શુભજિત રોય| PM Narendra Modi Speech US Congress : વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસ પ્રવાસે છે, તેમણે યુએસ કોંગ્રેસમાં લગભગ એક કલાક સુધી ઘણા વિષયો પર વાત કરી હતી. વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ સહિત યુએસ કોંગ્રેસના સભ્યોએ ઘણી વખત તાળીઓ પાડી અને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. આ વખતે ભાષણ છેલ્લી વખત કરતાં લાંબુ હતું, જે 2016માં લગભગ 45 મિનિટ હતું.
PMના ભાષણની 15 મુખ્ય બાબતો
ભારતીય અમેરિકન પ્રવાસી:
તેમણે ભારતીય-અમેરિકન પ્રવાસીઓ સુધી પહોંચ બનાવી અને સાથે અમેરિકાના રાજકીય વર્ગને બતાવી દીધુ કે, તેઓ ટેબલ પર શું મૂલ્ય ધરાવે છે.
“અમેરિકાનું ફાઉન્ડેશન તમારા સમગ્ર ઇતિહાસમાં સમાન લોકોના રાષ્ટ્રના તમારા વિઝનથી પ્રેરિત હતું, તમે વિશ્વભરના લોકોને ગળે લગાવો છો અને તમે તેમને અમેરિકાના સ્વપ્નમાં સમાન ભાગીદાર બનાવ્યા છે. અહીં લાખો લોકો એવા છે, જેમના મૂળ ભારતમાં છે. તેમાંથી કેટલાક આ ચેમ્બરમાં શાનથી બેઠા છે. અને મારી પાછળ એક છે જેમણે ઈતિહાસ રચ્યો છે.”
રાજકારણ અને ધ્રુવીકરણ, પરંતુ રાષ્ટ્ર પ્રથમ:
એક સાથી લોકશાહી તરીકે, તેમણે રાજકીય વર્ગને કહ્યું કે, અંદરોઅંદર મતભેદ હોઈ શકે છે, પરંતુ દેશના રાજકીય વર્ગે, દેશના હિતોને પ્રથમ રાખીને એક અવાજે બોલવું જોઈએ.
“હું દબાણ, સમજાવટ અને નીતિની લડાઈ સાથે સંબંધિત હોઈ શકું છું. હું વિચારો અને વિચારધારાની ચર્ચાને સમજી શકું છું. પરંતુ મને એ જોઈને આનંદ થાય છે કે, તમે આજે વિશ્વના બે મહાન લોકશાહી ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધોની ઉજવણી કરવા માટે એકસાથે આવ્યા છો.”
“ઘરે વિચારોની સ્પર્ધા થશે અને થવી પણ જોઈએ. પરંતુ જ્યારે આપણે આપણા રાષ્ટ્ર માટે બોલીએ ત્યારે, આપણે સાથે આવવું જોઈએ,”. તેમણે કહ્યું, રાહુલ ગાંધીના વિદેશમાં આપેલા નિવેદનોને આ સંદર્ભ તરીકે જોઈ શકાય છે.
લોકશાહી અને તેના મૂલ્ય માટે એક મોટો જયકાર:
મોદીએ લોકશાહીના મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો મુદ્દો બનાવ્યો, જેના માટે તેમણે પ્રશ્નોનો સામનો કર્યો છે અને અમેરિકામાં જે પોતાના પડકારોનો સામનો કરી રહ્યા છે. અને આ બધું, “સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય” તરફના તેમના યોગદાન માટે મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને શ્રદ્ધાંજલિ સાથે.
“લોકશાહી આપણા પવિત્ર અને સહિયારા મૂલ્યોમાંનું એક છે. તે લાંબા સમય સુધી વિકસી છે અને તેણે વિવિધ પ્રણાલીઓનું સ્વરૂપ લીધું છે. જો કે, સમગ્ર ઇતિહાસમાં, એક વાત સ્પષ્ટ રહી છે: લોકશાહી એ ભાવના છે, જે સમાનતા અને ગૌરવને સમર્થન આપે છે. લોકશાહી એ એક વિચાર છે, જે ચર્ચા અને ચર્ચાનું સ્વાગત કરે છે, લોકશાહી એ એક સંસ્કૃતિ છે, જે વિચારો અને અભિવ્યક્તિને પાંખો આપે છે. પ્રાચીન કાળથી ભારતને આવા મૂલ્યોનો આશીર્વાદ મળ્યો છે. લોકશાહી ભાવનાના વિકાસમાં, ભારત લોકશાહીની માતા છે.”
આપણે સાથે મળીને વિશ્વને વધુ સારું ભવિષ્ય અને ભવિષ્યને વધુ સારી દુનિયા આપીશું.
આઝાદીના 75 વર્ષ:
મોદીએ વિદેશી શાસન પછી સ્વતંત્રતાના તેમના મનપસંદ વિષયોમાંના એકને સ્પર્શ કર્યો, અને તે તેમના માટે શું અર્થ રાખે છે
“ગયા વર્ષે, ભારતે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી હતી. અમે એક યા બીજા સ્વરૂપે 1000 વર્ષના વિદેશી શાસન પછી આઝાદીના 75 વર્ષની યાત્રાની ઉજવણી કરી હતી. આ માત્ર લોકશાહીનો જ નહીં, પણ વિવિધતાનો પણ ઉત્સવ હતો, માત્ર આપણા બંધારણનો જ નહીં, પણ આપણી સામાજિક સશક્તિકરણની ભાવનાનો, માત્ર આપણી સ્પર્ધાત્મકતા અને સહકારી સંઘવાદનો જ નહીં, પણ આપણી આવશ્યક એકતા અને અખંડિતતાનો પણ ઉત્સવ હતો.
વિવિધતા અને એકતાનું પ્રદર્શન: તેમણે ભારતની વિવિધતા અને તમામ ધર્મો માટે આદર વ્યક્ત કર્યો:
2,500 રાજકીય પક્ષો, 22 સત્તાવાર ભાષાઓ, હજારો બોલીઓ અને દર 100 માઇલે ભોજન બદલાય છે, તે વિશે વાત કરતાં, તેમણે કહ્યું, “અને તેમ છતાં ભારતના લોકો એક અવાજે બોલીએ છીએ… ભારત વિશ્વના તમામ ધર્મોનું ઘર છે અને આપણે વિવિધતાની ઉજવણી કરીએ, આજ જીવનની કુદરતી રીત છે.”
“આજે વિશ્વ ભારત વિશે વધુને વધુ જાણવા માંગે છે. હું છેલ્લા એક દાયકામાં ભારતમાં યુએસ કોંગ્રેસના 100 થી વધુ સભ્યોનું સ્વાગત કરવા માટે આ ગૃહમાં સન્માન પામવાની ઉત્સુકતા જોઈ રહ્યો છું. દરેક વ્યક્તિ ભારતના વિકાસ, લોકશાહી અને વિવિધતાને સમજવા માંગે છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે, ભારત શું કરી રહ્યું છે.”
તેમણે આર્થિક તકો અને સ્કેલ બતાવ્યા:
તેમણે ભારતીય અર્થતંત્ર, સમાજ અને ઉપલબ્ધતા તથા ઉપલબ્ધ અવસરનું પ્રદર્શ કર્યું
“જ્યારે હું વડા પ્રધાન તરીકે પ્રથમ વખત યુએસની મુલાકાતે ગયો, ત્યારે ભારત વિશ્વની 10મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી. આજે ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અને ભારત ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આપણે માત્ર મોટા જ નથી થઈ રહ્,યા પણ આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ, જ્યારે ભારતનો વિકાસ થાય છે ત્યારે આખા વિશ્નો વિકાસ થાય છે.
તેથી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી – હાઉસિંગ (અમે 150 મિલિયનથી વધુ લોકો માટે વિસ્તાર પૂરો પાડવા માટે લગભગ 40 મિલિયન ઘરો આપ્યા છે. આ ઑસ્ટ્રેલિયાની વસ્તી કરતાં લગભગ છ ઘણા છે), નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોગ્રામ (લગભગ 500 મિલિયન લોકો માટે મફત તબીબી ખાતરી કરી છે, દક્ષિણ અમેરિકાની વસ્તી કરતાં વધુ), બેંકમાં ખાતા વગરના લોકોને બેંકિંગ (લગભગ 500 મિલિયન લોકોએ લાભ લીધો, ઉત્તર અમેરિકાની વસ્તી જેટલા લગભગ), દેશમાં 850 મિલિયનથી વધુ સ્માર્ટફોન અને ઇન્ટરનેટ યુઝર્સ છે (યુરોપની જનસંખ્યાથી વધુ).
મહિલા સશક્તિકરણ:
મહિલા રાષ્ટ્રપતિથી લઈને પંચાયતોમાં ચૂંટાયેલા નેતાઓ સુધી, સશસ્ત્ર દળોમાં મહિલાઓને તક.
પીએમ મોદીએ કહ્યું કે, “આજે આધુનિક ભારતમાં, મહિલાઓ આપણને વધુ સારા ભવિષ્ય તરફ દોરી રહી છે. આજે મહિલાઓ આર્મી, નેવી અને એરફોર્સમાં આપણા દેશની સેવા કરી રહી છે. ભારત પાસે વિશ્વમાં સૌથી વધુ મહિલા એરલાઇન પાયલોટની ટકાવારી પણ છે અને તેણીએ અમને મંગળ પર લઈ જવા માટે અમારા મંગળ વિઝનનું નેતૃત્વ કર્યું છે. હું માનું છું કે એક છોકરી પાછળ રોકાણ કરવાથી સમગ્ર પરિવારનો વિકાસ થાય છે, મહિલાઓનો ઉત્થાન રાષ્ટ્રને બદલવા માટે સશક્ત બને છે”.
યુવાનો અને ટેકનોલોજી:
યુવાનો દેશમાં ટેકનોલોજીકલ ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યા છે. “યુવાન પેઢી પણ ભારતને ટેક્નોલોજીનું હબ બનાવી રહી છે,” તેમણે મોબાઈલ પેમેન્ટ્સ, એપ્સ, ડેટા સાયન્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગની રૂપરેખા પ્રસ્તુત કરી.
“જો તમે ભારતની મુલાકાત લો છો, તો તમે જોશો કે રસ્તા પર રેકડી (લારી) ચલાવનાર સહિત દરેક વ્યક્તિ પેમેન્ટ માટે ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. ગત વર્ષે, વિશ્વમાં દરેક 100 રિયલ-ટાઇમ ડિજિટલ ચુકવણીઓમાંથી 46 ભારતમાં થઈ હતી.
પર્યાવરણની સંભાળ રાખો:
તેમણે કહ્યું, “પૃથ્વી આપણી માતા છે અને આપણે તેના બાળકો છીએ. ભારતીય સંસ્કૃતિમાં, હું પર્યાવરણનો ઊંડો આદર કરું છું”. ભારત તેની પેરિસ પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરનાર એકમાત્ર G20 દેશ બન્યો છે.
“દરેક વ્યક્તિ સકારાત્મક અસર કરી શકે છે. સ્થિરતાને લોકોની ચળવળ બનાવવી. અમારો દ્રષ્ટિકોણ ગ્રહ-તરફી પ્રગતિ છે, અમારો દ્રષ્ટિ ગ્રહ તરફી સમૃદ્ધિ છે, અમારી દ્રષ્ટિકોણ ગ્રહ-તરફી લોકો છે.
વિશ્વ એક કુટુંબ છે:
યોગથી લઈને બાજરી સુધી, રસીથી લઈને શાંતિ રક્ષકો સુધી – કેવી રીતે તે શેર કરવા માટે ભારત હંમેશા તૈયાર રહ્યું છે
“અમે આપત્તિના સમયે પ્રથમ પ્રતિક્રિયાકર્તા તરીકે બીજાઓ સુધી પહોંચીએ છીએ, જેવું અમે અમારા માટે કરીએ છીએ. અમે અમારા સાધારણ સંસાધનો પણ એ દેશ સાથે શેર કરીએ છીએ, જેમને તેની સૌથી વધુ જરૂર હોય છે. અમે ક્ષમતાઓનું નિર્માણ કરીએ છીએ, નિર્ભરતાનું નહીં.”
ભારતની યોજનામાં અમેરિકાનું સ્થાન:
ભારત માટે અમેરિકા કેટલું મહત્વનું છે અને તેનાથી વિપરિત, મોદીએ તેમના સંબોધન દરમિયાન તેની વાત કરી. તેમણે અંતરીક્ષ, સેમિકન્ડક્ટર્સ, કૃષિ, કૃત્રિમ બુદ્ધિમત્તા, ઉર્જા અને શિક્ષણ, આરોગ્યસંભાળ અને માનવતાવાદી પ્રયાસોમાં સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી.
“જ્યારે હું વિશ્વમાં ભારતના અભિગમ વિશે વાત કરું છું, ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ એક વિશેષ સ્થાન ધરાવે છે. હું જાણું છું કે, આપણા સંબંધ તમારા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કોંગ્રેસના દરેક સભ્યને તેમાં ઊંડો રસ છે. જ્યારે ભારતમાં સંરક્ષણ અને એરોસ્પેસનો વિકાસ થાય છે, ત્યારે વોશિંગ્ટન, એરિઝોના, જ્યોર્જિયા, અલબામા, દક્ષિણ કેરોલિના અને પેન્સિલવેનિયા રાજ્યોમાં ઉદ્યોગોનો વિકાસ થાય છે.
તેમણે કહ્યું કે, “જ્યારે અમેરિકન કંપનીઓ વધે છે, ત્યારે ભારતમાં તેમના સંશોધન અને વિકાસ કેન્દ્રો પણ વધે છે. જ્યારે ભારતીયો વધુ ઉડાન ભરે છે, ત્યારે પ્લેનનો એક ઓર્ડર અમેરિકાના 44 રાજ્યોમાં 10 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરે છે.”
પીએમ મોદીએ કહ્યું, “જ્યારે યુએસ ફોન ઉત્પાદકો ભારતમાં રોકાણ કરે છે, ત્યારે તેનાથી બંને દેશોમાં નોકરીઓ અને તકોની સંપૂર્ણ ઇકોસિસ્ટમ બને છે. જ્યારે ભારત અને યુએસ સેમિકન્ડક્ટર્સ અને ક્રિટિકલ મિનરલ્સ પર સાથે મળીને કામ કરે છે, ત્યારે તે સપ્લાય ચેઈનને વધુ વૈવિધ્યસભર, સ્થિતિસ્થાપક અને વિશ્વસનીય બનાવવામાં મદદ કરે છે.”
સંરક્ષણ અને નિર્ણાયક ટેક્નોલોજીના નવા ક્ષેત્રો પર તેમનું ધ્યાન કેન્દ્રીત કરતા તેમણે કહ્યું, “સદીની શરૂઆતમાં અમે સંરક્ષણ સહયોગ માટે અજાણ્યા હતા. હવે, યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા અમારા સૌથી મહત્વપૂર્ણ સંરક્ષણ ભાગીદારોમાંનું એક બની ગયું છે.”
યુક્રેન સંઘર્ષ:
છેલ્લા કેટલાક વર્ષોમાં “ખૂબ વિક્ષેપજનક ઘટનાક્રમ” ને યાદ કરતા, તેમણે કહ્યું, “યુક્રેન સંઘર્ષ સાથે, યુદ્ધ યુરોપમાં હાવી થયું છે અને આ ક્ષેત્રમાં ભારે દર્દ ઉભુ થયું છે. ગ્લોબલ સાઉથના દેશો ખાસ કરીને પ્રભાવિત થયા છે.” વૈશ્વિક વ્યવસ્થા યુનાઈટેડ નેશન્સ ચાર્ટરના સિદ્ધાંતો, વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન અને સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના સન્માન પર આધારિત છે.
પીએમ મોદએ વધુમાં કહ્યું કે, “મેં સીધું, સ્પષ્ટ અને જાહેરમાં કહ્યું છે કે, આ યુદ્ધનો યુગ નથી,” તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લખેલા તેમના શબ્દો યાદ કરતા કહ્યું, “પરંતુ આ સંવાદ અને મુત્સદ્દીગીરીનો યુગ છે અને આપણે બધાએ રક્તપાત રોકવા માટે અને માનવ દુઃખ ઓછુ કરવા એક સાથે રહી ભાગ ભજવવો જોઈએ, અને આપણે જે કરી શકીએ તે બધું કરવું જોઈએ”
અમેરિકાની ધરતી પર ચીન સાથે સ્પર્ધા:
તેમણે ચીનને પણ આડે હાથ લેતા કહ્યું કે, “જબરદસ્તી અને મુકાબલાના ઘેરા વાદળ ઈન્ડો-પેસિફિક પર તેની છાયા પાડી રહ્યા છે. પ્રદેશની સ્થિરતા, અમારી ભાગીદારીની કેન્દ્રીય ચિંતાઓમાંની એક બની ગઈ છે.”
પીએમ મોદીએ કહ્યું, “અમે એક સ્વતંત્ર, ખુલ્લા અને સર્વસમાવેશક ઈન્ડો-પેસિફિકનું વિઝન શેર કરીએ છીએ. એક એવો પ્રદેશ, જ્યાં મોટા અને નાના દેશો તેમની પસંદગીમાં સ્વતંત્ર અને નીડર છે. તેમની પ્રગતિ દેવાના અશક્ય બોજથી અટકી નથી, જ્યાં વ્યૂહાત્મક હેતુઓ માટે કનેક્ટિવિટીનો લાભ લેવામાં આવતો નથી.”
આતંકવાદને એક ચિંતા તરીકે ચિંતા તરીકે ચિહ્નીત કરવું:
મોદીએ એમ પણ કહ્યું હતું કે, આતંકવાદને ડામવા અને તેને પહોંચીવળવા માટે કોઈ કિંતુ-પરંતુ ન હોવું જોઈએ, અને પાકિસ્તાન પર પરોક્ષ રીતે હુમલો કરીને આતંકવાદનું પાલન-પોષણ કરનારા દેશો સામે પગલાં લેવાની માંગ કરી હતી.
તેમણે કહ્યું કે, 9/11 પછીના બે દાયકાથી વધુ અને મુંબઈમાં 26/11 પછીના એક દાયકાથી વધુ સમય પછી પણ કટ્ટરપંથી અને આતંકવાદ સમગ્ર વિશ્વ માટે એક ગંભીર ખતરો છે.
મોદીએ અંગ્રેજીમાં તેમના 60 મિનિટના સંબોધનમાં કહ્યું, “આ વિચારધારાઓ નવી ઓળખ અને સ્વરૂપો લેતી રહે છે, પરંતુ તેમના ઇરાદા એક જ છે. આતંકવાદ માનવતાનો દુશ્મન છે અને તેને પહોંચીવળવા માટે અથવા તેને ડામવા માટે કોઈ કિંતુ-પરંતુ હોઈ શકે નહીં. આપણે એવી તમામ શક્તિઓની નિંદા કરવી જોઈએ જે આતંકવાદનું પાલન-પોષણ અને નિકાસ કરે છે,”. તેમનો સામનો કરવો પડશે.”
ભારત અને યુએસ બંને માટે કાર્ય હાથમાં છે:
ભારત અને યુ.એસ. અલગ-અલગ સંજોગો અને ઈતિહાસમાંથી આવે છે તેની નોંધ લેતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે, આ મુલાકાત “મહાન સકારાત્મક પરિવર્તન”માંથી એક છે અને તેઓ સાથે મળીને દર્શાવશે કે “લોકશાહી વધુ સારી છે અને લોકશાહી લોકોનો ઉદ્ધાર કરે છે”.
તેમણે કહ્યું કે, દરેક ભારતીય વડાપ્રધાન અને અમેરિકી રાષ્ટ્રપતિએ સંબંધોને આગળ વધાર્યા છે, પરંતુ આ પેઢી પાસે હજુ વધુ ઊંચાઈ હાંસલ કરવાનું કામ છે.
આ પણ વાંચો – Election 2024 | લોકસભા ચૂંટણી 2024 માટે તખ્તો ઘડવા વિપક્ષ મહાગઠબંધન તૈયાર, આજે બેઠક જાણો શું છે પ્લાન?
તેમણે કહ્યું, “અમે એક સમાન દ્રષ્ટિકોણ અને એક સમાન ભાગ્ય દ્વારા એક થયા છીએ. જ્યારે અમારી ભાગીદારી આગળ વધે છે, આર્થિક સ્થિતિસ્થાપકતા વધે છે, નવીનતા ખીલે છે, વિજ્ઞાન ખીલે છે, જ્ઞાનમાં પ્રગતિ થાય છે, જેનાથી માનવતાને લાભ થાય છે. આપણા સમુદ્ર અને આકાશ સુરક્ષિત છે, લોકશાહી વધુ ઉજ્જવળ બનશે, અને વિશ્વ એક શાનદાર જગ્યા બનશે. આજ અમારી ભાગીદારીનું મિશન છે. અને સદી માટે આજ અમારૂ આહ્વાહન છે.”
વડાપ્રધાન મોદીએ અંતમાં કહ્યું કે, “અમારી ભાગીદારીના ઉચ્ચ ધોરણો હોવા છતાં, આ પ્રવાસ એક મહાન સકારાત્મક પરિવર્તન છે. અમે સાથે મળીને દર્શાવીશું કે, લોકશાહી વધુ સારી છે અને લોકશાહી પરિણામ આપે છે. હું ભારત-યુએસ ભાગીદારીના તમારા નિરંતર સમર્થન પર વિશ્વાસ કરું છું.”