PM Narendra Modi : પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં જે દલિત મહિલાના ઘરે ચા પીધી હતી, તેમને મોકલાવી ખાસ ભેટ, લખી ચિઠ્ઠી

PM Narendra Modi : પીએમ મોદી થોડા દિવસો પહેલા અયોધ્યા ગયા હતા. તે સમયે સુરક્ષા પ્રોટોકોલ પાછળ છોડીને દલિત મહિલાના ઘરે ગયા હતા. ત્યાં જઈને પીએમ મોદી પૂરા પરિવારને મળ્યા હતા

PM Narendra Modi : પીએમ મોદી થોડા દિવસો પહેલા અયોધ્યા ગયા હતા. તે સમયે સુરક્ષા પ્રોટોકોલ પાછળ છોડીને દલિત મહિલાના ઘરે ગયા હતા. ત્યાં જઈને પીએમ મોદી પૂરા પરિવારને મળ્યા હતા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
pm narendra modi | ayodhya

પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં જે દલિત મહિલાના ઘરે ચા પીધી હતી તેમને ખાસ ભેટ મોકલાવી છે

PM Narendra Modi Ayodhya Visit : પીએમ નરેન્દ્ર મોદી થોડા દિવસો પહેલા અયોધ્યાના પ્રવાસ પર હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે એક દલિત મહિલાના ઘરે ચા પીધી હતી. હવે આ જ મહિલાને પીએમ મોદી તરફથી ખાસ ગિફ્ટ મળી છે, એક પત્ર પણ લખવામાં આવ્યો છે. પીએમ મોદીએ પોતાની ચિઠ્ઠીમાં એ વાત પર ખુશી વ્યક્ત કરી છે કે જે પરિવારની તેમણે મુલાકાત કરી, તેમના આત્મ વિશ્વાસ કેટલો સારો હતો.

Advertisment

પીએમ મોદી થોડા દિવસો પહેલા અયોધ્યા ગયા હતા, જ્યાં તેમને ખબર પડી કે ઉજ્જવલા યોજના હેઠળ જે મહિલાને ગેસ કનેક્શન મળ્યું છે, તેનું ઘર અયોધ્યામાં જ છે. આવી સ્થિતિમાં તેમણે અચાનક ત્યાં જવાનું મન બનાવ્યું અને સુરક્ષા પ્રોટોકોલ પાછળ છોડીને તે દલિત મહિલાના ઘરે ગયા હતા. ત્યાં જઈને પીએમ મોદી પૂરા પરિવારને મળ્યા હતા. બધાને આશ્ચર્ય થયું કે દેશના વડાપ્રધાન અચાનક તેમની વચ્ચે પહોંચી ગયા.

પીએમ મોદીએ તેમના ઘરે મહિલાને ચા બનાવવાનું કહ્યું અને ઘણા કિસ્સા પણ સંભળાવ્યા હતા. ચા ને લઈને પીએમે કહ્યું કે તમે અહીં બહુ મીઠી ચા પીઓ છો, પરંતુ સારી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ પોતે ચા વેચનારા રહ્યા છે, તેથી તેમને ખબર છે કે સારી ચા કેવી હોય છે. આ પછી પીએમ મોદીએ મહિલાને પૂછ્યું કે શું તમને સરકાર તરફથી અનાજ મળી રહ્યું છે, શું તમને ઘર મળ્યું છે? દરેક સવાલ પર મહિલાએ હા માં જવાબ આપ્યો અને પીએમ ઘણા ખુશ દેખાઈ રહ્યા હતા.

આ પણ વાંચો - નરેગા, ન્યાય અને પીએમ-કિસાન: રાજકારણીઓ ગરીબોને સીધો લાભ (રોકડ) આપવામાં કેમ વિશ્વાસ રાખે છે?

Advertisment

હવે આ જ મુલાકાત પછી પીએમે નવા વર્ષના અવસર પર ફરીથી તે પરિવારને ચિઠ્ઠી લખી છે, ઘણી ગિફ્ટો પણ આપવામાં આવી છે. પીએમે ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યારે ગરીબોના સપના પૂરા થાય છે, ત્યારે તેમને કામ કરવા માટે વધુ ઉર્જા મળે છે.

Ayodhya દેશ PM Narendra Modi