વીજળી અછત : એપ્રિલમાં ગ્રિડ મેનેજર 18 'અલર્ટ ડે' માટે તૈયાર, જાણો દેશની વર્તમાન સ્થિતિ શું છે?

Power shortage India: ભારતમાં 200 મેગાવોટ શ્રેણીના કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટનો વિશાળ કાફલો 25 વર્ષથી વધુ જૂનો છે. જો કે તે જૂની ટેક્નોલોજી પર ચાલે છે અને તે મજબૂત વિશ્વસનીયતાનું વચન આપતું નથી.

Power shortage India: ભારતમાં 200 મેગાવોટ શ્રેણીના કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટનો વિશાળ કાફલો 25 વર્ષથી વધુ જૂનો છે. જો કે તે જૂની ટેક્નોલોજી પર ચાલે છે અને તે મજબૂત વિશ્વસનીયતાનું વચન આપતું નથી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
વીજળીની અછત

ઉનાળામાં વીજળીની માંગમાં વધારાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આગોતરા પગલા લેવામાં આવ્યાં

Anil Sasi: આ વર્ષે પીક ડિમાન્ડ 8 ટકાથી વધુ વધીને 230 GW (ગીગા વોટ) થવાની ધારણા સાથે ભારતની વીજળી ગ્રીડ સખત ગરમી માટે તૈયાર છે. નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર (NLDC)ના અંદાજ અનુસાર, સિસ્ટમ ઑપરેટર્સ એપ્રિલ માસમાં અંદાજિત 18 "અલર્ટ દિવસો" માટે તૈયારી કરી રહી છે. જે વિસ્તારોમાં પાવરની ગંભીરપણે અછત છે. મહત્વનું છે કે જુલાઇ 2022માં સૌથી વધુ માંગ 211.6 GW નોંધાઈ હતી.

Advertisment

તંત્ર દ્વારા આગોતરા પગલા લેવાયા

ઉનાળામાં વીજળીની માંગમાં વધારાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આગોતરા પગલા લેવામાં આવ્યાં છે. એપ્રિલ-જૂન સમયગાળા દરમિયાન પારંપરિક થર્મલ પ્લાન્ટસના નિવારક જાળવણી કાર્યક્રમને ત્રણ મહિના માટે વિલંબિત કરવામાં આવ્યો છે અને ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 11ના આદેશો (જે સરકારને અસાઘારણ પરિસ્થિતિમાં કોઇ પણ જનરેટિંગ કંપનીને પાવર સ્ટેશનનું સંચાલન અને તેની જાળવણી માટે સોંપણીની છૂટ આપે છે.) 16 માર્ચથી 30 જૂન સુધી આયાતી કોલસા આધારિત પ્લાન્ટસના વિકાસકર્તાઓને સંપૂર્ણ ક્ષમતા પર એકમો ચલાવવા માટે બહાર પાડવામાં આવે છે.

એનટીપીસી લિમિટેડને કમિશન આપવાના આદેશ જારી

આ સિવાય સરકારી માલિકીની એનટીપીસી લિમિટેડને લગભગ 5,000 મેગાવોટ ગેસ આધારિત જનરેશન (1,000 મેગાવોટ 1GW બરાબર છે) કમિશન આપવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. તેમજ પાવર સ્ટેશનોમાંથી ઉત્પન્ન થતી વિજળી પીપીએ ધારકોને વેચવાની છે, જ્યારે બાકીની દેશના સૌથી મોટા વીજ ઉત્પાદક દ્વારા વીજળી બજારમાં ઉતારવામાં આવશે. આ વ્યવસ્થાના ભાગરૂપે પ્લાન્ટના સંચાલનની નિશ્વિત કિંમત CERC કેન્દ્રીય વિદ્યુત નિયામક દ્વારા કરવામાં આવે છે, જ્યારે ચલ કિંમતને બજાર નક્કી કરે છે. આ બંને વચ્ચેના તફાવતનું વળતર NTPC પાવર સિસ્ટમ ડેવલપમેન્ટ દ્વારા આપવામાં આવે છે.

વેકેશન પ્લાન કરતી વખતે 5 ટાળવા જેવી બાબતો

અધિકારીઓએ સંકેત આપ્યો છે કે આ 18 દિવસો ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. NTPCની પાવર બિઝનેસ શાખા NVVNને ગેસ પાવર આપૂર્તિ કરાર અને પૂલ ઇન કરવા માટે કહેવામાં આવ્યું છે અને આ ગણતરીના આધારે કોઇ પણ વસૂલીને PSDFથી બનાવાશે.

Advertisment

આ પણ વાંચો: PM modi objectionable posters : દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં પોસ્ટર પર હંગામો, 44 ફરિયાદ નોંધાઈ, ચારની ધરપકડ

ઉત્તર અને દક્ષિણમાં જળાશયનું સ્તર

ઉલ્લેખનીય છે કે, ઉત્તરી ક્ષેત્રમાં જળાશયનું સ્તર સારું છે, પરંતુ દક્ષિણ વિસ્તારમાં જળાશયનું સ્તર સામાન્યથી પણ ઓછું છે. તેથી હાઇડ્રોપાવર ઉત્પાદન અપેક્ષિત સ્તર કરતાં ઓછું હોવાની સંભાવના છે. પરિણામે દક્ષિણ ક્ષેત્રમાં લોકોને પાણી બચાવવા માટે કહેવામાં આવ્યું છે અને એપ્રિલ મહિનામાં સાંજના સમયે વીજળીના ઉત્પાદન માટે પાણીનો ઉપયોગ થશે.

એક્સપ્રેસ એક્સપ્લેન ગુજરાતી ન્યૂઝ Express Exclusive દેશ