India-UK Relationship: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) મંગળવારે યૂનાઇટેડ કિંગડમના કિંગ ચાર્લ્સ III (King Charles III) સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન જલવાયુ, જૈવ વિવિધતાના સંરક્ષણ, જી-20 સહિત મુદ્દા પર ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે પર્યાવરણ સંરક્ષણ, જલવાયુ અને કોમનવેલ્થ સહિત આપસી હિતોના મુદ્દા પર કિંગ ચાર્લ્સ III સાથે ચર્ચા કરવી ખુશીની વાત હતી. સાથે ભારતની જી-20ની અધ્યક્ષતાની પ્રાથમિકતાઓ અને મિશન લાઇફની સંભાવનાઓ પર ચર્ચા કરી. આ જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલયે આપી છે.
પીએમ મોદીએ કિંગ ચાર્લ્સ તૃતીયને અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રી કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું કે બ્રિટનના શાસકનું પદ ગ્રહણ કર્યા પછી પ્રધાનમંત્રીની કિંગ ચાર્લ્સ તૃતીય સાથે પ્રથમ વાતચીત હતી. જેથી પીએમ મોદીએ તેમના અંત્યત સફળ શાસનની પ્રાર્થના કરી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું કે ટેલિફોન કોલ દરમિયાન આપસી હિતના ઘણા વિષયો પર ચર્ચા કરવામાં આવી, જેમાં જલવાયુ કાર્યવાહી, જૈવ વિવિધતાનું સંરક્ષણ જેવા ઘણા મુદ્દા સામેલ હતા.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024ની તૈયારીમાં લાગી BJP, કમુરતામાં નહીં કરે કોઈ કાર્યક્રમ, જાણો શું છે રણનીતિ
G-20ની અધ્યક્ષતા માટે ભારતની પ્રાથમિકતાઓ પર વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિંગ ચાર્લ્સ તૃતિયને ડિજિટલ સાર્વજનિક વસ્તુઓના પ્રચાર સહિત જી-20ની અધ્યક્ષતા માટે ભારતની પ્રાથમિકતાઓ વિશે જાણકારી આપી. પીએમઓએ કહ્યું કે તેમણે મિશન લાઇફ-લાઇફસ્ટાઇલ ફોર એનવાયરનમેન્ટની પ્રાસંગિકતા વિશે પણ જણાવ્યું. જેના દ્વારા ભારત પર્યાવરણની દ્રષ્ટીથી ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માંગે છે. બન્ને નેતાઓએ કોમનવેલ્થ રાષ્ટ્રો અને તેના કામકાજને વધારે મજબૂત કરવાની રીત પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. કિંગ ચાર્લ્સ III પોતાની માતા ક્વિન એલિઝાબેથના નિધન પછી રાજા બન્યા છે.