/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/PM-Narendra-Modi-UPI-Services-Launched-.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકા અને મોરેશિયસમાં યુપીઆઈ સર્વિસની શરૂઆત કરી છે. (Photo : Paytm.com / PMO.com)
PM Narendra Modi Launched UPI Services Sri Lanka And Mauritius : યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન ક્રાંતિનું પ્રતીક બની ગયું છે. વિદેશમાં પણ ઘણી જગ્યાએ યુપીઆઈ સર્વિસ અપનાવવામાં આવી રહી છે. હવે વધુ બે દેશોમાં યુપીઆઈ સર્વિસ શરૂ થઇ રહી છે, પરિણામ ત્યાં જતા ભારતીયોને ફાયદો થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકા અને મોરેશિયસમાં યુપીઆઈ સર્વિસ શરૂ કરી છે. શ્રીલંકા અને મોરેશિયસ જતા ભારતીય પ્રવાસીઓને આનો સૌથી વધુ ફાયદો થવાનો છે. ખાસ વાત એ છે કે આ બંને દેશોમાં યુપીઆઈની સાથે RuPay કાર્ડ સર્વિસ પણ શરૂ કરવામાં આવી છે. પીએમ મોદીએ આને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-UPI.jpg)
હકીકતમાં પીએમ નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિત વિક્રમસિંહે અને મોરેશિયસના પીએમ પ્રવિંદ જુગનાથની હાજરીમાં UPI સહિતની RuPay સેવા શ્રીલંકા અને મોરેશિયસમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ત્રણ મિત્ર દેશો માટે આજનો દિવસ ખાસ છે. આજે આપણે આપણા ઐતિહાસિક સંબંધોને આધુનિક ડિજિટલ રીતે જોડી રહ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યું કે, આ આપણા લોકોના વિકાસ માટે અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ફિનટેક કનેક્ટિવિટી દ્વારા, માત્ર ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન જ નહીં પરંતુ ક્રોસ બોર્ડર કનેક્શન્સ પણ મજબૂત થશે. મોટો દાવો કરતા પીએમ મોદીએ કહ્યું કે ઈન્ડિયા યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ હવે એક નવી જવાબદારી નિભાવી રહ્યું છે, જે 'યુનાઇટિંગ પાર્ટનર્સ વિથ ઈન્ડિયા છે'.
The launch of India's UPI services in Sri Lanka and Mauritius underscores the robust linkages between our countries. https://t.co/u9da79j7L2
— Narendra Modi (@narendramodi) February 12, 2024
'પ્રથમ પડોશી' નીતિનું પાલન કરી રહી છે ભાજપ
ભારતીય વડાપ્રધાને કહ્યું કે મને વિશ્વાસ છે કે યુપીઆઈ સિસ્ટમથી શ્રીલંકા અને મોરેશિયસને ફાયદો થશે. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી ભારતમાં ડિજિટલ ક્રાંતિ લાવી છે. આ દરમિયાન તેમણે ભારતની પહેલા પડોશી નીતિનું ઉદાહરણ પણ આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે શ્રીલંકા અને મોરેશિયસમાં યુપીઆઈની શરૂઆત દ્વિપક્ષીય આર્થિક સંબંધોની પૃષ્ઠભૂમિમાં થઈ છે.
રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા બદલ અભિનંદન પાઠવ્યા
આ અવસર પર શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમારા માટે આ બીજી મહત્વપૂર્ણ તક છે. મારે તમને થોડા અઠવાડિયા પહેલા રામ મંદિરના ઉદ્ઘાટન માટે અભિનંદન આપવા જોઈએ. UPI અંગે શ્રીલંકાના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેએ કહ્યું કે, તે આપણા સંબંધોને આર્થિક અને સાંસ્કૃતિક રીતે દર્શાવે છે. આપણા બંને દેશો વચ્ચે હજારો વર્ષોથી વ્યવહારો થઈ રહ્યા છે. કમનસીબે તે સમયે કેન્દ્રીય બેંકો ન હતી. અમારા મ્યુઝિયમમાં 1000 વર્ષથી વધુ જૂના સિક્કાઓ માત્ર દક્ષિણ ભારતીય છે.
યુપીઆઈ લોન્ચિંગ દરમિયાન મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનોથે કહ્યું કે, આ મહત્વપૂર્ણ પ્રસંગે તેઓ ખૂબ જ ખુશ છે. RuPay કાર્ડ અમારા નેશનલ પેમેન્ટ સ્વીચ સાથે કો-બ્રાન્ડેડ છે. MoCAS ને મોરેશિયસમાં સ્થાનિક કાર્ડ તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારત અને મોરેશિયસ મજબૂત સાંસ્કૃતિક વિરાસત સાથે જોડાયેલા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/RBI-Governor-Shaktikanta-Das-17.jpg)
UPI અને RuPayની વૈશ્વિક સ્તરે સ્વીકાર્યતા
UPI અને RuPay કાર્ડની સ્વીકૃતિ એ શ્રીલંકા અને મોરેશિયસમાં વૃદ્ધિની ચાવી છે. આનાથી ભારતને UPIને ગ્લોબલ બનાવવામાં મોટી મદદ મળી રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગકોંગ, ઓમાન, કતાર, અમેરિકા, સાઉદી અરેબિયા, UAE અને UPમાં પણ UPI નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે UPIની વધતી તાકાતનો સંકેત આપી રહ્યો છે.
આ પણ વાંચો | ઘર ખરીદવા અહીંયા મળી રહી છે સસ્તી હોમ લોન, 25 બેંકોના વ્યાજ દર જાણો અને પછી નિર્ણય લો
ક્યા દેશોમાં યુપીઆઈ સ્વીકાર્ય છે?
એક મીડિયા રિપોર્ટ અનુસાર હાલ ફ્રાંસ, ભૂટાન, નેપાળ, ઓમાન, યુએઈ, મલેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, વિયેતનામ, સિંગાપોર, કમ્બોડિયા, હોંગકોંગ, તાઇવાન, દક્ષિણ કોરિયા, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુરોપમાં યુપીઆઈ સર્વિસનો ઉપયોગ કરી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us