PM Modi Successor: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉત્તરાધિકારી કોણ હશે? બીજેપીના આ નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર

PM Modi Successor survey: આગામી લોકસભા ચૂંટણી 2024ના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી માટે ખાસ એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ભાજપના આ મોટા માથાના નામ મોખરે છે.

Written by mansi bhuva
Updated : January 27, 2023 13:51 IST
PM Modi Successor: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉત્તરાધિકારી કોણ હશે? બીજેપીના આ નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે લોકોએ ભાજપના નેતાઓનેપસંદ કર્યા

Lok Sabha Election 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વસ્તરે સૌથી લોકપ્રિય ચહેરામાંથી એક છે. વિશ્વસ્તરે તેઓ ખુબ પોપ્યુલર છે. ત્યારે હવે એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેક્ષણ થકી પીએમ નરેન્દ્ર મોદીનો ઉત્તરાધિકારી કોણ હશે તે અંગે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, વર્ષ 2024માં લોકસભા ચૂંટણી યોજાનાર છે.આ સંદર્ભે જનતાનો મૂડ કેવો છે? તેમજ લોકસભા ચૂંટણીમાં મોદી સામે વિપક્ષ કોને મેદાને ઉતારશે? લોકોના મનમાં ઉઠતા આ તમામ પ્રશ્નોનો જવાબ આ સર્વેમાં સંતોષવાનો પ્રયાસ કરાયો છે.

ભાજપના આ નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર

ઇન્ડિયા ટુડે અને C votersના મૂડ ઓફ ધ નેશન (Mood Of The Nation Poll) સર્વેમાં લગભગ 52.5 ટકા વસ્તીએ આગામી લોકસભા ચૂંટણી 2024 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે. ત્યારે આ સર્વેમાં પીએમ મોદીના ઉત્તરાધિકારીના રૂપમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amita shah) અને યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) વચ્ચે જોરદાર ટક્કર થશે તેવું પ્રત્યક્ષ આવ્યું છે. સર્વેના તાજેતરના આંકડોમાં પીએમ નરેન્દ્ર મોદી લોકપ્રિયતા મામલે વિપક્ષ કરતા ઘણા આગળ પડતા છે.

આ પણ વાંચો: Survey: જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો ભાજપ કેટલી બેઠકો જીતે? કોંગ્રેસના ગ્રાફમાં જબરદસ્ત વધારો

પીએમ મોદીના ઉત્તરાધિકારી તરીકે પહેલા કોના નામ પર મુહર

ભારતીય જનતા પાર્ટી (BJP)માં પીએમ મોદીનો ઉત્તરાધિકારી કોણ હશે તે અંગે સર્વેમાં સામેલ 26 ટકા લોકોએ પ્રમુખ નામ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામ પર મુહર લગાવી હતું. જ્યારે 25 ટકા લોકોનું માનવું છે કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રધાનમંત્રી મોદીના ઉત્તરાધિકારી બની શકે છે. તો સર્વેમાં 16 ટકા લોકોએ ભાજપના વરિષ્ઠ નેતા નિતિન ગડકરીનો પીએમ મોદીના ઉત્તરાધિકારી તરીકે ઉલ્લેખ કર્યો હતો. જ્યારે કેન્દ્રીય સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહને તેમના ઉત્તરાધિકારીના રૂપમાં ગણવનાર 6 ટકા લોકો છે.

કોણ અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રી?

સર્વે અનુસાર, 52 ટકા લોકોનું માનવું છે કે, નરેન્દ્ર મોદી જ 2024માં ફરી ભારતના વડાપ્રધાન બનશે. જ્યારે 14 ટકા લોકોના મતે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દેશના આગામી વડાપ્રધાન તરીકે શપથ લઇ શકે છે. તો આપ નેતા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બંનેમાંથી કોઇ પણ વર્ષ 2024માં વડાપ્રધાન બને તેવું 4 ટકા લોકો માને છે. આ સાથે 47% લોકોએ પીએમ મોદીને અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન ગણાવ્યા. જ્યારે 16% લોકોએ અટલ બિહારી વાજપેયીને મત આપ્યો. સર્વેમાં સામેલ 12% લોકોએ ઈન્દિરા ગાંધીને અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન ગણાવ્યા. જ્યારે મનમોહન સિંહને 8% અને જવાહરલાલ નેહરુને 4% મત મળ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ