ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર અયોધ્યા ખાતેના દિપોત્સવ ભાગ લેવા માટે આજે અયોધ્યા પહોંચશે. રવિવારે યોજાનાર આ દિપોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં વિરાજમાન રામલલા સમક્ષ 5 દીપ પ્રગટાવશે. આ 5 દીપ ‘પંચતત્વ’નું પ્રતિક હશે. ત્યારબાદ વડા્પ્રધાન અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરના ગર્ભગૃહના સ્થાન પર સ્થાપિત ધર્મધ્વજની સમક્ષ પણ દીપ પ્રગટાવશે.
નોંધનિય છે કે, ગર્ભગૃહમાં જે ધજા સ્થાપિત કરવામં આવી છે તેની દરરોજ સવાર-સાંજ પૂજા થાય છે.
વડાપ્રધાન પહેલીવાર દીપોત્સવમાં ભાગ લશે
પીએમ નરેન્દ્ર મોદી પહેલીવાર અયોધ્યા ખાતે યોજાતા દીપોત્સવમાં ભાગ લઇ રહ્યા છે. દીપોત્સવને લઇ સમગ્ર અયોધ્યાવાસીઓમાં અનેરો ઉત્સાહનો માહોલ છે. દીપોત્સવની માટે રામ કી પૈડી પર આ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય મંચ હશે જ્યાં વડાપ્રધાન, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ રાષ્ટ્રીય પક્ષીના રૂપમં બનેલા દીપ પ્રગટાવીને દીપોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરશે.
વેસ્ટ મટીરિયલમાંથી બનેલા દીપ પ્રગટાવાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે 5 વિશિષ્ટ દીપ પ્રગટાવવામાં આવી રહ્યા છે. અવધ વિશ્વવિદ્યાલયના ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ વિશિષ્ટ પ્રકારના દીપ બનાવવા માટે વેસ્ટ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દીપ અયોધ્યાના દીપોત્સવમાં પ્રજ્વલિત 17 લાખ દિવાઓનું નેતૃત્વ કરશે.
અત્યાર સુધીનો સૌથી ભવ્ય ‘દીપોત્સવ’
સ્વયંસેવકોનુ કહેવુ છે કે, અત્યાર સુધીનો સૌથી ભવ્ય દીપોત્સવ છે. 22,000થી વધારે સ્વયંસેવક સરયુ નદીના કિનારે બનેલા ઘાટો પર દિવાને અંતિમ ઓપ આપી રહ્યા છે. દેશી- વિદેશી ફુલો, રંગોળીથી વિવિધ ઘાટો પર સુંદર સુશોભન કરવામાં આવ્યુ છે.
PM નરેન્દ્ર મોદીનો કાર્યક્રમઃ-
સાંજે 4.55 વાગે – ભગવાન રામલલા વિરાજમાનના દર્શન – પૂજા કરશે.
સાંજે 05.05 વાગે – રામજન્મભૂમિ તીર્થક્ષેત્રની મુલાકાત લેશે.
સાંજે 05.40 વાગે- ભગવાન રામનો રાજ્યાભિષેક કરશે.
સાંજે 06.25 વાગે- સરયૂજી ઘાટ પર આરતી કરશે.
સાંજ 06.40 વાગે – દીપોત્સવમાં ભાગ લેશે.
સાંજે 07.25 વાગે – ગ્રીન અને ડિજિટલ આતશવાજીની મજા માણશે.