PM મોદી પહેલીવાર અયોધ્યા ખાતે ‘દીપોત્સવ’માં ભાગ લેશે, 5 વિશેષ દીપ પ્રગટાવશે

PM Narendra Modi visit Ayodhya Deepotsav : પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવારે અયોધ્યાના દીપોત્સવ (Ayodhya Deepotsav)માં ભાગ લેશે અને અહીંયા વિરાજમાન રામલલા (Ram temple)ની સામે 5 વિશેષ પ્રકારના દીપ પ્રગટાવશે. દીપોત્સવ (Deepotsav) પ્રસંગે અયોધ્યામાં (Ayodhya) દેશી અને વિદેશી ફુલોથી મનમોહક સુશોભન કરવામાં આવ્યુ છે.

PM Narendra Modi visit Ayodhya Deepotsav : પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવારે અયોધ્યાના દીપોત્સવ (Ayodhya Deepotsav)માં ભાગ લેશે અને અહીંયા વિરાજમાન રામલલા (Ram temple)ની સામે 5 વિશેષ પ્રકારના દીપ પ્રગટાવશે. દીપોત્સવ (Deepotsav) પ્રસંગે અયોધ્યામાં (Ayodhya) દેશી અને વિદેશી ફુલોથી મનમોહક સુશોભન કરવામાં આવ્યુ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Ram Mandir Pran Pratistha PM Modi

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા - પીએમ મોદી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર અયોધ્યા ખાતેના દિપોત્સવ ભાગ લેવા માટે આજે અયોધ્યા પહોંચશે. રવિવારે યોજાનાર આ દિપોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં વિરાજમાન રામલલા સમક્ષ 5 દીપ પ્રગટાવશે. આ 5 દીપ ‘પંચતત્વ’નું પ્રતિક હશે. ત્યારબાદ વડા્પ્રધાન અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરના ગર્ભગૃહના સ્થાન પર સ્થાપિત ધર્મધ્વજની સમક્ષ પણ દીપ પ્રગટાવશે.

Advertisment

નોંધનિય છે કે, ગર્ભગૃહમાં જે ધજા સ્થાપિત કરવામં આવી છે તેની દરરોજ સવાર-સાંજ પૂજા થાય છે.

વડાપ્રધાન પહેલીવાર દીપોત્સવમાં ભાગ લશે

પીએમ નરેન્દ્ર મોદી પહેલીવાર અયોધ્યા ખાતે યોજાતા દીપોત્સવમાં ભાગ લઇ રહ્યા છે. દીપોત્સવને લઇ સમગ્ર અયોધ્યાવાસીઓમાં અનેરો ઉત્સાહનો માહોલ છે. દીપોત્સવની માટે રામ કી પૈડી પર આ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય મંચ હશે જ્યાં વડાપ્રધાન, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ રાષ્ટ્રીય પક્ષીના રૂપમં બનેલા દીપ પ્રગટાવીને દીપોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરશે.

વેસ્ટ મટીરિયલમાંથી બનેલા દીપ પ્રગટાવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે 5 વિશિષ્ટ દીપ પ્રગટાવવામાં આવી રહ્યા છે. અવધ વિશ્વવિદ્યાલયના ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ વિશિષ્ટ પ્રકારના દીપ બનાવવા માટે વેસ્ટ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દીપ અયોધ્યાના દીપોત્સવમાં પ્રજ્વલિત 17 લાખ દિવાઓનું નેતૃત્વ કરશે.

Advertisment
અત્યાર સુધીનો સૌથી ભવ્ય ‘દીપોત્સવ’

સ્વયંસેવકોનુ કહેવુ છે કે, અત્યાર સુધીનો સૌથી ભવ્ય દીપોત્સવ છે. 22,000થી વધારે સ્વયંસેવક સરયુ નદીના કિનારે બનેલા ઘાટો પર દિવાને અંતિમ ઓપ આપી રહ્યા છે. દેશી- વિદેશી ફુલો, રંગોળીથી વિવિધ ઘાટો પર સુંદર સુશોભન કરવામાં આવ્યુ છે.

PM નરેન્દ્ર મોદીનો કાર્યક્રમઃ-

સાંજે 4.55 વાગે - ભગવાન રામલલા વિરાજમાનના દર્શન - પૂજા કરશે.
સાંજે 05.05 વાગે - રામજન્મભૂમિ તીર્થક્ષેત્રની મુલાકાત લેશે.
સાંજે 05.40 વાગે- ભગવાન રામનો રાજ્યાભિષેક કરશે.
સાંજે 06.25 વાગે- સરયૂજી ઘાટ પર આરતી કરશે.
સાંજ 06.40 વાગે - દીપોત્સવમાં ભાગ લેશે.
સાંજે 07.25 વાગે - ગ્રીન અને ડિજિટલ આતશવાજીની મજા માણશે.

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ diwali દેશ PM Narendra Modi