Rajasthan Politics: રાજસ્થાનના બાંસવાડામાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. બીજી તરફ પીએમ મોદીએ પણ અશોક ગેહલોતની પ્રશંસા કરી હતી. આ ઘટનાને લઇને કોંગ્રેસ નેતા સચિન પાયલટે સીએમ ગેહલોત પર કટાક્ષ કરતા કહ્યું કે પીએમે ગુલામ નબી આઝાદની પણ પ્રશંસા કરી હતી.
સચિન પાયલટે કહ્યું કે આ મોટો રસપ્રદ ઘટનાક્રમ કહી શકાય છે કારણ કે પીએમ મોદીએ આ જ રીતે ગુલામ નબી આઝાદની પ્રશંસા કરી હતી પણ તે પછી શું થયું હતું બધા જાણે છે. સચિન પાયલટે કહ્યું કે મને પીએમ મોદીની સીએમ ગેહલોતની પ્રશંસા કરવી ઘણું રસપ્રદ લાગે છે. પીએમે સંસદમાં ગુલામ નબી આઝાદની પણ આ જ રીતે પ્રશંસા કરી હતી. આપણે જોયું કે પછી શું થયું. આ એક રસપ્રદ ઘટના હતી. તેને હળવાશમાં ના લેવી જોઈએ.
આ પણ વાંચો – PM નરેન્દ્ર મોદી અને રાજસ્થાનના CM અશોક ગેહલોત એક મંચ પર, જાણો કારણ
બળવો કરનારને દંડિત કરવા જોઈએ – સચિન પાયલટ
સચિન પાયલટે એ પણ કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસના જે ધારાસભ્યોએ પાર્ટી સામે બળવો કર્યો છે તેને દંડિત કરવો જોઈએ. હવે રાજસ્થાનમાં અનિશ્ચિતતાનો માહોલ ખતમ કરવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે 25 સપ્ટેમ્બરે CLPની બેઠક હતી જે ના થઇ શકી તે માટે સીએમે માફી માંગી હતી. AICCએ તેને અનુશાસનહીનતાનો મામલો માન્યો અને 3 લોકોને નોટિસ આપી છે. કોંગ્રેસ જૂની અને અનુશાસિત પાર્ટી છે. કોઇપણ વ્યક્તિ કેટલો પણ મોટો હોય કાનૂન અને નિયમ બધા પર લાગુ પડે છે.
પીએમ મોદીએ કરી હતી ગેહલોતની પ્રશંસા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંસવાડામાં આયોજીત માનગઢની ગૌરવ ગાથા કાર્યક્રમમાં કહ્યું હતું કે અશોક ગેહલોત અને મેં મુખ્યમંત્રીના રુપમાં સાથે કામ કર્યું હતું. તે અમારા ઘણા મુખ્યમંત્રીઓમાંથી સૌથી વરિષ્ઠ હતા. આજે પણ અહીં મંચ પર બેસેલા બધા મુખ્યમંત્રીઓમાં તે સૌથી વરિષ્ઠ મુખ્યમંત્રીઓમાંથી એક છે.