Poonch Terror Attack: 20 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આર્મીના વાહન પર થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં એક મોટી સફળતામાં મળી છે. એક ગ્રામીણે લગભગ બે-ત્રણ મહિના સુધી આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હોવાની કબુલાત કરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભીમ્બર ગલી-સુરનકોટ-પૂંછ રોડ પર થયેલા આતંકવાદી હુમલા પછી પૂછપરછ માટે બોલાવવામાં આવેલા લગભગ 60 લોકોમાંથી આ એક ગ્રામીણ પણ હતો. જેને આતંકીઓને આશ્રય આપ્યો હતો. આ આતંકવાદી હુમલામાં પાંચ સૈનિકો શહીદ થયા હતા અને અન્ય ઇજાગ્રસ્ત થયા હતા.
સૂત્રોએ જણાવ્યું કે આર્મીના વાહન પર હુમલો કરનાર આતંકવાદીઓ શરૂઆતમાં ગ્રામીણના ઘરે રોકાયા હતા અને બાદમાં ભટ્ટા દુરિયન જંગલોમાં ગયા હતા. ગ્રામીણે કબૂલ્યું છે કે તેણે આતંકવાદીઓને ખોરાક અને આશ્રય સહિતની સામગ્રી પૂરી પાડી હતી. આતંકવાદીઓના ઠેકાણા સુધી લઈ જવા માટે સુરક્ષા દળો દ્વારા ગ્રામજનોને પણ જંગલની અંદર લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – પુંછમાં પડકાર : જમ્મુમાં એક નવો આતંકવાદી ધક્કો, ગુર્જર-બખેરવાલની નારાજગીની સંભાવના
જાણીતા ઓવર-ગ્રાઉન્ડ વર્કર્સ (ઓજીડબ્લ્યુ) ઉપરાંત, પોલીસ અને સુરક્ષા દળોએ તે સમયે આતંકવાદી હુમલાના સ્થળની પાસે તેમના મોબાઇલ ફોન સ્થાનોના આધારે પૂછપરછ માટે ઘણા લોકોને બોલાવ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણા લોકો વિરુદ્ધ કંઈ ન મળતાં તેમને છોડી મુકવામાં આવ્યા હતા.
સુરક્ષા દળો અને પોલીસે છેલ્લા અઠવાડિયાથી ભટ્ટા દુરિયનના જંગલો અને બાલાકોટ, મેંધર અને માનકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા સાથેના વિસ્તારોમાં શોધખોળ ચાલુ રાખી હતી. જોકે આતંકીઓનો કોઈ પત્તો મળ્યો નથી.
આ દરમિયાન ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ બુધવારે આ વિસ્તારમાં ચાલી રહેલી શોધખોળની પ્રગતિની સમીક્ષા કરી અને સૈનિકો સાથે વાતચીત કરી. પાંચ દિવસમાં આ વિસ્તારની આ તેમની બીજી મુલાકાત હતી તે અગાઉ 22 એપ્રિલે ત્યાં ગયા હતા.
ડિસ્ક્લેઈમર : આ આર્ટિકલ ધ ઈન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો