.આપણે સ્વચ્છ સિયાચીન, સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે પણ વાત કરી છે. આજે, મન કી બાતનો આ પ્રયાસ પર્યાવરણના મામલામાં ખૂબ જ વિશેષ છે જેના વિશે સમગ્ર વિશ્વ ચિંતિત છે.
આ દરમિયાન પીએ નરેન્દ્ર મોદીએ હરિયાણાના સુનીલ જગલાનની સાથે વાત કરી. સુનીલે સેલ્ફી વિધ ડોટર કેમ્પેઇન શરૂ કર્યુ હતુ. વડાપ્રધાન કહ્યુ કે, તેમના કેમ્પેઇને મારા ન પર એટલા માટે અરજી કરી કારણે કે લિંગ અસમાનતાના મુદ્દે હરિયાણામાં બહુ ચર્ચાઓ થતી હોય છે અને અમે બેટી બચાવો ઝંબેશ ત્યાંથી જ શરૂ કરી હતી. સુનીલના સેલ્ફી વિથ ડોટર કેમ્પેઇન મને બહુ આકર્ષિત કર્યો, કારણ કે તેના કેન્દ્રમાં દિકરીઓ હતી. હવે હરિયાણામાં જેન્ડર રેશિયો સુધરી રહ્યો છે.
વડાપ્રધાને જણાવ્યું કે, તેઓ ઘણી વખત મન કી બાતના રેકોર્ડિંગ દરમિયાન ભાવુક થયા છે. તેમણે ઉમેર્યુ કે, આ કાર્યક્રમની રેકોર્ડિંગ દરમિયાન એટલો બધો ભાવુક થયો કે તેનું ફરીથી રેકોર્ડિંગ કરવું પડ્યુ છે. મારી માટે આ સફર અત્યંત ખાસ અને મહત્વપૂર્ણ છે. તેમણે આ દરમિયાન પૂર્વ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, ‘મન કી બાત’ જે વિષય સાથે જોડાયેલો છે તે જન – આંદોલન બની ગયુ છે, તેને જન આંદોલન તમે લોકોએ બનાવ્યું છે. જ્યારે મે તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો મન કી બાતમાં ઉલ્લેખ કર્યો હતો. તેની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઇ હતી. મનકી બાત મારા માટે અન્ય વ્યક્તિઓની ગુણોની પૂજા કરવા સમાન છે.
વડાપ્રધાને કહ્યુ કે – મન કી બાત લાખો કરોડો ભારતીયોના મનની વાત છે. તેમની ભાવનાની રજૂઆત છે. 3 ઓક્ટોબર 2014ના રોજ અમે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. મન કી બાબતમાં દેશના ખુણે ખુણેથી લોકો જોડાયા છે. દરેક ઉંમરના લોકો જોડાયા છે.
આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, વોકલ ફોર લોકલને મોટી તાકત મળી છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાને કહ્યું કે દેશ અને સમગ્ર વિશ્વમાં મન કી બાત સાંભળનારાઓને અભિનંદન. તેણે કહ્યું કે આ કાર્યક્રમ મારા માટે અહંકારથી સ્વ સુધીની સફર છે.
વર્ષ 2014માં શરૂ થયેલા આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનનું ફોકસ મુખ્યત્વે યોગ, મહિલા સશક્તિકરણ, યુવા અને સ્વચ્છતા પર હતું. આ કાર્યક્રમનો 100મો એપિસોડ આજે સવારે 11 વાગ્યે પ્રસારિત થયો હતો. જેના માટે કેન્દ્ર સરકાર અને ભાજપે ખાસ તૈયારીઓ કરી છે. મન કી બાત કાર્યક્રમ 7 લોક કલ્યાણ માર્ગ પર રેકોર્ડ કરવામાં આવ્યો છે. 100મા એપિસોડને ઐતિહાસિક બનાવવા માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી હતી. ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન પર પીએમ મોદીની મન કી બાતનો કાર્યક્રમ પ્રસારિત કરાયો હતો. નોંધનિય છે કે, આ કાર્યક્રમ 3 ઓક્ટોબર 2014ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો અને મન કી બાત 2.0 મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન દેશના વિવિધ મુદ્દાઓ પર વાત કરે છે.