પંજાબના સીએમ ભગવંત માનના ઘરની બહાર ટ્રેડ યૂનિયનોનું પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ

ટ્રેડ યૂનિયનોએ પોતાની માંગણીઓને લઇને સરકાર સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમનું કહેવું છે કે આપ સરકાર વાયદો કર્યા પછી ફરી ગઇ છે

Written by Ashish Goyal
November 30, 2022 20:36 IST
પંજાબના સીએમ ભગવંત માનના ઘરની બહાર ટ્રેડ યૂનિયનોનું પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ
પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના (CM Bhagwant Mann)સંગરુર સ્થિત નિવાસસ્થાન સામે પ્રદર્શન કરી રહેલા મજૂરો પર બુધવારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો (Express photo by Gurmeet Singh)

Trade Unions Demonstration In CM House: પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના (CM Bhagwant Mann)સંગરુર સ્થિત નિવાસસ્થાન સામે પ્રદર્શન કરી રહેલા મજૂરો પર બુધવારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ટ્રેડ યૂનિયનોએ પોતાની માંગણીઓને લઇને સરકાર સામે જોરદાર સુત્રોચ્ચાર કર્યા હતા. શ્રમિત વેતન વૃદ્ધિ અને મનરેગા અંતર્ગત દૈનિક મજૂરી 700 રૂપિયા કરવાની માંગણી કરી રહ્યા હતા. તેમનું કહેવું છે કે આપ સરકાર વાયદો કર્યા પછી ફરી ગઇ છે. શ્રમિકો સીએમના ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તે અટક્યા ન હતા તેથી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

પંજાબના આઠ મજૂર યૂનિયનોના સંયુક્ત મંચ સાઝા મજૂર મોરચાએ બુધવારે સંગરુરમાં ડ્રીમલેન્ડ કોલોનીની બહાર ધરણાં આપવાની જાહેરાત કરી હતી. અહીં સીએમ ભગવંત માન ભાડાના મકાનમાં રહે છે. મજૂર યૂનિયનોનો આરોપ છે કે સરકાર પોતાના વાયદાનો અમલ કરી રહી નથી અને તેમને દગો આપ્યો છે. જોકે માન સરકારનો તર્ક છે કે તે આઠ મહિના પહેલા જ સત્તામાં આવી છે અને તેને પોતાના વાયદા પુરા કરવા માટે સમય જોઈએ.

આ પણ વાંચો – બિલકિસ બાનો કેસ: 11 આરોપીઓને છોડી મુકવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ પહોંચી બિલકિસ બાનો

PKMUના અધ્યક્ષે કહ્યું- સરકાર ફક્ત આશ્વાસન આપતી રહી છે

પંજાબ ખેત મજદૂર યૂનિયન (PKMU) ના અધ્યક્ષ જોરા સિંહ નસરાલી જે સંયુક્ત મજૂર મોરચાનો એક ભાગ છે. તેમણે કહ્યું કે અમારી સીએમ ભગવંત માન, વિત્ત મંત્રી હરપાલ સિંહ ચીમા અને ઘણા ઉચ્ચ અધિકારીઓ સાથે પહેલા બેઠક થઇ હતી. સીએમ માન સાથે અમારી અંતિમ બેઠક 3 ઓક્ટોબરે થવાની હતી પણ તેને રદ કરી દેવામાં આવી હતી. આ પછી મુલાકાતની કોઇ તારીખ જાહેર કરવામાં આવી ન હતી. અધિકારીઓએ અમને આશ્વાસન આપ્યું પણ લેખિતમાં કશું આપ્યું નથી. અમારી પાસે સીએમના ઘરની બહાર વિરોધ કરવા સિવાય અન્ય કોઇ વિકલ્પ રહ્યો ન હતો.

સરકાર પર ZPSCએ લગાવ્યો ઉપેક્ષા કરવાનો આરોપ

જમીન પ્રાપ્તિ સંઘર્ષ કમિટી(ZPSC)ના અધ્યક્ષ મુકેશ મલૌદે કહ્યું કે અમારી કમિટીના સભ્યો છેલ્લા એક સપ્તાહથી ડિપ્ટી કમિશનર પટિયાલાના કાર્યાલયની બહાર બેઠા હતા પણ અમારી માંગણી પુરી કરવામાં આવી નથી. આપ સરકાર કહે છે કે તે ખેડૂતો અને મજૂરોની સરકાર છે પણ તે અમારી ઉપેક્ષા કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ