શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે બની એનસીપીમાં બળવાનું કારણ? પ્રફુલ્લ પટેલે જણાવી બધી વાત

NCP Politics : ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પ્રફુલ પટેલે કહ્યું કે 2019માં જ્યારે અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારે શરદ પવારની સંપૂર્ણ જાણકારીમાં આવું થયું હતું

Written by Ashish Goyal
July 07, 2023 22:02 IST
શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે બની એનસીપીમાં બળવાનું કારણ? પ્રફુલ્લ પટેલે જણાવી બધી વાત
પ્રફુલ્લ પટેલ સાથે એનસીપી પ્રમુખ શરદ પવાર અને સુપ્રિયા સુલે (Express photo by Prem Nath Pandey)

 P Vaidyanathan Iyer : મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ યથાવત્ છે. એનસીપીમાં બળવો થયો ત્યારથી અજિત પવાર જૂથના નિશાને શરદ પવાર છે. પ્રફુલ પટેલ જે શરદ પવારના ખૂબ જ નજીકના ગણાય છે અને એમ પણ કહેવાય છે કે તે એનસીપી સુપ્રીમોને પૂછ્યા વગર કોઈ રાજકીય નિર્ણય લેતા નથી. તેવા પ્રફુલ પટેલે મોટું નિવેદન આપ્યું છે. પ્રફુલ્લ પટેલે સ્વીકાર કર્યો કે જ્યારે તમે સત્તામાં હોય ત્યારે જ પાર્ટીના સમર્થકો, સભ્યો અને ધારાસભ્યોના કામ પુરા થઈ શકે છે.

સુપ્રિયા સુલેએ લોકો પર પોતાનો નિર્ણય થોપ્યો : પ્રફુલ્લ પટેલ

ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે બે મુખ્ય બાબતો છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલી વાત તો એ કે શરદ પવાર પોતે પણ ભાજપ સાથે જોડાણ કરવામાં સંકોચ અનુભવતા ન હતા. બીજું તેમની પુત્રી જે તેમની બધી એક્શનનો આધાર બની ગઇ અને તેમણે પોતાનો નિર્ણય બધા પર થોપી દીધા હતા.

ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પટેલે કહ્યું કે શરદ પવારે પણ 2014માં ભાજપને બહારથી ટેકો આપવાની ઓફર કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2019માં પણ જ્યારે અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારે શરદ પવારની સંપૂર્ણ જાણકારીમાં આવું થયું હતું. તમને એ પણ યાદ હશે કે શરદ પવારે પોતે કહ્યું હતું કે તેઓ ભાજપ સાથે વાત કરી રહ્યા છે. ત્યાર બાદ 2022માં જ્યારે એકનાથ શિંદે શિવસેનાના અનેક ધારાસભ્યોને સુરત અને ગુવાહાટી લઈ ગયા હતા ત્યારે શરદ પવારે મને, જયંત પાટીલ અને અજિત પવારને કહ્યું હતું કે શું આપણે ભાજપ સાથે ગઠબંધન કરી શકીએ છીએ. જોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને શિંદેએ ભાજપ સાથે ગઠબંધન કરી લીધું હતું.

આ પણ વાંચો – શરદ પવાર અને અજિત પવાર જૂથની કિસ્મત નક્કી કરશે એનસીપીના આ 6 ધારાસભ્યો

પટનામાં વિપક્ષની બેઠક અંગે પ્રફુલ પટેલે કહ્યું હતું કે પટનાની તસવીર પ્રેરણાદાયી નથી. તેઓ (વિરોધી પક્ષો) કહી રહ્યા છે કે તેઓ મોદી સામે લડશે. પટેલે કહ્યું હતું કે વિપક્ષ પીએમ મોદીનો સામનો કેવી રીતે કરશે તેની કોઈ યોજના નથી.

શરદ પવારની ચાલથી નેતાઓ ભ્રમિત હતા – પ્રફુલ્લ પટેલ

પ્રફુલ પટેલે એ વાતને ફગાવી કે અજિત પવારે એનસીપીની વિચારધારા સાથે સમાધાન કર્યું છે. તેમણે કહ્યું કે શરદ પવારની ચાલથી પક્ષના નેતાઓ અને કાર્યકરો ભ્રમિત હતા. પ્રફુલ પટેલે કહ્યું કે શરદ પવાર 2014થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ત્રણ વખત ભાજપ સાથે ગઠબંધનની વાત કરી ચુક્યા છે અને 2019માં ચૂંટણી બાદ તેમણે શિવસેના સાથે ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો હતો.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ