PM Modi US Visit joe biden jill biden gifts Green diamond : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદ અમેરિકાની ત્રણ દિવસની ‘સ્ટેટ વિઝિટ’ પર ગયા છે. આ દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બિડેને વ્હાઇટ હાઉસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને એક ખાસ ડિનરનું આયોજન કર્યુ હતુ. આ પ્રસંગે પીએમ મોદીએ જો બિડેન અને તેમના પત્ની એટલે કે અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બિડેનને ખાસ ભેટ-સોગાદ આપી હતી, જેમાં ગ્રીન ડાયમંડે સૌથી ધ્યાન ખેંચ્યુ છે. આ ગ્રીન ડાયમંડનો ગુજરાત સાથે ખાસ કનેક્શન છે.
ગ્રીન ડાયમંડનું સુરત કનેક્શન
પીએમ નરેન્દ્ર મોદીએ યુએસ પ્રેસિડેન્ટના પત્ની અને યુએસના ફર્સ્ટ લેડી જિલ બિડેનન આપેલી ભેટમાં ગ્રીન ડાયમંડ સૌથી ખાસ ભેટ મનાય છે. આ ગ્રીન ડાયમંડનો ગુજરાતના સુરત સાથે ખાસ કનેક્શન છે, કારણ કે આ ગ્રીન ડાયમંડ સુરતની લેબ ગ્રોન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રીન ડાયમંડ કેટલા સમયમાં તૈયાર થાય છે
જેમ્સ-જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના લેબ ગ્રોન ડાયમંડ સેગમેન્ટના કન્વીનર સ્મિતભાઇ પટેલે જણાવ્યું કે, ‘પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકાના પ્રેસિડેન્ટને ભેટમાં આપેલો ગ્રીન ડાયમંડ એ મેક-ઇન ઇન્ડિયા પહલે હેઠળ સુરતમાં તૈયાર કરાયેલો લેબ ગ્રોન ડાયમંડ છે. આ ગ્રીન ડાયમંડ 7.5 કેરેટનો છે અને તેને તૈયાર કરવામાં લગભગ બે મહિના જેટલો સમય લાગે છે. આ ગ્રીન ડાયમંડ સોલાર અને વિન્ડ એનર્જીના ઉપયોગની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રીન ડાયમંડને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોકસાઇ સાથે સાવધાનીપૂર્વક ઘાટ અપાયો છે. આ ગ્રીન ડાયમંડ પ્રતિ કેરેટ માત્ર 0.028 ગ્રામ કાર્બિન ઉત્સર્જન કરે છે. સમગ્ર દુનિયામાં આવા પ્રકારને એક માત્ર સિંગલ પીસ ગ્રીન ડાયમંડ છે.’ નોંધનિય છે કે,ઉપરાંત આ ગ્રીન ડાયમંડ જેમોલોજિકલ લેબ, આઇજીઆઇ ( ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ) દ્વારા સર્ટિફાઇડ પ્રમાણિત છે.
કુદરતી હીરા કરતા 80થી 85 ટકા સસ્તા હોય છે લેબ ગ્રોન ડાયમંડ
તેમણે વધુમાં ઉમેર્યુ કે, ‘પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકાના ફર્સ્ટ લેડીને ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યા બાદ લેબ ગ્રોન ડાયમંડની દુનિયાભરમાં ચર્ચા થઇ રહી છે. લેબ ગ્રોન ડાયમંડ કુદરતી હીરાની સરખામણીમાં ઘણો સસ્તો હોવાથી તેની માંગ અમેરિકા સહિત દુનિયાભરના દેશોમાં વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.’
ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના જણાવ્યા અનુસાર લેબ ગ્રોન ડાયમંડની કિંમત કુદરતી હીરાની સરખામણીમાં 80થી 85 ટકા જેટલી ઓછી હોય છે. ઓછી કિંમતના કારણે હાલ લેબ ગ્રોન ડાયમંડની માંગ અને વેચાણ સતત વધી રહ્યા છે.
ગ્રીન ડાયમંડના બોક્સની પણ ખાસિયતો
પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને ભેટમાં આપેલો ગ્રીન ડાયમંડ તો ખાસ છે તેની સાથે સાથે તેને જે બોક્સમાં આપ્યો છે તે પણ ઘણો વિશેષ છે. આ ગ્રીન ડાયમંડ કાશ્મીરના અત્યંત ખાસ પેપરમેચ બોક્સમાં અપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ પીએમ મોદીએ જો બાઇડન અને જિલ બાઇનને શું શું આપી ગિફ્ટ
લેબ ગ્રોન ડાયમંડ એટલે શું અને કેવી રીતે તૈયાર થાય છે?
લેબ ગ્રોન ડાયમંડનો અર્થ તેના નામમાં જ છુપાયેલો છે. ખાણમાંથી મળતા કુદરતી હીરાથી વિપરીત લેબ ગ્રોન ડાયમંડ લેબોરેટરીમાં તૈયાર કરાય છે. લેબોરેટરીમાં રાસાયણિક પ્રક્રિયા કરીને લેબ ગ્રોન ડાયમંડ તૈયાર કરાય છે. ગ્રીન ડાયમંડની ચમક અને ઘાટ કુદરતી હીરા જેવો જ હોવાથી તેને ઓળખો મુશ્કેલ છે. કુદરીત અને લેબ ગ્રોન ડાયમંડમાં માત્ર એક જ તફાવત છે કે, કુદરતી હીરામાં નાઇટ્રોજન હોય છે જ્યારે લેબ ગ્રોન ડાયમંડમાં તે નથી હોતું.





