/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/PM-modi-in-metro.jpg)
દિલ્હી મેટ્રોની સફર કરતા વડાપ્રધાન
PM modi DU visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિશ્વવિદ્યાલયના શતાબ્દી સમારોહમાં સામેલ થવા માટે મેટ્રોની મુસાફરી કરી હતી. આ દરમિયાન મેટ્રોમાં યાત્રા કરી રહેલા મુસાફરો સાથે પણ વાતચિત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હી વિશ્વ વિદ્યાલય પહોંચવા માટે મેટ્રોની સવારી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિશ્વવિદ્યાલય પહોંચવા માટે મેટ્રોની સવારી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિશ્વવિદ્યાલયની મુલાકાત લેવા માટે શુક્રવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીના લોક કલ્યાણ માર્ગ મેટ્રો સ્ટેશનથી વિશ્વ વિદ્યાલય મેટ્રો સ્ટેશન સુધી સવારી કરી હતી. પીએમ મોદી દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે દેશ આઝાદ થયાના 75 વર્ષ ઉજવી રહ્યો છે ત્યારે દિલ્હી યુનિવર્સિટીએ 100 વર્ષ પુરા કરી લીધા છે. દિલ્હી યુનિવર્સિટી માત્ર એક યુનિવર્સિટી નથી પરંતુ એક આંદોલન છે. આ યુનિવર્સિટીએ દરેક આંદોલન જોયા છે. દરેક આંદોલનમાં પ્રાણ ફૂંક્યા છે. તેમણે કહ્યું કે કોઈપણ દેશને તેમની યુનિવર્સિટીઝ, શૈક્ષણિક સંસ્થા તેમની ઉપલબ્ધિનું સાચું પ્રતિક હોય છે.
પ્રધાન મંત્રીએ કહ્યું કે એક સમય હતો જ્યારે દિલ્હી યુનિવર્સિટીમાં માત્ર ત્રણ કોલેજ હતી. હવે 90થી વધારે કોલેજ છે. આજે ડીયુમાં અભ્યાસ કરનારી યુવતીઓની સંખ્યા યુવકો કરતા વધારે છે.
દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહ કાર્યક્રમમાં સામેલ થયા પ્રધાનમંત્રી
વડાપ્રધાને દિલ્હી વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય શિક્ષા મંત્ર ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન આ દરમિયાન દિલ્હી વિશ્વ વિદ્યાલય કમ્પ્યુટર સેન્ટર, પ્રૌદ્યોગિકી સંકાય ભવન અને એકેડમિક બ્લોકની આધારશિલા રાખી હતી. આ ભવન વિશ્વ વિદ્યાલયના નોર્થ કેમ્પસમાં બનાવવામાં આવશે. અધિકારીઓએ વડાપ્રધાન નેરન્દ્ર મોદીની આ યાત્રાની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने दिल्ली विश्वविद्यालय के शताब्दी समारोह में शामिल होने के लिए मेट्रो से यात्रा किया। इस दौरान प्रधानमंत्री ने मेट्रो में यात्रा कर रहे यात्रियों से बातचीत की। pic.twitter.com/6FILZJnmKQ
— ANI_HindiNews (@AHindinews) June 30, 2023
આ પહેલા વડાપ્રધાને વિશ્વ વિદ્યાલયના અત્યાર સુધીના સફર પર આધારિત એક પ્રદર્શનીનું અવલોક પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોની સવારી અંગે એક ટ્વીટમાં કહ્યું કે દિલ્હી મેટ્રોથી દિલ્હી વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં જતા સમયે પોતાના સહ યાત્રીના રૂપમાં યુવાઓને મળીને ખુશ થયો. વડાપ્રધાને પોતાની આ યાત્રાની તસવીરો ટ્વીટ કરી હતી.
પીએમ મોદીની સુરક્ષામાં 1000થી વધારે જવાનો તૈનાત
વડાપ્રધાનના દિલ્હી યુનિવર્સિટીના પ્રદાસને જોતા ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન એક હજારથી વધારે અર્ધસૈનિક દળ તથા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અમે એક હજારથી વધારે જવાનો તૈનાત કર્યા છે. જેમાં અર્ધસૈનિક બળના જવાનો પણ સામેલ છે.
ત્રિસ્તરીય તપાસ પ્રમાણીની સાથે સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વવિદ્યાલયના શતાબ્દી સમારોહ સમાપન કાર્યક્રમ માટે દિલ્હી વિશ્વવિદ્યાલયના સંબદ્ધ કોલેજ તરફથી રજૂ કરેલા દિશાનિર્દેશમાં કહેવાયું હતું કે કાળા કરડા ન પહેરવા. દરેકની હાજરી અનિવાર્ય છે. સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી બધા ક્લાસ સ્થગિત રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us