માનહાની કેસમાં બે વર્ષની સજાનો નિર્ણયને રાહુલ ગાંધીએ પડકાર ફેંકીને પોતાની અરજીમાં સાત મહત્વના બિન્દુ કોર્ટની સામે રાખ્યાહતા. તેમાં તેમણે કહ્યું હતું કે મારી સામે માનહાની કેસ દાખલ કરવાનો હક માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છે. કોઇપણ કેસ દાખલ ન કરી શકે. રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં એ પણ કહ્યું હતું કે નિર્ણય આપતા પહેલા જજએ પણ વિચારવું જોઇએ.
રાહુલ ગાંધીને ગુજરાતના સુરતની એક કોર્ટને બે વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ તેમણએ લોકસભાથી ઓટોમેટિક અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યા હતા. આ મામલો વર્ષ 2019માં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની સામે બીજેપી નેતા પૂર્ણેશ મોદીએ અરજી દાખલ કરી હતી. તેમણએ કહ્યું કે કોલારમાં એક જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી બધા ચોરના નામ મોદી કેમ લાગે છે.
રાહુલ ગાંધીને સુરતની એક અદાલતે બે વર્ષની જેલની સજા સંભળાવી, મોદીની અટક વિશેની તેમની 2019ની ટીપ્પણી અંગે બદનક્ષીના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યાના એક અઠવાડિયા પછી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અપીલ દાખલ કરવા સેશન્સ કોર્ટ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી દ્વારા સજાને પડકારતી અરજી પર સેસન્સ કોર્ટ દ્વારા સ્વિકારવામાં આવી છે. આ સાથે રાહુલ ગાંધીને જામીન મળ્યા છે અને હવે રાહુલ ગાંધીની સજા પર વધુ સુનાવણી 13 એપ્રિલે મેના રોજ દ્વારા થશે.
23 માર્ચે, ગાંધીજીને દોષિત ઠેરવતા, કોર્ટે તેમને અપીલ કરવાની મંજૂરી આપવા માટે 30 દિવસ માટે સજાને સ્થગિત કરી અને 15,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા. એક દિવસ પછી, ગાંધીને લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા. કોંગ્રેસ પાર્ટીને આશા છે કે, કોર્ટ તેમની સજા પર રોક લગાવશે, જેનાથી લોકસભા સાંસદ તરીકેની તેમની ગેરલાયકાત રદ કરવાના દરવાજા ખુલશે.