Delhi loot cctv | 22 સેકન્ડ, 4 લૂંટારું.. દિલ્હીમાં પ્રગતિ મેદાન ટનલમાં ધોળા દિવસે ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ, જુઓ video

delhi loot cctv, video viral social media : બાઇક પર આવેલા ચાર અજાણ્યા યુવકોએ ગુડગાવ જઇ રહેલા ડિલીવરી એજન્ટ અને તેના સહીયોગીને બંદૂકની અણીએ કથિત રીતે બે લાખ રૂપિયા લૂંટ લીધા હતા.

delhi loot cctv, video viral social media : બાઇક પર આવેલા ચાર અજાણ્યા યુવકોએ ગુડગાવ જઇ રહેલા ડિલીવરી એજન્ટ અને તેના સહીયોગીને બંદૂકની અણીએ કથિત રીતે બે લાખ રૂપિયા લૂંટ લીધા હતા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Delhi News, delhi Crime news, delhi loot cctv

દિલ્હીમાં ધોળા દિવસે લૂંટ (photo - ANI)

દિલ્હીમાં ધોળાદિવસે લૂંટની ઘટના બની છે. આ લૂંટ દિલ્હીના પ્રગતિ મેદાન ટનલની બહાર થઈ છે જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. તમે વીડિયો નીચે જોઈ શકો છો. દિલ્હી પોલીસે જાણકારી આપતા જણાવ્યું હતું કે બાઇક પર આવેલા ચાર અજાણ્યા યુવકોએ ગુડગાવ જઇ રહેલા ડિલીવરી એજન્ટ અને તેના સહીયોગીને બંદૂકની અણીએ કથિત રીતે બે લાખ રૂપિયા લૂંટ લીધા હતા. તેમણે જણાવ્યું કે આ ઘટના શનિવારે પ્રગતિ મેદાન ટનલની અંદર થઈ હતી. જ્યારે પીડિત પૈસા પહોંચાડવા માટે ગુડગાંવ જઈ રહ્યા હતા.

Advertisment

પોલીસે શું જાણકારી આપી?

ANI પ્રમાણે દિલ્હી પોલીસે પોતાના તાજા નિવેદનમાં કહ્યું છે કે આ ઘટના શનિવારે 24 જૂનના રોજ થઈ હતી. જ્યારે એક ડિલીવરી એજન્ટ અને તેના સહયોગી કારથી ગુડગાવ જઇ રહ્યાહતા. પરંતુ જ્યારે તે પ્રગતિ મેદાનવાળી સુરંગ પહોંચ્યા તો અચાનક બે બાઇક કારની સામે આવીને રોકી હતી.

વીડિયોમાં જોઇ શકાય છે કે ચાર લૂંટારુઓ પૈકી એક બંદૂકની અણીએ ગાડીનો પીછો કરીને સીટથી એક બેગ કાઢી અને ચાર લોકો ફરાર થઈ ગયા હતા. આ મામલા અંગે દિલ્હી પોલીસે તપાસ કરી રહી છે. અત્યારે લૂંટારીઓની ધરપકડ અંગે કોઈ અપડેટ આવી નથી.

કોંગ્રેસે ઉઠાવ્યો પ્રશ્ન

દિલ્હીમાં થયેલી આ લૂંટની ઘટનાને લઇને સોશિયલ મીડિયા ઉપર ચર્ચા ચાલું છે. પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે કે છેવટે દેશની રાજધાની કે વચ્ચોવચ કેવી રીતે આ પ્રકારની ઘટના ઘટી શકે છે. પ્રમુખ વિપક્ષી દળ કોંગ્રેસે પણ આ પ્રશ્ન ઉઠાવ્યો છે.

Advertisment

કોંગ્રેસને વીડિયો ટ્વીટ કરતા ગૃહમંત્રી અમિત શાહને પ્રશ્ન કર્યો હતો કે છેવટે તેમની પોલીસ શું કરી રહી છે. કોંગ્રેસ તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે અમિત શાહજી દિલ્હીના પ્રગતિ મેદાન ટનલમાં ધોળા દિવસે કેટલાક બાઇક સવાર આવે છે. કાર રોકે છે અને બે લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ જાય છે. દેશની રાજધાનીમાં આ શું થઇ રહ્યું છે. તમે જોઇ રહ્યા છો?

દિલ્હી ગુજરાતી ન્યૂઝ વાયરલ વીડિયો ક્રાઇમ ન્યૂઝ