Pranab Mukherjee : પ્રણવ મુખર્જીને પ્રધાનમંત્રી બનાવવા માંગતા ન હતા સોનિયા ગાંધી? પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રીએ પુસ્તકમાં કર્યો ચોંકાવનારો દાવો

Pranab Mukherjee Daughter : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ તેમના આગામી પુસ્તકમાં આ વાતનો ખુલાસો કર્યો

Pranab Mukherjee Daughter : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ તેમના આગામી પુસ્તકમાં આ વાતનો ખુલાસો કર્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Pranab Mukherjee | sonia gandhi | Sharmistha Mukherjee

સોનિયા ગાંધી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી (Express Archive: Prem Nath Pandey)

Pranab Mukherjee Daughter book “ In Pranab, My Father: A Daughter Remembers” : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રીએ પોતાના પુસ્તકમાં ચોંકાવનારા દાવા કર્યા છે. તેમની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે તેમણે પોતાના પિતાને વડાપ્રધાન બનવાની સંભાવનાઓ વિશે પૂછ્યું તો પ્રણવ મુખર્જીએ કહ્યું કે ના, તે (તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી) મને પીએમ નહીં બનાવે.

Advertisment

શર્મિષ્ઠા મુખર્જી તેમના આગામી પુસ્તક “ In Pranab, My Father: A Daughter Remembers ” માં સોનિયા ગાંધીના વડા પ્રધાનપદની રેસમાંથી ખસી જવાના નિર્ણય પછી તેમના પિતાના જવાબને યાદ કરે છે. આ પુસ્તકમાં, કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા શર્મિષ્ઠા મુખર્જી (જેમણે 2021 માં રાજકારણ છોડી દીધું હતું) તેમના પિતાના શાનદાર જીવનની ઝલક આપે છે. પુસ્તકમાં તેઓ કહે છે કે તેમને વડાપ્રધાન ન બનાવવા બદલ સોનિયા ગાંધી પ્રત્યે તેમના મનમાં કોઈ દ્વેષભાવ ન હતો, ખાસ કરીને તેમની (મનમોહન સિંહ) સામે.

પોતાના પિતાની ડાયરી એન્ટ્રીના માધ્યમથી શર્મિષ્ઠાએ તેમને સંભળાવેલી વ્યક્તિગત કહાનીઓથી તેમના રાજકીય જીવનના નવા-અજાણ્યા પાસાઓને ઉજાગર કર્યા છે. પુસ્તકના પ્રકાશક રૂપા પબ્લિકેશન્સ અનુસાર સોનિયા ગાંધીનો વિશ્વાસ મેળવવા માટે, નહેરુ-ગાંધી પરિવારની આસપાસના વ્યક્તિત્વ પંથ અને અન્ય બાબતો સિવાય રાહુલ ગાંધીમાં કરિશ્મા અને રાજકીય કુશળતાનો અભાવ હતો.

આ પણ વાંચો - આમ આદમી પાર્ટીએ 204 સીટો પર ચૂંટણી લડી, 201 સીટ પર જમાનત જપ્ત

Advertisment

પ્રણવ મુખર્જીએ ભારતના નાણાં પ્રધાન તરીકે સેવા આપી હતી અને બાદમાં વિદેશ, સંરક્ષણ, નાણાં અને વાણિજ્ય પ્રધાન બન્યા હતા. તેઓ ભારતના 13માં (2012થી 2027) રાષ્ટ્રપતિ હતા. 31 ઓગસ્ટ 2020ના રોજ 84 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.

વર્ષ 2004માં લોકસભા ચૂંટણીમાં જીત મેળવનાર સૌથી મોટી પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષના રૂપનાં સોનિયા ગાંધીને વડાપ્રધાન બનાવવાની માંગણી કરવામાં આવી હતી. તેમને ગઠબંધનના સહયોગીઓનો સંપૂર્ણ ટેકો હતો. પરંતુ બાદમાં સોનિયા ગાંધીએ પીએમ પદ માટે પૂર્વ નાણામંત્રી મનમોહન સિંહનું નામ પસંદ કર્યું હતું.

પુસ્તકમાં શર્મિષ્ટાએ લખ્યું કે આ પદના શીર્ષ દાવેદારના રૂપમાં ડો.મનમોહન સિંહ અને પ્રણવ મુખર્જીના નામની ચર્ચા થઈ રહી હતી. બાબા ખૂબ જ વ્યસ્ત હોવાથી મને થોડા દિવસો સુધી મળવાની તક ન મળી, પણ મેં એમની સાથે ફોન પર વાત કરી. મેં તેમને ઉત્સાહથી પૂછ્યું કે શું તેઓ વડા પ્રધાન બનવા જઇ રહ્યા છે. તેમનો જવાબ સ્પષ્ટ હતો કે ના, તે મને પીએમ નહીં બનાવે. તે મનમોહન સિંહ હશે. બાબાએ એવું કહ્યું પણ તેમણે જલદી જ તેની જાહેરાત કરવી જોઈએ. આ અનિશ્ચિતતા દેશ માટે સારી નથી.

sonia gandhi રાહુલ ગાંધી દેશ congress