પીએમ નરેન્દ્ર મોદીએ ત્રીજા ટર્મની વાત કરી, જણાવ્યો સૌથી મોટા ટાર્ગેટ

PM Narendra Modi : બુધવારે પીએમ મોદીએ પ્રગતિ મેદાન ખાતે કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કન્વેન્શન સેન્ટરનું નામ ભારત મંડપમ રાખવામાં આવ્યું છે

PM Narendra Modi : બુધવારે પીએમ મોદીએ પ્રગતિ મેદાન ખાતે કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કન્વેન્શન સેન્ટરનું નામ ભારત મંડપમ રાખવામાં આવ્યું છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi | PM Narendra Modi speech

પીએમ મોદીની તસવીર (Photo: Screengrab from Youtube video/NarendraModi)

PM Narendra Modi speech : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જબરદસ્ત આત્મવિશ્વાસ દર્શાવતા પોતાના માટે ત્રીજી ટર્મની વાત કરી છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે આ સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારતની અર્થવ્યવસ્થા ટોપ 3 દેશોમાં સામેલ થઇ જશે. હવે પીએમ મોદીનું નિવેદન પોતાનું સ્થાન છે, પરંતુ ત્રીજી ટર્મ પર તેમણે સૌથી વધુ ભાર મુક્યો હોવાથી એટલું કહેવું પૂરતું છે કે તેમણે સમગ્ર વિપક્ષને મોટો સંદેશ આપવાનું કામ કર્યું છે.

Advertisment

બુધવારે પીએમ મોદીએ પ્રગતિ મેદાન ખાતે કન્વેન્શન સેન્ટર (IECC કોમ્પલેક્સ)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ કન્વેન્શન સેન્ટરનું નામ ભારત મંડપમ રાખવામાં આવ્યું છે. કહેવામાં પીએમ એક સરકારી કાર્યક્રમમાં ગયા પરંતુ ત્રીજી ટર્મ માટે તેમના તરફથી સંદેશ આપવામાં આવ્યો. પીએમ મોદીએ કહ્યું કે પહેલા કાર્યકાળની શરૂઆતમાં ભારત 10માં નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી, બીજા કાર્યકાળમાં અમે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા. હવે ત્રીજી ટર્મમાં ટોપ 3માં એક નામ ભારતનું હશે. અર્થવ્યવસ્થાના મામલે ભારત ત્રીજા નંબર પર પહોંચીને રહેશે. આ મોદીની ગેરંટી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પ્રગતિ મેદાન સંકુલમાં નવા સંમેલન કેન્દ્રનું ઉદ્ઘાટન કરતી વખતે નવી દિલ્હીમાં વિકાસની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે દિલ્હીમાં આજે નેશનલ વોર મેમોરિયલ, પોલીસ મેમોરિયલ, બાબા સાહેબ આંબેડકર મેમોરિયલ છે. આપણે વર્ક કલ્ચર અને વર્ક એન્વાયર્નમેન્ટ બંને બદલવા પડશે. યુવાનો અહીં પીએમ મ્યુઝિયમ દ્વારા અગાઉના તમામ વડાપ્રધાનો વિશે માહિતી મેળવી રહ્યા છે. ટૂંક સમયમાં જ દિલ્હીમાં વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ 'યુગે યુગીન ભારત' બનાવવામાં આવશે.

Advertisment

પીએમ મોદીએ એ વાત ઉપર પણ ભાર આપ્યો કે ભારત લોકતંત્રની જનની છે અને દુનિયાએ આ વાતને સ્વીકાર કરી લીધી છે. આ કડીમાં ભારત મંડપમ આપણા ભારતીયો દ્વારા પોતાના લોકતંત્ર માટે ખાસ ભેટ છે.

આ પણ વાંચો - અમિત શાહે કહ્યું – સરકાર મણિપુર પર ચર્ચા કરવા તૈયાર, સંવેદનશીલ મામલે દેશને સત્ય જાણવા મળે તે જરૂરી

આ પહેલીવાર નથી જ્યારે પીએમ મોદીએ પોતાના માટે ત્રીજી ટર્મની વાત કરી હોય. આ પહેલા જ્યારે 2019ની લોકસભા ચૂંટણી નજીક હતી ત્યારે તેમણે આ જ અંદાજમાં આવી ભવિષ્યવાણી કરી હતી. હવે ફરીથી પીએમ મોદી દ્વારા 2024 પહેલા માહોલ બનાવવા માટે આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા પીએમ મોદી તરફથી વિપક્ષી ગઠબંધન પર કટાક્ષ કર્યો હતો.

ટ્રેન્ડિંગ ન્યૂઝ નરેન્દ્ર મોદી ભાજપ PM Narendra Modi