PM Narendra Modi in Karnataka: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના યાદગિરી જિલ્લાને કરોડોની ભેટ આપી છે. તેમણે ઘણી પરિયોજનાનો શિલાન્યાસ કર્યો છે. કોડેકલમાં સિંચાઇ, પેયજલ અને રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પરિયોજનાથી સંબંધિત વિભિન્ન વિકાસ પરિયાજનાઓની આધારશીલા રાખવામાં આવી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ 25 વર્ષોના નવા સંકલ્પ તરફ આગળ વધી રહ્યો છે અને આ વર્ષ દેશના દરેક વ્યક્તિ માટે અમૃતકાળ છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે રીતે કર્ણાટકના વિકાસ માટે તેજીથી કામ થઇ રહ્યું છે તે પ્રશંસનીય છે. હવે દેશ આગામી 25 વર્ષોના નવા સંકલ્પોને સિદ્ધિ કરવા માટે આગળ વધી રહ્યો છે. આ 25 વર્ષ દેશના દરેક વ્યક્તિ માટે અમૃતકાળ છે. દરેક રાજ્ય માટે અમૃતકાળ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અમૃતકાળમાં આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે. ભારત વિકસિત ત્યારે થઇ શકે છે જ્યારે દેશનો દરેક નાગરિક, દરેક પરિવાર, દરેક રાજ્ય આ અભિયાન સાથે જોડાય. ખેતરમાં કામ કરનાર ખેડૂત હોય કે પછી ઉદ્યોગોમાં કામ કરતો શ્રમિક દરેકનું જીવન શાનદાર હોય.
આ પણ વાંચો – પીએમ સાથે મુલાકાત પહેલા BJPના નેતાઓના ફોન કેમ લેવામાં આવ્યા?
પીએમે કહ્યું કે યાદગિરી દાળનો કટોરો છે. અહીંની દાળ દેશભરમાં પહોંચે છે. છેલ્લા 7-8 વર્ષોમાં જો ભારત દાળ માટે વિદેશી નિર્ભરતા ઓછી કરી છે તો તેમાં ઉત્તર કર્ણાટકના ખેડૂતોની મોટી ભૂમિકા છે. કેન્દ્ર સરકારે પણ 8 વર્ષોમાં ખેડૂતો પાસેથી 80 ગણી દાળ MSP પર ખરીદી છે. 2014 પહેલા દાળ માટે ખેડૂતોને 100 કરોડ રૂપિયા મળતા હતા જ્યારે અમારી સરકાર દાળ માટે ખેડૂતોને 600 કરોડ રૂપિયા આપ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે સાડા ત્રણ વર્ષ પહેલા જ્યારે જળ જીવન મિશન શરુ થયું ત્યારે 18 કરોડ ગ્રામીણ પરિવારોમાંથી ફક્ત 3 કરોડ ગ્રામીણ પરિવારો પાસે નળ કનેક્શન હતું. આજે દેશમાં લગભગ 11 કરોડ ગ્રામીણ પરિવારોને નળથી જળ મળી રહ્યું છે.
પીએમે કહ્યું કે ડબલ એન્જીનની સરકાર કેવી રીતે કામ કરી છે તેનું શાનદાર ઉદાહરણ હર ઘર જલ અભિયાનમાં જોવા મળે છે.