હવે IPS આલોક શર્માના હાથમાં હશે પીએમ મોદીની સુરક્ષા, કેબિનેટે બનાવ્યા એસપીજીના ડાયરેક્ટર

SPG Director : એસપીજીના નવા ડાયરેક્ટર આલોક શર્મા 1991 બેચના યુપી કેડરના આઈપીએસ અધિકારી છે

SPG Director : એસપીજીના નવા ડાયરેક્ટર આલોક શર્મા 1991 બેચના યુપી કેડરના આઈપીએસ અધિકારી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
pm narendra modi security | spg director

સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)ના એડિશનલ ડાયરેક્ટર આલોક શર્માને એસપીજીના નવા ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

PM Narendra Modi Security : કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે વડાપ્રધાનની સુરક્ષા કરનારા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)ના એડિશનલ ડાયરેક્ટર આલોક શર્માને એસપીજીના નવા ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આલોક શર્મા હાલ એસપીજીમાં આઈજી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં છેલ્લા છ વર્ષથી તૈનાત છે. તેઓ 2016માં એડીજી બન્યા હતા. 2017માં તેમને કેન્દ્રમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Advertisment

એસપીજીના નવા ડાયરેક્ટર આલોક શર્મા 1991 બેચના યુપી કેડરના આઈપીએસ અધિકારી છે. તે ઉત્તર પ્રદેશના અનુપશહર શહેર વિસ્તારના રૂપવાસ ગામના રહેવાસી છે. તેમનું ઉચ્ચ શિક્ષણ અલીગઢમાં થયું હતું. તેમણે અલીગઢ યુનિવર્સિટીમાંથી B.Tech કર્યું હતું. આ પછી તેમણે ત્યાં રહીને યુપીએસસીની તૈયારી કરી હતી અને આઇપીએસમાં ટોચનો ક્રમ હાંસલ કર્યો હતો. 25 વર્ષની નોકરી બાદ શર્માને 2016માં કેન્દ્ર સરકાર દ્વારા ડીજી સેન્ટ્રલમાં બઢતી આપવામાં આવી હતી.

આલોક શર્મા 6 સપ્ટેમ્બર 2023ના રોજ એસપીજીના ડાયરેક્ટર અરુણ કુમાર સિન્હાના કેન્સરના કારણે મોત પછી એસપીજીનું નેતૃત્વ કરી રહ્યા હતા. શુક્રવારે કેબિનેટની નિમણૂક સમિતિની બેઠક બાદ દેશભરમાંથી માત્ર 14 આઈપીએસ અધિકારીઓને ડીજી બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો -  પીએમ નરેન્દ્ર મોદીએ પોતાનું ઉદાહરણ આપીને ડીપફેકને લઇને વ્યક્ત કરી ચિંતા

Advertisment

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 1991માં ટ્રેનિંગ દરમિયાન આલોક શર્માને તત્કાલીન રક્ષામંત્રીએ 7 મેડલથી સન્માનિત કર્યા હતા. આલોક શર્માની પહેલી નિમણૂક પીલીભીત જિલ્લામાં થઈ હતી. આ પછી તેઓ બુલંદશહર, સહારનપુર, ઉન્નાવ, મુરાદાબાદ સહિત ઘણા જિલ્લાઓના એસએસપી હતા. ત્યાર બાદ તેઓ ડીઆઈજી અને આઈજીના પદ ઉપર પણ રહ્યા હતા.

નરેન્દ્ર મોદી દેશ PM Narendra Modi