વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’નો 30 એપ્રિલ, 2023ના 100મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો છે. ‘મન કી બાત’ના આ એપિસોડને સ્પેશિયલ બનાવવા માટે ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી. ‘મન કી બાત’ના 100માં એપિસોડમાં વડાપ્રધાને કહ્યુ કે, ‘મન કી બાત કાર્યક્રમ હવે જન આંદોલન બની ગયું છે.’ ઓક્ટોબર 2014માં શરૂ થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો શો ‘મન કી બાત’માં છેલ્લા સાડા આઠ વર્ષમાં યોગ, મહિલાઓની આગેવાની હેઠળની પહેલ, યુવા અને સ્વચ્છતાના વિષયો પર સૌથી વધુ ચર્ચા કરવામાં આવી છે.
30 એપ્રિલ, 2023 રવિવારના રોજ ‘મન કી બાત’નો 100મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો છે. એપિસોડ્સના ટ્રાન્સક્રિપ્ટ મુજબ ‘મન કી બાત’ના અગાઉના 99 એપિસોડમાં ભારતીય સૈનિકોના બલિદાન અને બહાદુરી, સાંસ્કૃતિક વારસો, પદ્મ પુરસ્કાર વિજેતાઓની વાર્તાઓ, વિજ્ઞાન અને પર્યાવરણ અને ખાદી વિશે પણ અનેક પ્રસંગો પર લંબાણપૂર્વક વાત કરવામાં આવી છે, .
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના પ્રથમ અને બીજા કાર્યકાળ દરમિયાન આવરી લેવામાં આવેલા વિષયોમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે. જ્યારે 2014 અને 2019 વચ્ચે પ્રસારિત થયેલા એપિસોડ્સ વધુ સામાન્ય અને પ્રેરક પ્રકૃતિના હતા, ત્યારપછીના એપિસોડ્સમાં ઘણી બધી સરકારી નીતિઓ અને પહેલોનો અંદાજ હતો.
દાખલા તરીકે, શરૂઆતના થોડા વર્ષોમાં સ્વચ્છતા, યોગ, રમતગમત અને ફિટનેસ અને ડ્રગ્સથી દૂર રહેવા માટેની વાતો જણાવી હતી; જ્યારે વડાપ્રધાને તેમના બીજા તબક્કાના કાર્યકાળમાં ભારતના નિકાસ ક્ષેત્ર, સરકારની ઈ-માર્કેટપ્લેસ પહેલ, પ્રધાન મંત્રી સંગ્રહાલય, આઝાદી કા અમૃત મહોત્સવ, હર ઘર તિરંગા અભિયાન, ડિજિટલ પેમેન્ટ, સ્ટાર્ટ-અપ્સ અને યુનિકોર્ન અને ભારતના વિકાસ પામી રહેલા અવકાશ ક્ષેત્ર વિશે વાત કરી હતી.

કોવિડ-19 મહામારી અને લોકડાઉનના બે વર્ષ – 2020 અને 2021 દરમિયાન લગભગ તમામ એપિસોડમાં સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ, જેમ કે કોવિડ-યોગ્ય વર્તણૂક, રસીકરણ, લોકડાઉન અને ફરીથી ખોલવાના વિષયો પર આધારિત હતું.
વડાપ્રધાન દ્વારા અત્યાર સુધીમાં તેમના આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં લગભગ 730 વ્યક્તિઓની પ્રેરણાદાયી કહાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અધિકારીઓ કહે છે કે, 281 ખાનગી સંસ્થાઓની (એનજીઓ, સ્વ-સહાય જૂથો અને ગામડાઓ સહિત)ને પણ તેમના પ્રેરણાત્મક કામગીરી માટે પ્રશંસા કરવામાં આવી છે. આમાંના મોટાભાગના ઉદાહરણો આસામ (25), ગુજરાત (53), જમ્મુ અને કાશ્મીર (29), મહારાષ્ટ્ર (106), કર્ણાટક (72), ઉત્તર પ્રદેશ (76) અને તમિલનાડુ (52) જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવ્યા છે. માત્ર ભારતના જ નહીં વિદેશના 38 નાગરિકોની અસાધારણ કામગીરીની આ કાર્યક્રમમાં પ્રશંસા કરવામાં આવી છે.
નવેમ્બર 2014માં, અગાઉના મહિને વિજય દશમી પર ‘મન કી બાત’ના પ્રથમ એપિસોડ બાદ વડાપ્રધાને પોતે કાર્યક્રમ દ્વારા સંદેશાવ્યવહારની શક્તિનો અહેસાસ કર્યો હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું, “છેલ્લી વખતે, આપણે કેટલીક સામાન્ય વાતચીત કરી હતી. પણ પછી હું ભાનમાં આવ્યો. કેટલીકવાર આપણે વિચારીએ છીએ કે કંઈપણ બદલાશે નહીં, લોકો ઉદાસીન છે, તેઓ કંઈ કરશે નહીં, આપણો દેશ આવો છે.
“ન તો આપણો દેશ આવો છે કે ન તો આપણા લોકો ઉદાસીન છે. કેટલીકવાર મને લાગે છે કે રાષ્ટ્ર ઘણું આગળ છે અને સરકાર પાછળ જઇ રહી છે, ”તેમણે પ્રથમ એપિસોડમાં લોકોને ઓછામાં ઓછો એક ખાદીનો પોશાક ખરીદવાની વિનંતી કરી હતી.
તેમણે મન કી બાબતના 19 મિનિટના એપિસોડ દરમિયાન જણાવ્યું હતું કે, “મેં કોઈને ખાદી-ધારી બનવાનું કહ્યું ન હતું. પરંતુ ખાદી સ્ટોર્સમાંથી મને જે પ્રતિસાદ મળ્યો તે એ હતો કે એક અઠવાડિયાના ગાળામાં વેચાણમાં 125 ટકાનો ઉછાળો આવ્યો.”
આ શોના રેકોર્ડિંગ અને પ્રસારણનું સંચાલન ઓલ ઈન્ડિયા રેડિયો (એઆઈઆર)ની એક ટીમ દ્વારા કરવામાં આવે છે, જે સમગ્ર દેશમાં 501 બ્રોડકાસ્ટિંગ સ્ટેશનોનું સંચાલન કરે છે.
આ કાર્યક્રમના ઉત્ક્રાંતિથી માહિતગાર એક ઉચ્ચ અધિકારી જણાવ્યું કે, “તે એક વિચાર તરીકે શરૂ થયું હતું જેમાં વડાપ્રધાન લોકો સાથે સીધો સંવાદ કરી શકે.” ડિજિટલ માધ્યમોને બાકાત કરવામાં આવ્યા હતા કારણ કે દરેક વ્યક્તિ તેમની માલિકી ધરાવતું અથવા તેનો ઉપયોગ કરી શકતા નથી. વિચારને છેવાડાના માણસ અને વિસ્તાર સુધી પહોંચવાનો હતો. તે મામલે રેડિયોની અવરોધ રહિતત પહોંચને કંઈપણ હરાવી શક્યું નથી.
અધિકારીઓ ઉમેરે છે કે, ખાસ કરીને દૂરના ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં દૂરદર્શન તેમના રેડિયો સેટ અને મોબાઈલ ફોન પર પણ સંદેશ સાંભળતા લોકોની ઝલક મેળવવા માટે પત્રકારોની તેની ટીમનો ઉપયોગ કરે છે. દૂરદર્શન ચેનલો પણ એક સાથે સાંકેતિક ભાષામાં તેનું પ્રસારણ કરે છે.
99 એપિસોડમાં પાકિસ્તાન અને ચીનનો પણ અનોખો ઉલ્લેખ જોવા મળ્યો છે. જેમાં વર્ષ 2015માં ભારત-પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષના સંદર્ભમાં પાકિસ્તાન અને જ્યારે વડાપ્રધાને ચીન સરહદ પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 2017માં ચીનની મહાન દિવાલ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. 2020ની ગાલવાન ખીણની અથડામણ પછી કોઈપણ દેશનું નામ લીધા વગર વડાપ્રધાને કહ્યું: “જેઓએ લદ્દાખમાં ભારતીય ભૂમિ પર ખરાબ નજર નાખી હતી તેમને જડબાતોડ જવાબ મળ્યો છે”.
આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો