Article-370 : 5 ઓગસ્ટ 20119નાં રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા પછી પ્રધાનમંત્રીએ રાજ્યમાં થયેલા ફેરફારો અને આતંકવાદી ઘટનાઓમાં થયેલા ઘટાડાને એક મોટી ઘટના ગણાવી છે. પીએમ નરેન્દ્ર મોદી કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ કલમને રદ કરવા માટે મંજૂરીની મહોર મારી દીધી છે. એક હિન્દી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં વડાપ્રધાને કહ્યું હતું કે હવે બ્રહ્માંડની કોઈ તાકાત તેને પાછી લાવી શકશે નહીં. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે કહ્યું હતું કે રાજ્યમાં યુદ્ધની સ્થિતિને કારણે વચગાળાની વ્યવસ્થા હેઠળ કલમ 370 લાગુ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને આત્મચિંતન કરવાની સલાહ આપી હતી.
સુપ્રીમ કોર્ટે પણ સરકારના નિર્ણયને મંજૂરી આપી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અનુચ્છેદ 370(3) હેઠળ ઓગસ્ટ 2019માં આદેશ જારી કરવાની રાષ્ટ્રપતિની શક્તિનો ઉપયોગ કરવામાં કોઈ ભૂલ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ રીતે અમે રાષ્ટ્રપતિની શક્તિનો ઉપયોગ માન્ય રાખીએ છીએ. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને 30 સપ્ટેમ્બર 2024 સુધી જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે પગલાં ભરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
પ્રધાનમંત્રીએ નવા નેતાઓને મુખ્યમંત્રી બનવાની નવી આશા ગણાવી
આ મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. તાજેતરની ચૂંટણીથી માંડીને ભાજપના સંગઠન સુધી તેમણે પોતાની વાત રાખી હતી. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મુખ્યમંત્રીઓ માટે પ્રમાણમાં નવા અને અજાણ્યા નેતાઓની પસંદગી વિશે પૂછવામાં આવતા મોદીએ કહ્યું કે આ નેતાઓ પાસે ઘણો અનુભવ છે અને તેમણે સખત મહેનત કરી છે.
આ પણ વાંચો – સંસદમાં સુરક્ષામાં ચૂક અંગે પીએમ મોદીએ પહેલીવાર નિવેદન આપ્યું, જાણો શું કહ્યું?
ભાજપની પસંદગી પર સવાલ ઉઠાવનારાઓ પર કટાક્ષ કર્યો
ભાજપની પસંદગી પર સવાલો ઉઠાવનારાઓને આડે હાથ લેતાં તેમણે કહ્યું હતું કે દેશનું એ દુર્ભાગ્ય રહ્યું છે કે જે લોકો પોતાની વાણી , પોતાની બુદ્ધિ અને પોતાના વ્યક્તિત્વથી સામાજિક જીવનમાં પ્રભાવ ઉભો કરે છે, તેમનો એક મોટો વર્ગ એક ઘિસી-પીટી બંધ માનસિકતામાં જકડાયેલો છે.
તેમણે કહ્યું કે તે માત્ર રાજકીય ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી. આ વૃત્તિ આપણને જીવનના દરેક ક્ષેત્રમાં પરેશાન કરે છે. જો કોઈ પણ ક્ષેત્રમાં નામ મોટું થાય, કોઈ પોતાનું બ્રાન્ડિંગ કરે તો બાકીના લોકોની નોંધ લેવાતી નથી, પછી ભલે તે ગમે તેટલા પ્રતિભાશાળી કેમ ન હોય, તેઓ કેટલું સારું કેમ ના કરે. આવું જ રાજકારણના ક્ષેત્રમાં પણ થાય છે.
તેમણે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે મીડિયાનું ધ્યાન ઘણા દાયકાઓથી થોડાક જ પરિવારો પર સૌથી વધારે કેન્દ્રિત રહ્યું છે અને આ કારણે નવા લોકોની પ્રતિભા અને ઉપયોગિતાની ચર્ચા કરવામાં આવતી નથી. આને કારણે તમને કેટલીક વાર કેટલાક લોકો નવા લાગે છે પરંતુ હકીકત એ છે કે તેઓ નવા નથી. તેમની પોતાની એક લાંબી તપસ્યા હોય છે, અનુભવ હોય છે. ‘