scorecardresearch

રાજસ્થાનના દૌસામાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશને સમર્પિત કર્યો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે નો પ્રથમ ફેઝ

Delhi-Mumbai Expressway: દિલ્હીથી દૌસા સુધી 246 કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે નો પ્રથમ ફેઝ શરુ થવાથી દિલ્હીથી જયપુરની સફર પાંચ કલાકથી ઘટીને ત્રણ કલાકમાં પુરી થઇ જશે

રાજસ્થાનના દૌસામાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશને સમર્પિત કર્યો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે નો પ્રથમ ફેઝ
પીએમ નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન કર્યું (Photo- ANI)

Delhi-Mumbai Expressway: રાજસ્થાનના દૌસામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે નો પ્રથમ ફેઝ દેશને સમર્પિત કર્યો છે. આ એક્સપ્રેસ-વે દૌસાને દિલ્હીથી જોડનાર છે. આ સાથે પીએમ મોદીએ રાજસ્થાનમાં 18,100 કરોડ રૂપિયાથી વધારે રકમની અન્ય સડક પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી હેલિકોપ્ટરથી સીધા દૌસા પહોંચ્યા હતા.

આઠ લેનવાળો દુનિયાનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે

દિલ્હીથી દૌસા સુધી 246 કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે નો પ્રથમ ફેઝ શરુ થવાથી દિલ્હીથી જયપુરની સફર પાંચ કલાકથી ઘટીને ત્રણ કલાકમાં પુરી થઇ જશે. દિલ્હી અને મુંબઈને જોડતા દિલ્હી-એક્સપ્રેસ-વે ની કુલ લંબાઇ 1386 કિલોમીટર છે. આંકડા પ્રમાણે નિર્માણ કાર્ય પુરું થયા પછી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે આઠ લેન વાળો દુનિયાનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે બની જશે. જરૂર પડવા પર આ એક્સપ્રેસ-વે ને 12 લેન સુધી પહોળો કરી શકાશે.

આ પણ વાંચો – PM મોદીની વિપક્ષ પર ગર્જના, ‘પહેલા ત્રિપુરાના પોલીસ સ્ટેશનો પર CPMનો કબજો હતો, હવે કાયદાનું શાસન

દિલ્હી-મુંબઈની સફરમાં 50 ટકા સમય બચશે

કુલ 12,150 કરોડ રૂપિયાના ખર્ચથી વિકસિત કરવામાં આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે નો પ્રથમ ફેઝ એટલે કે દિલ્હી-દૌસા લાલસોટ ફેઝથી રાજસ્થાનના ઘણા જિલ્લાને મોટો ફાયદો પહોંચશે. રાજસ્થાનના આર્થિક વિકાસને પણ ગતિ મળશે. આ એક્સપ્રેસ-વે નું નિર્માણ પુરું થયા પછી દિલ્હી અને મુંબઈ વચ્ચેની સફરનો સમય અડધો થઇ જશે. વર્તમાનમાં દિલ્હીથી મુંબઈથી જવામાં 24 કલાકનો સમય લાગે છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે તૈયાર થયા પછી આ સફર અડધી એટલે કે 12 કલાકની થઇ થશે.

રાજસ્થાનમાં પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે 247 કિલોમીટર લાંબા રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓની પણ આધારશિલા રાખી હતી. આ પરિયોજનાઓ પર 5940 કરોડ રૂપિયાથી વધારે ખર્ચનો અંદાજ છે. જેમાં 2000 કરોડ રૂપિયાના ખર્ચથી બાંદીકુઇ-જયપુર વચ્ચે 67 કિમી લાંબો ફોર લેન હાઇવે બનાવવામાં આવશે. કોટપુતલીથી બારાઓદાનિયો વચ્ચે 3775 કરોડ રૂપિયાના ખર્ચછી ચાર લેનનો રસ્તો બનાવવામાં આવશે. આ સિવાય લાલસોટ-કરૌલી વચ્ચે 150 કરોડ રૂપિયાના ખર્ચથી બે લેન પાકી કિનારા વાળો રસ્તો પણ બનાવવામાં આવશે.

Web Title: Pm narendra modi visit dausa rajasthan inaugurate first part of delhi mumbai expressway