/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/wife-death.jpg)
જેલમાં પતિની હાલત ન જોવાતા આઘાતમાં પત્નીનું મોત
બિહારના ભાગલપુર જિલ્લામાં એક હૃદયદ્વાવક ઘટના સામે આવી હતી. અહીં એક ગર્ભવતી મહિલા પોતાના પતિને મળવા માટે જેલ પહોંચીહ તી. જ્યાં મહિલાએ પોતાના પતિને જોયો તો બેભાન થઈને નીચે પડી ગઈ હતી. જેના પગલે તાત્કાલિક તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જોકે, હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે પત્નીને જેલમાં બંધ પતિની હાલત જોવાઇ નહીં અને તેને આઘાત લાગ્યો હતો. જોકે પરિવારના લોકોએ મહિલાના મોત માટે પોલીસને જવાબદાર ઠેરવી હતી.
ઉલ્લેખનીય છેકે છ જૂનના રોજ મહિલા પોતાના પતિને મળવા માટે જેલ ગઈ હતી. તેને સાસરીના લોકોએ સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ તે સમજી નહીં. મહિલાનું કહેવું હતું કે તે પોતાના પતિને મળવા માંગે છે. તેની વાત માનીને સાસરીના લોકો મહિલાને ભાગલપુરની સેન્ટ્રલ જેલ લઇ ગયા હતા. જ્યાં જેવો જ પતનો ચહેરો જોયો કે તરત બેહોશ થઈને પડી ગઈ હતી. પરિજન તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા જોકે તેનું મોત નીપજ્યું હતું.
બે વર્ષ પહેલા જ થયા હતા પ્રેમ લગ્ન
રિપોર્ટ્સ અનુસાર બે વર્ષ પહેલા જ ભાગલપુરના ઘોઘા ગોવિંદપુરમાં રહેનારા ગુડ્ડુ યાદવ અને ઘોઘા જાનીડીહની પલ્લવી યાદવના પ્રેમ લગ્ન થયા હતા. પલ્લવી આઠ મહિનાની ગર્ભવતી હતી. થોડા દિવસ પહેલા વિનોદ યાદવ અને ગુડ્ડુ યાદવ વચ્ચે જમીન અંગે વિવાદ થયો હતો. બંને પરિવારોએ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો હતો. ત્યારબાદ ગુડ્ડુ યાદવને જેલ મોકલી દીધો હતો.
આશરે આઠ મહિના બાદ ગુડ્ડુ જેલમાં જ હતો. આ વચ્ચે તેની પત્નીએ તેને મળવા માટે પહોંચી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ગર્ભમાં ઉછરી રહેલું બાળક પણ દુનિયામાં આવતા પહેલા જ ભગવાનને પ્યારું થયું હતું. આમ આખો પરિવાર વિખેરાય ગયો હતો. પત્નીના મોત બાદ અંતિમ સંસ્કાર માટે ગુડ્ડુને કડક સુરક્ષા વચ્ચે જેલની બહાર લઇ જવાની મજૂરી મળી હતી.
આ મામલે ગુડ્ડુના ભાઈ વિક્કી યાદવે પોલીસ પ્રશાસન ઉપર આરોપ લગાવ્યો છે કે તેમનું કહેવું છે કે પોલીસની બેદરકારીના કારણે તેમના ભાભીનો જીવ ગયો હતો. તેમના ભાઈને પોલીસે વિરોધીયો પાસેથી પૈસા લઇને જેલમાં મોકલી દીધો હતો. વિરોધી પૈસા વાળા છે. અમારું બધું લૂંટાઈ ગયું આનું કારણે પોલીસવાળા છે.
આ મામલે કેન્દ્રય જેલ અધીક્ષક મનોજ કુમારે ફોનમાં જણાવ્યું હતું કે મહિલા પલ્લવી યાદવ પોતાના પતિ ગોવિંદ યાદવ ઉર્ફે ગુડ્ડુ યાદવને મળવા માટે આવી હતી. આ દરમિયાન તેમની તબિયત બગડી હતી. ત્યારે જ તે જમીન ઉપર પડી ગઈ હતી. ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. એવું લાગે છે તેને હાર્ટ એટેક આવ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us